માથાના દુઃખાવાની ફરિયાદ કરતી હતી મહિલા, તપાસ કરી તો ડૉ. પાસે એક જ હતું ઓપ્શન

મહિલાનું સાઇનસનું સંક્રમણ મહિલાના મગજમાં ફેલાઈ ગયું. ડૉક્ટર્સે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ખોપરીના હાડકાંને હટાવવા સિવાય કોઈ ઓપ્શન નહોતું. ડૉક્ટરે જણાવ્યું કે, સાઇનસનું સંક્રમણ પાતળા અને નાના હડકાંમાંથી અલગ થઈને ઘણી જગ્યાઓ પર ફ્લૉટ થતું જઈ રહ્યું હતું, જેના કારણે તેની સારવારનું એકમાત્ર ઓપ્શન રૂપે તેના મગજના હિસ્સાને હટાવવું પડ્યું. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, સૈન જોસ, કેલિફોર્નિયાની રહેવાસી 26 વર્ષીય નતાશા ગૂંથર સેન્ટાના, વર્ષ 2021માં પાંચ અલગ અલગ સાઇનસ સંક્રમણથી પીડિત થઈ હતી.

તેના સંક્રમણની સારવાર એન્ટિબાયોટિકથી ચાલી રહી હતી, પરંતુ અચાનક સેન્ટાનાએ અનુભવ થયું કે તેની દવાઓની અસર સમાપ્ત થઈ ગઈ છે. મહિલાને ગંભીર માગથાનો દુઃખાવો, વારંવાર ઊલટી થવા લાગી, સતત મૂડ સ્વિંગ અને ગુસ્સાળું પ્રવૃત્તિનું બનાવી દીધું. મહિલા જ્યારે ડૉક્ટર પાસે પહોંચી તો સ્કેન બાદ ખબર પડી કે તેના બ્રેનમાં એક દોષપૂર્ણ જીનનું સંક્રમણ થયું હતું, જે સિન્થેસિસને રોકે છે. આ સિન્થેસિસની પ્રક્રિયા બાહ્ય બીમારીના આક્રમણને રોકે છે.

ડૉક્ટરે કહ્યું કે, જ્યાં એન્ટિબાયોટિકની અસર થઈ રહી નથી, સારવાર માટે કોઈ ઓપ્શન નથી, સિવાય સ્કેન. સ્કેન બાદ ડૉક્ટરોએ જણાવ્યું કે, મહિલાની ખોપરીના હિસ્સાને હટાવવા સિવાય કોઈ ઓપ્શન નથી. ડૉક્ટરોએ મહિલાની ખોપરીના એક હિસ્સાને હટાવીને તેના સાઇનસના ફોલ્લા હટાવી દીધા. સેન્ટાનાની ડિસેમ્બર 2021માં મસ્તિષ્ક સર્જરી થઈ, જેના માટે તેની ખોપરીનો અડધો હિસ્સો કાઢવો પડ્યો. હવે તેના કાનની ડાબી તરફ એક છેદ થઈ ગયો છે અને તેના આખા માથામાં ઇજાના નિશાન છે. ડૉક્ટરોએ ફોલ્લાથી મવાદ અને ઘણી સંક્રામક બીમારીઓને હટાવી દીધી હતી. ડૉક્ટરો બતાવી ન શક્ય કે મસ્તિષ્કમાં ફોલ્લા કેમ વિકસિત થયા.

સાઇનસ સંક્રમણના લક્ષણ:

તીવ્ર કે પછી જીર્ણ, સાઇનસ સંક્રમણના લક્ષણ મોટા ભાગે ગંભીર સમય દરમિયાન કે શરદી કે ચાલી રહેલા એલર્જીક રાઈનાઇટિસના લક્ષણો બાદ વિકસિત થાય છે. સાઈન્સાઈટિસના સૌથી સામાન્ય લક્ષણ માથા અને ગળામાં દર્દનાક દબાવ છે. અન્ય લક્ષણોમાં, ખાસી, ગાઢ પીળું-લીલું નાકાથી સ્ત્રાવ, નાક ટપકવું, મોટા ભાગે ખરાબ સ્વાદ સાથે, દાંતનો દુઃખાવો, નાક બંધ, ગંધની ભાવના જવી, માથાનો દુઃખાવો, થાક, ગળામાં ખારાસ, ચહેરાની કોમળતા, કાનનો દબાવ, સામાન્ય તાવ વગેરે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.