- World
- Video: લટાર મારતો સિંહ વ્યક્તિની સામે આવી પહોંચ્યો, પથ્થર બની બેસી રહ્યો વ્યક્તિ
Video: લટાર મારતો સિંહ વ્યક્તિની સામે આવી પહોંચ્યો, પથ્થર બની બેસી રહ્યો વ્યક્તિ

સોશિયલ મીડિયા પર જંગલ સફારીને એક વીડિયો જોરશોરથી શેર થઈ રહ્યો છે. જે જોતા રૂવાડાં ઊભા થઈ જાય એમ છે. કારણ કે આ વીડિયોમાં એવું જોવા મળ્યું છે કે, એક સિંહ પ્રવાસીઓની કાર સુધી આવી જાય છે. વીડિયોમાં જોતા એવું લાગે છે કે, તે પ્રવાસીઓ પર હુમલો કરી દેશે. સિંહ પ્રવાસીઓની કારની એટલી નજીક પહોંચી જાય છે કે, એને જોઈને એવું લાગે છે કે, તે શિકાર કરવાની તૈયારી કરી રહ્યો છે. પણ વીડિયો આગળ જોતા એ વાત સમજાય છે કે, કોઈ કારણ વગર સિંહ હુમલો કરતો હતો.
આ વીડિયો ક્યારનો છે એ અંગે કોઈ વિગત સામે આવી નથી. રૂવાડાં ઊભા કરી દેતો સિંહનો આ વીડિયો આફ્રિકાના Sabi Sabi Reserveનો હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જંગલ સફારીનો આનંદ માણવા માટે નીકળેલા પ્રવાસીઓ એક કારમાં બેઠા છે. નાની કેડી પર બે કાર સામસામે આવી જાય છે. એ જ સમયે બે કાર વચ્ચેથી સિંહ લટાર મારતો આવે છે. ગાડીની બોનેટ પાસે બેઠેલા વ્યક્તિની એકદમ નજીક આવી જાય છે. એટલો નજીક કે સિંહને જોઈને વ્યક્તિના હોંશ ઉડી જાય છે.
સિંહ જેવો એની નજીક જાય છે ત્યારે વ્યક્તિ પોતાના શ્વાસ રોકીને પથ્થર બનીને બેસી રહે છે. એક પણ ક્ષણ માટે તે હલતો નથી. વ્યક્તિને આવી રીતે જોઈને સિંહ પણ કંઈ કરવાના બદલે ત્યાંથી ચાલતી પકડે છે. રૂવાડાં ઊભા કરી દેતો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર Richard.Degouveiaનામના પેજ પર પોસ્ટ કરાયો છે.
જેના કેપ્શનમાં એવું લખ્યું છે કે, ટ્રેકર્સ સીટ પર જ્યારે સિંહ આવે ત્યારે તમે કેવું મહેસુસ કરો છો? Sabi Sabi Reserveના પ્રાણીને વર્ષોથી ખબર છે કે, તે પોતાની આસપાસ વાહનોની હાજરીને કોઈ ધ્યાન આપતા નથી. એવું કહી શકાય છે કે, અહીં દુનિયાના અવિશ્વસનીય કહી શકાય એવા ખેલ જોવા મળશે.
અત્યાર સુધીમાં આ વીડિયો પર 83000 થી વધારે લાઈક્સ મળ્યા છે. લાખો વ્યૂ મળી ચૂક્યા છે. ઘણા યુઝર્સે આના પર કોમેન્ટ કરી છે એક વ્યક્તિએ એવું લખ્યું કે, જેવો સિંહ પ્રવાસીઓની કાર વચ્ચે આવ્યો તો મારા શ્વાસ થંભી ગયા હતા. બીજા એક યુઝર્સે કહ્યું કે, બની શકે છે કે, સિંહે થોડા સમય પહેલા જ શિકાર કર્યો હોય. એને ભૂખ ન લાગી હોય અન્યથા આ પ્રાણી ગમે એનું કામ મિનિટોમાં તમામ કરી શકે એમ છે.
Related Posts
Top News
આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા
સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો
એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું
Opinion
