- World
- ઘરોથી બહાર ન નીકળે ભારતીય, આ દેશમાં ભારતીય દૂતાવાસની સલાહ, અત્યાર સુધી 97ના મોત
ઘરોથી બહાર ન નીકળે ભારતીય, આ દેશમાં ભારતીય દૂતાવાસની સલાહ, અત્યાર સુધી 97ના મોત

સૂડાનની રાજધાની ખાર્તૂમમાં ચાલી રહેલી વ્યાપક હિંસા વચ્ચે ત્યાં ભારતીય દૂતાવાસ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા પોતાના તાજા પરામર્શમાં ભારતીયોને પોતાના ઘરોથી બહાર ન નીકળવા અને શાંત રહેવા કહ્યું છે. રવિવારે દૂતાવાસે કહ્યું હતું કે, ખાર્તૂમમાં ગોળીઓ લાગવાથી ઇજાગ્રસ્ત એક ભારતીય નાગરિકનું મોત થઈ ગયું છે. ખાર્તૂમમાં હિંસા શરૂ થયા બાદ જાહેર કરવામાં આવેલા પોતાના બીજા પરામર્શમાં ભારતીય મિશને કહ્યું કે, હાલની જાણકારીના આધાર પર બીજા દિવસે પણ લડાઈમાં કોઈ કમી આવી નથી.
તેમણે આગળ કહ્યું કે, અમે ભારતીયોને આગ્રહ કરીએ છીએ કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે અને બહાર ન નીકળે. આ અગાઉ રવિવારે વિદેશ મંત્રી એસ. જયશંકારે ભારતીય નાગરિકના મોત પર સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે, ખાર્તૂમની સ્થિતિ ચિંતાજનક બનેલી છે અને ભારત એ દેશના ઘટનાક્રમ પર નજર રાખશે. તેઓ ભારતીય નાગરિકના મોતથી ખૂબ દુઃખી છે. તેમણે ટ્વીટ કરી કે, ‘દૂતાવાસ પરિવારને પૂરી રીતે સહાયતા આપવા માટે દરેક સંભવિત પ્રયાસ કરી રહ્યું છે.’
Please stay calm and peaceful. Stay away from open spaces like balconies or terrace. Keep essentials - medicine, water, money, passport, OCI card food ready with you to ensure easy mobility, when feasible.
— India in Sudan (@EoI_Khartoum) April 16, 2023
શનિવાર સૂડાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને વધુ સાવધાની રાખવા અને ઘરોમાં રહેવાની સલાહ આપી. દૂતાવાસે ટ્વીટ કરીને ભારતીયોને શાંત રહેવા અને અદ્યતન જાણકારીઓની રાહ જોવાનો પણ આગ્રહ કર્યો હતો. ભારતીય દૂતવાસે ટ્વીટ કર્યું કે, બધા ભારતીયો માટે સૂચના. કથિત ગોળીબારી અને ઘર્ષણોને ધ્યાનમાં લઈને બધા ભારતીય સાવધાની રાખવા અને તાત્કાલીન પ્રભાવથી ઘર બહાર ન નીકવાની સલાહ આપવામાં આવે છે. કૃપયા શાંત રહો અને અદ્યતન જાણકારીઓની પ્રતિક્ષા કરો.’
સત્તાવાર આંકડાઓ મુજબ, સૂડાનમાં લગભગ 4,000 ભારતીય રહે છે, જેમાંથી 1200 થોડા વર્ષો અગાઉ ત્યાં જ વસી ગયા. સૂડાનની સેનાએ ઓકટોબર 2021માં તખ્તાપલટ કરીને સત્તા પર કબજો કરી લીધો હતી અને ત્યારથી ત્યાં એક સંપ્રભુ પરિષદના માધ્યમથી દેશ ચલાવી રહી છે. સૂડાન પર નિયંત્રણને લઈને દેશની સેના તેમજ શક્તિશાળી અર્ધસૈનિક બળ વચ્ચે સોમવારે સતત ત્રીજા દિવસે પણ ઘર્ષણ ચાલુ રહ્યું અને છેલ્લા 2 દિવસમાં આ સંઘર્ષમાં 97 સામાન્ય લોકોના મોત થઈ ગયા છે.