- Sports
- ધોનીને કંઈ રીતે મળ્યો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ, જાણો કોણ નક્કી કરે છે? શું છે નિયમ
ધોનીને કંઈ રીતે મળ્યો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ, જાણો કોણ નક્કી કરે છે? શું છે નિયમ
-copy33.jpg)
IPL 2025નો ઉત્સાહ ચરમસીમાએ છે. 30થી વધુ મેચ રમાઈ છે અને દરેક મેચમાં કોઈને કોઈ ખેલાડીએ પોતાના ખાસ પ્રદર્શનથી રમતનો માર્ગ જ બદલી નાખ્યો હોય છે. 29મી મેચમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર સાબિત કર્યું કે ઉંમર ફક્ત એક સંખ્યા છે.
ધોનીએ માત્ર 11 બોલમાં 26 રન ફટકાર્યા, જેમાં એક છગ્ગો અને ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેની તોફાની ઇનિંગ્સને કારણે, ચેન્નાઈ સુપર કિંગ્સે મેચ 5 વિકેટથી જીતી લીધી અને ધોનીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ હંમેશની જેમ નમ્રતાથી કહ્યું, 'આ એવોર્ડ મને મળ્યો તેનું મને ખુબ આશ્ચર્ય થયું છે, આ એવોર્ડ શિવમ દુબેને મળવો જોઈતો હતો.'

આ કંઈ પહેલી વાર નથી, જ્યારે ચાહકોમાં પ્લેયર ઓફ ધ મેચ (POTM) ચર્ચાનો વિષય બન્યો હોય. તો હવે સવાલ એ ઊભો થાય છે કે, આખરે પ્લેયર ઓફ ધ મેચ (POTM) કોણ પસંદ કરે છે? શું આ ફક્ત આંકડાઓનો ખેલ છે કે પછી તેની પાછળ કંઈક બીજું છે?
IPLમાં પ્લેયર ઓફ ધ મેચની પસંદગી કોમેન્ટ્રી પેનલ દ્વારા કરવામાં આવે છે. દરેક મેચ દરમિયાન કોમેન્ટ્રી કરનારા નિષ્ણાતો આ જવાબદારી નિભાવે છે. આ પેનલ બ્રોડકાસ્ટર દ્વારા બનાવવામાં આવે છે, જેમાં ભૂતપૂર્વ ખેલાડીઓ, કોચ અને અનુભવી વિશ્લેષકોનો સમાવેશ થાય છે.

કોમેન્ટ્રી પેનલ ફક્ત પ્રત્યક્ષદર્શીઓનો અહેવાલ જ આપતું નથી, પરંતુ તેમની પાસે એક સંપૂર્ણ મેચ વિશ્લેષણ ટીમ પણ છે જે આંકડાઓના આધારે દરેક ક્ષણે પરિસ્થિતિને સમજવામાં મદદ કરે છે.
કયો ખેલાડી કયા સમયે આવ્યો? દબાણમાં કોણે સારું પ્રદર્શન કર્યું? કઈ ક્ષણ ગેમ ચેન્જર બની?
તે આ બધી નાની નાની વિગતો તેઓ જાણતા હોય છે. તેથી, જ્યારે મેદાન પર તો ઘણા ખેલાડીઓ ચમકતા હોઈ શકે છે, ત્યારે પેનલ એવા ખેલાડીઓનું મૂલ્યાંકન કરે છે, જેમનો મેચના પરિણામ પર સૌથી વધુ પ્રભાવ પડ્યો હોય છે.

આ સિસ્ટમ મોટાભાગે વ્યાવસાયિક અને અનુભવ આધારિત હોવા છતાં, ક્યારેક વિવાદો અથવા મતભેદો ઉભા થાય છે. ઘણી વખત ચાહકોને લાગે છે કે આ એવોર્ડ બીજા કોઈ ખેલાડીને મળવો જોઈતો હતો. રમતગમતની સુંદરતા આ જ છે, ચર્ચા, ભાવના અને ઉત્સાહ.
કેટલીક ટેકનિકલ બાબતોમાં, અમ્પાયરોની સલાહ પણ લેવામાં આવે છે...અથવા તેમનું અવલોકન પણ કરી શકાય છે. જોકે અમ્પાયરો ફક્ત પોતાના મંતવ્યો જ આપી શકે છે, પરંતુ સમગ્ર નિર્ણય પ્રસારણકર્તા પાસે રહે છે.
Related Posts
Top News
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે
Opinion
