USના વીઝા મળી ગયા એટલે ખુશ ના થઈ જતા, ટ્રમ્પ સરકારની એક ટ્વીટે વધારી દીધું ટેન્શન

ડોનાલ્ડ ટ્રમ્પ જે દિવસથી અમેરિકાની સત્તા પર આવ્યા છે, ત્યારથી માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ આખી દુનિયામાં હલચલ મચી ગઈ છે. ટ્રમ્પની ટેરિફ પૉલિસી તેમજ ઇમિગ્રેશન નિયમોથી આખી દુનિયામાં ઉથલ-પાથલ મચી ગયો છે. જ્યારથી ટ્રમ્પ ફરી સત્તામાં આવ્યા છે, ત્યારથી અમેરિકન પ્રશાસન ઈમિગ્રેશનના નિયમોને લઈને ભારે કડકાઈ દેખાડી રહ્યું છે. અમેરિકાએ હાલના દિવસોમાં હજારો ગેરકાયદેસર અપ્રવાસીઓને ડિપોર્ટ કર્યા છે અને તેમાં સેંકડો ભારતીયો પણ સામેલ છે. આ દરમિયાન, અમેરિકન પ્રશાસને અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સ માટે ચેતવણી જાહેર કરી છે, જેણે લાખો-કરોડો લોકોની ચિંતા વધારી દીધી છે.

visa1
acko.com

 

અમેરિકન સરકારના વિભાગે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. વિભાગે આ પોસ્ટમાં લખ્યું છે કે, વિઝા જાહેર થયા બાદ યુ.એસ. વિઝા સ્ક્રિનિંગ બંધ થતી નથી. અમે વિઝા ધારકોની સતત તપાસ કરીએ છીએ, જેથી એ સુનિશ્ચિત થઇ શકે કે તેઓ અમેરિકાના બધા કાયદાઓ અને ઇમિગ્રેશન નિયમોનું પાલન કરે છે. જો કોઈપણ વિઝા ધારક અમેરિકાના તમામ કાયદાઓ અને ઈમિગ્રેશન નિયમોનું પાલન નથી કરતા તો અમે તેમના વિઝા રદ કરીશું અને તેમને ડિપોર્ટ કરી દઇશું. એટલે કે જે લોકોને અમેરિકામાં કામ કરવા અને રહેવા માટે વિઝા મળી ગયા છે તેઓ સતત અમેરિકન પ્રશાસનની રડાર પર રહેશે.

તમને જણાવી દઈએ કે, અમેરિકાનું ગ્રીન કાર્ડ કે પરમેનન્ટ રેસિડન્સ કાર્ડ, પ્રવાસીઓને સંયુક્ત રાજ્ય અમેરિકામાં સ્થાયી રૂપે ધોરણે કામ કરવા અને રહેવાની મંજૂરી આપે છે. જોકે, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે એ વાત પર ભાર આપતા કહ્યું હતું કે, ગ્રીન કાર્ડ હોવાથી અનિશ્ચિતકાલિન નિવાસની ગેરંટી મળતી નથી. એવામાં અમેરિકામાં રહેતા તમામ ભારતીય ગ્રીન કાર્ડ ધારકોમાં વચ્ચે તણાવ વધી ગયો છે. તેની સાથે અમેરિકામાં રહેનારા જે ભારતીયો થોડા સમય માટે પોતાના દેશમાં પરત ફરવા માગે છે તેઓ પણ અલગ ટેન્શનમાં છે. તેમને ડર છે કે જો તેઓ ભારત આવ્યા તો નવા નિયમોને કારણે તેઓ ફરીથી અમેરિકા પરત ફરી નહીં શકે.

Yashwant-Verma3
legaleraonline.com

 

visa2
countryandpolitics.in

 

અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટેના નિયમો અને નિયમો

બધા સંઘીય, રાજ્ય અને સ્થાનિક કાયદાઓનું પાલન કરો.

સંઘીય, રાજ્ય અને સ્થાનિક આવકવેરાની ચૂકવણી કરો.

જો તમે 18 છી 26 વર્ષની વચ્ચેના પુરુષ છો, તો પસંદગીપૂર્ણ સેવા (યુ.એસ. સશસ્ત્ર બળ) સાથે રજિસ્ટ્રેશન કરાવો.

તમારી ઇમિગ્રેશન સ્થિતિ બનાવી રાખો.

તમારી સ્થાયી નિવાસીની સ્થિતિનું પ્રમાણ દરેક સમયે તમારી સાથે રાખો.

જ્યારે પણ તમે ક્યાંક જાવ તો 10 દિવસની અંદર પોતાનું સરનામું ઓનલાઈન બદલો કે USCISને લેખિત રૂપે ઉપલબ્ધ કરાવો.

About The Author

Related Posts

Top News

આવકવેરા વિભાગે પોર્ટલ પર 'ઈ-પે ટેક્સ' સુવિધા શરૂ કરી, કરદાતાઓને મળશે આ સુવિધા

આવકવેરા વિભાગે મંગળવારે તેના પોર્ટલ પર ઇ-પે ટેક્સ સુવિધા શરૂ કરી. તેના શરૂઆત થવાથી કરદાતાઓ માટે કર ચૂકવવાનું ખૂબ સરળ...
Money 
આવકવેરા વિભાગે પોર્ટલ પર 'ઈ-પે ટેક્સ' સુવિધા શરૂ કરી, કરદાતાઓને મળશે આ સુવિધા

કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા...
Sports 
કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.