હજારો ફૂટની ઊંચાઈએ ફ્લાઇટનો દરવાજો ખૂલ્યો, વસ્તુઓ લાગી ઉડવા, જુઓ Video

ફ્લાઈટ દરમિયાન અચાનક પ્લેનનો દરવાજો ખુલી ગયો. જેના કારણે પ્લેનમાં સવાર 25 યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સનો જીવ અધ્ધર લટકી ગયો હતો. વિમાને વિશ્વના સૌથી ઠંડા પ્રદેશમાંથી ઉડાન ભરી હતી. મગન નામની જગ્યા જ્યાંથી પ્લેન ઉડ્યું ત્યાંનું તાપમાન -41 ડિગ્રી સેલ્સિયસ હતું. અચાનક દરવાજો ખોલવાને કારણે મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી. સૂત્રોના અહેવાલ મુજબ, એરો એન્ટોનોવ-26 પ્લેન (AN-26 પ્લેન)એ 9 જાન્યુઆરીએ રશિયાના યાકુતિયાના સાઇબેરીયન ક્ષેત્રના મગનથી ટેકઓફ કર્યું હતું, આ પ્લેન મગાડન જવાનું હતું. એટલામાં પ્લેનનો દરવાજો ખુલ્યો. પ્લેનમાં જ હાજર એક મુસાફર આ ઘટનાનો વીડિયો બનાવવા લાગ્યો.

પ્લેનનો દરવાજો જે ખુલ્લો હતો તેનો ઉપયોગ સામાનના લોડિંગ અને અનલોડિંગ માટે થાય છે. આ દરવાજો ખોલતાની સાથે જ તેજ ગતિના પવનને કારણે પ્લેનની અંદરના પડદા ઉડવા લાગ્યા હતા. કડકડતી ઠંડીના કારણે મુસાફરો પણ ધ્રૂજવા લાગ્યા હતા.

ઈમરજન્સીની સ્થિતિ જોઈને પાઈલટે પ્લેનને મગનમાં લેન્ડ કરવાનો નિર્ણય લીધો. પ્લેન સુરક્ષિત રીતે ઉતરી તો ગયું. પરંતુ, આ નાટકીય ઘટનાને કારણે પ્લેનની અંદરના તાપમાનમાં ભારે ઘટાડો થઇ ગયો હતો. જ્યારે પ્લેન મગનથી ટેકઓફ થયું ત્યારે તાપમાન -41 ડિગ્રી સેલ્સિયસ હતું.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્લેનમાં સવાર તમામ 25 લોકોના જીવ બચી ગયા છે. કોઈ વ્યક્તિને કોઈ નુકસાન થયું નથી. જોકે, પ્લેનમાં સવાર કેટલાક લોકોની ટોપીઓ ચોક્કસપણે ઉડી ગઈ હતી. જ્યારે, અન્ય એક અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાને કારણે ઘણા મુસાફરોનો સામાન પણ પડી ગયો હતો.

112 ન્યૂઝ આઉટલેટ દ્વારા શેર કરવામાં આવેલ ઘટનાનો અન્ય એક વીડિયોમાં ઠંડીને કારણે પ્લેનમાં સવાર મુસાફરોની હાલત બગડતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં એક મુસાફર કહી રહ્યો છે કે, એક વ્યક્તિ હવામાં ઉડીને બહાર નીકળી જ જવાનો હતો.

એક ઉડ્ડયન નિષ્ણાતે જણાવ્યું કે, AN-26 મોડલના ડબલ એન્જિનવાળા પ્લેન હવે ઉપયોગમાં લેવાતા નથી. પ્લેનની લોકીંગ સિસ્ટમની નિષ્ફળતાને કારણે નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત જોવા મળ્યા હતા. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ પ્લેન 1970માં સોવિયત યુનિયન દ્વારા બનાવવામાં આવ્યું હતું, 1986માં આ પ્લેનનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું.

સૂત્રોએ આપેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વિમાને મગન નામના વિસ્તારમાંથી ઉડાન ભરી હતી. તે વિશ્વનું સૌથી ઠંડુ શહેર છે. આ શહેર યાકુતિયા ક્ષેત્રની રાજધાની પણ છે. ત્યારપછી અહીં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.

Top News

'સિતારે જમીન પર'નું ટ્રેલર ખૂબ જ શક્તિશાળી છે...આ રહ્યા તેના 5 કારણ, જોરદાર કોમેડી, સંદેશ...

જ્યારથી આમિર ખાને 'સિતારે જમીન પર' ફિલ્મ સાથે પાછા ફરવાની જાહેરાત કરી છે, ત્યારથી દર્શકો રાહ જોઈ રહ્યા છે...
Entertainment 
'સિતારે જમીન પર'નું ટ્રેલર ખૂબ જ શક્તિશાળી છે...આ રહ્યા તેના 5 કારણ, જોરદાર કોમેડી, સંદેશ...

દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો

ઓપરેશન સિંદુર પછી દેશમાં સિવિલ ડિફેન્સની ચર્ચા ઉભી થઇ છે. સિવિલ ડિફેન્સ એટલે નાગરિકોનું બનેલું સ્વંયસેવક દળ. આમા માનદ સેવા...
Gujarat 
દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો

5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ચીન-અમેરિકા ટેરિફ, ભારત-પાકિસ્તાન તણાવ અને જિયો પોલિટિકલ ટેંશનને કારણે બજારમાં દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, બિઝનેસ ટુડે...
Business 
 5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-05-2025 દિવસ: ગુરુવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે.  પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છાથી તમે ઉતાવળમાં રહેશો, જેનાથી તમારા પૈસા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.