- World
- આ દેશમાં સરકારી કર્મચારીઓને બિઝનેસ શરૂ કરવા માટે 1 વર્ષની પેડ લીવ મળશે
આ દેશમાં સરકારી કર્મચારીઓને બિઝનેસ શરૂ કરવા માટે 1 વર્ષની પેડ લીવ મળશે
સંયુક્ત અરબ અમીરાત એટલે કે, UAEએ પોતાના કર્મચારીઓ માટે એક વર્ષનું શાનદાર ગીફ્ટનું એલાન કર્યું છે. સરકારના આ પ્લાનનો ફાયદો સરકારી કર્મચારીઓને 2જી જાન્યુઆરીથી મળશે. સરકાર પોતાના કર્મચારોને બિઝનેસ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. બિઝનેસ કરવા માટે સરકારી કર્મચારી એક વર્ષ સુધી રજા લઇ શકે છે. આ દરમિયાન તેમને પગાર પણ મળતો રહેશે અને નોકરી પણ ચાલુ રહેશે. એટલે કે, એક વર્ષ પછીથી નોકરી શરૂ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, UAE સરકાર તરફથી હાલ આ પ્રકારની ઘોષણા કરવામાં આવી છે.

દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે એલાન કર્યું છે કે, દેશમાં મંત્રી મંડળે વધારેમાં વધારે બિઝનેસને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ વાતની મંજૂરી આપી છે. UAEએ થોડા દિવસો પહેલા જ પોતાની સ્થાનિક આબાદી માટે એક સામાજિક કલ્યાણ કાર્યક્રમ ચલાવ્યું હતું. હવે આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને આ ઓફર આપવામાં આવી છે.
શેખ મોહમ્મદે કહ્યું કે, અમે સરકારમાં કામ કરનારા કર્મચારીઓ માટે આ મોટો નિર્ણય લીધો છે. જો તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માગે છે તો એક વર્ષની રજા મળશે. તેમણે કહ્યુંકે, આ નિર્ણયનો હેતુ આપણા દેશના યુવાઓને આપણી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા તરફથી મળી રહેલા બિઝનેસના અવસરોનો લાભ ઊઠાવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. રજા દરમિયાન કર્મચારીઓને અડધો પગાર મળશે. આ દરમિયાન તેની નોકરી પણ ચાલુ જ રહેશે. એટલે કર્મચારી એક વર્ષ પછી ફરીથી પોતાની નોકરી જોઇન કરી શકશે. આ રજા કર્મચારીઓ જેના માટે કામ કરે છે તેમના ફેડરલ ઓથોરિટીના પ્રમુખ મંજૂર કરશે.

સરકારના આ પગલાની કેટલાક એક્સપર્ટ્સે સરાહના પણ કરી છે. જ્યારે કેટલાક લોકો સલાહ પણ આપી રહ્યા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ યોજનાના શરૂ થવા પર મોટી સંખ્યામાં લોકો વર્કફોર્સથી બહાર નીકળી શકે છે. એવામાં સરકારને આ ગેપને ભરવાની જરૂર પડશે. સરકારનું આ પગલું સારું છે. એવામાં વધારેમાં વધારે લોકોને રોજગાર મળશે. તેની સાથે જ લોકોને પોતાનું પેશન ફોલો કરવાનો પણ મોકો મળશે. આ યોજનાથી લોકોને એ વિશ્વાસ રહેશે કે, તેમની નોકરીને કોઇ પ્રકારનું જોખમ નથી. એવામાં તેઓ આત્મવિશ્વાસની સાથે પોતાનો કારોબાર શરૂ કરી શકશે.

