‘પત્ની પુરુષ નહીં મહિલા છે…’, ફ્રાન્સના રાષ્ટ્રપતિ હવે અમેરિકન કોર્ટમાં આ વાતને સાબિત કરશે

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અમેરિકાની કોર્ટમાં સાબિત કરશે કે તેમની પત્ની બ્રિગિટ મેક્રોન પુરુષ નથી, પરંતુ એક મહિલા છે. તેના માટે કોર્ટમાં વૈજ્ઞાનિક પુરાવા અને ફોટોગ્રાફ્સ રજૂ કરશે. તેઓ અમેરિકન કોર્ટમાં ચાલી રહેલા માનહાનિના કેસ સાથે જોડાયેલા પુરાવા આ પુરાવા રજૂ કરશે. આ કેસ બ્રિગિટ મેક્રોને અમેરિકન પોડકાસ્ટર કેન્ડેસ ઓવેન્સ વિરુદ્ધ દાખલ કર્યો હતો

કેન્ડેસ ઓવેન્સ કન્ઝર્વેટિવ અમેરિકન આઉટલેટ ડેઇલી વાયરની પૂર્વ કોમેન્ટેટર છે. તે દક્ષિણપંથી વિચારધારાને માનનારી અને રૂઢિચુસ્ત વિચારો ધરાવે છે. તેણે દાવો કર્યો હતો કે બ્રિગિટ મેક્રોન એક મહિલા નથી, પરંતુ એક પુરુષ છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે પોતાના દાવાને સાબિત કરવા માટે પોતાની સંપૂર્ણ પ્રતિષ્ઠા જોખમમાં મૂકવા તૈયાર છે.

Emmanuel-Macron1
thelallantop.com

ઇમેન્યુઅલ મેક્રોનના વકીલ ટોમ ક્લેયરે BBC પોડકાસ્ટમાં કેસ પર વાત કરતા કહ્યું કે, આ દાવાઓ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિગિટ મેક્રોન માટે ખૂબ જ ધ્યાન ભટકાવનારા હતા. હું એવું કહેવા માગતો નથી કે આનાથી તેમને કોઈપણ પ્રકારે તેમના લક્ષ્યથી ભટકાવી દેવામાં આવ્યા છે, પરંતુ કોઈપણ વ્યક્તિ જે કારકિર્દી અને પારિવારિક જીવનને સંતુલિત રાખે છે જ્યારે તેમના પરિવાર પર હુમલો થાય છે, ત્યારે તેને પરેશાન કરે છે. તેઓ તેનાથી મુક્ત નથી, ભલે તેઓ એક દેશના રાષ્ટ્રપતિ હોય.

ક્લેયરે જણાવ્યું હતું કે, બ્રિગિટ મેક્રોનના મહિલા હોવાના પુરાવા રજૂ કરવામાં આવશે, જે સાયંટિફિક હશે. મેક્રોન દંપતી તેમના પરના આરોપો ખોટા છે તે સાબિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. BBC પોડકાસ્ટમાં ટોમ ક્લેયરને પૂછવામાં આવ્યું હતું કે શું બ્રિગિટ મેક્રોન ગર્ભવતી હોવાના અને બાળકોના પાલન-પોષણના ફોટા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેના પર તેમણે કહ્યું કે એવી તસવીરો છે અને જો જરૂરી હોય તો નિયમો અનુસાર, કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Emmanuel-Macron3
globalnews.ca

બ્રિગિટ મેક્રોન પર આરોપ લગાવનાર કેન્ડેસ ઓવેન્સના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે અને તેણે વારંવાર દાવો કર્યો છે કે બ્રિગિટ મેક્રોન એક મહિલા નથી, પરંતુ એક પુરુષ છે. BBC અનુસાર, બ્રિગિટ મેક્રોન પર અગાઉ પણ આવા જ આરોપ લાગી ચૂક્યા છે. 2021માં, ફ્રેન્ચ બ્લોગર્સ અમાન્ડાઇન રોય અને નતાશા રેએ યુટ્યુબ પર એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે તે મહિલા નથી. તેના પર બ્રિગિટ મેક્રોને ફ્રાન્સમાં રોય અને રે સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં 2024માં તેમને જીત મળી હતી

જોકે, 2025માં અભિવ્યક્તિની સ્વતંત્રતાના આધારે આ નિર્ણય ઉથલાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ જુલાઈમાં મેક્રોને અમેરિકામાં કેન્ડેસ ઓવેન્સ સામે કેસ દાખલ કર્યો હતો. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઓવેન્સે ખોટા દાવા કર્યા હતા અને પબ્લિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ તથ્યો અને પુરાવાઓને અવગણ્યા હતા અને તેમણે તેના દાવાઓ દ્વારા જુઠ્ઠાણું ફેલાવનારાઓને પ્રોત્સાહન આપ્યું હતું. એમેન્યુઅલ મેક્રોને ઓગસ્ટમાં ફ્રેન્ચ મેગેઝિન પેરિસ મેચ સાથેની મુલાકાત કરતા જણાવ્યું હતું કે તેણે શા માટે કેસ દાખલ કર્યો.

તેમણે કહ્યું કે, મારા માટે આ મારા સન્માનનો બચાવ કરવાનો મામલો છે, કારણ કે આ બકવાસ છે. કેન્ડેસ ઓવેન્સ સારી રીતે જાણતી હતી કે તેની પાસે ખોટી માહિતી છે, છતા તેણે આ બધુ નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કર્યું. તેણે એક ખાસ વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે આમ કર્યું. તેના જવાબમાં કેન્ડેસ ઓવેન્સના વકીલોએ માગ કરી હતી કે મેક્રોનનો દાવો રદ કરવામાં આવે. તેમની તરફથી તર્ક આપવામાં આવ્યો હતો. કેસ ડેલાવેરમાં દાખલ કરવો જોઈતો નહોતો કારણ કે આ મામલો બિઝનેસ સાથે જોડાયેલો નથી, જે આ રાજ્યમાં નોંધાયેલ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.