- World
- ચીન બોર્ડર પાસે ભારત અને અમેરિકાની સેના કરશે યુદ્ધાભ્યાસ, જાણો શું છે પ્લાન
ચીન બોર્ડર પાસે ભારત અને અમેરિકાની સેના કરશે યુદ્ધાભ્યાસ, જાણો શું છે પ્લાન

ચીનની સાથે તણાવ વચ્ચે ભારત અને અમેરિકાની સેના ઓક્ટોબરમાં ઉત્તરાખંડના ઔલીમાં LAC ની નજીક સૈન્યાભ્યાસ કરશે. રક્ષા વિભાગના એક સૂત્રએ જણાવ્યું કે બંને સેના વચ્ચે આ યુદ્ધાભ્યાસ 14 થી 31 ઓક્ટોબર સુધી થવાનો છે. જેનો હેતુ ભારત અને અમેરિકાની સેના વચ્ચે સમજ, સહયોગ અને અંતર-સંચાલનને વધારવાનો છે.
ચીન સીમા (LAC) પર તણાવ વચ્ચે ભારત અને અમેરિકાની સેના ઓક્ટોબરમાં ઉત્તરાખંડના ઔલીમાં સૈન્યાભ્યાસ કરશે. ભારત અને અમેરિકાની સેના વચ્ચે મિલિટ્રી એકસરસાઈઝનું 18મું સંસ્કરણ છે. આ યુદ્ધાભ્યાસ એક વર્ષ અમેરિકા અને એક વર્ષ ભારતમાં થાય છે. ગયા વર્ષે યુદ્ધાભ્યાસ અમેરિકાના અલાસ્કામાં કરવામાં આવ્યું હતું. તેથી આ વર્ષે ભારતમાં થવા જઈ રહ્યું છે.
રક્ષા વિભાગના જણાવ્યા પ્રમાણે બંને સેના વચ્ચે આ યુદ્ધાભ્યાસ 14 થી 31 ઓક્ટોબર સુધી થવાનું છે. જેનો હેતુ બંને સેનાઓ વચ્ચે સહયોગ વધારવાનો છે. ભારત-અમેરિકા રક્ષા સંબંધ છેલ્લા થોડા વર્ષોથી મજબૂત થઈ રહ્યાં છે. જૂન 2016 માં અમેરિકાએ ભારતને પ્રમુખ રક્ષા ભાગીદાર થી નિયુક્ત કર્યું હતું.
બંને દેશોએ છેલ્લાં થોડા વર્ષોમાં મહત્વપૂર્ણ રક્ષા અને સુરક્ષા માટેના કરાર પણ કર્યા છે, જેમાં 2016 માં લોજીસ્ટીક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ(LEMOA) નો પણ સમાવેશ થાય છે, જે તેમની સેનાને સપ્લાય થયેલા હથિયારોનું સમારકામ અને ફરીથી ભરવા માટે એકબીજાની જગ્યાઓનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે અને સાથે જ સુરક્ષા આપે છે. બંને સેનાને 2018 માં COMCASA (કમ્યુનિકેશન્સ કમ્પેટીબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ) પર પણ હસ્તાક્ષર કર્યા, જે બંને સેના વચ્ચે અંત-સંચાલનનું પ્રદાન કરે છે અને અમેરિકાથી ભારતને ઉચ્ચ ટેકનોલોજીના વેચાણની જોગવાઈ કરે છે.
બારાહોતીમાં ચીનના સૈનિકોએ કરી હતી આવી હરકત
ઉત્તરાખંડના ઔલીમાં થઈ રહેલો આ વખતનો યુદ્ધાભ્યાસ એટલે પણ મહત્વપૂર્ણ છે કારણકે ઉત્તરાખંડના બારાહોતી ક્ષેત્રમાં આગળના વર્ષમાં સપ્ટેમ્બરમાં ચીનના સૈનિકોએ નાપાક હરકત કરી હતી. ચીની સૈનિક ભારતીય સીમાની અંદર આશરે 5 કિમી સુધી ઘુસી ગયા હતા. જો કે થોડા જ કલાકોમાં આ સૈનિકો પરત ફરી ગયા હતા. કહેવામાં આવે છે કે બારાહોતીમાં એક એવું ગોચર છે જેને લઈને બંને દેશો વચ્ચે વિવાદ છે. આ ગોચર 60 સ્કેવર કિમી ક્ષેત્રમાં ફેલાયેલું છે.
Related Posts
Top News
આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા
સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો
એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું
Opinion
