‘તમે કોઈ બીજી નોકરી શોધી લો..’, પુતિન-ભારતને લઈને પત્રકારે પૂછી લીધો તીખો સવાલ તો બોખલાયા ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્યારે બોખલાઈ ગયા, જ્યારે દ્વિપક્ષીય બેઠક દરમિયાન એક પોલિશ પત્રકારે તેમને પૂછી લીધું તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે પોતાની નારાજગી હોવા છતા નક્કર કાર્યવાહી કેમ નથી કરી? પત્રકારના આ સવાલ પર ટ્રમ્પ બોખલાઈ ગયા. પત્રકારના સવાલનો જવાબ આપતા કહ્યું કે, તમને કેવી રીતે ખબર પડી કે કાર્યવાહી નથી થઈ? પત્રકાર પર નારાજગી વ્યક્ત કરતા ટ્રમ્પે તો એમ પણ કહી દીધું કે હવે તમે જઈને બીજી નોકરી શોધી લો.

પત્રકારના સવાલનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના પ્રશાસને ભારત પર ગૌણ પ્રતિબંધો લગાવ્યા છે કારણ કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે પોતાના પ્રતિબંધોને કારણે રશિયાને સેંકડો અબજો ડોલરનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. પોલિશ પત્રકારના સવાલનો જવાબ આપતા અમેરિકાના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, રશિયા સાથે વ્યાપાર કરતા દેશો સામે બીજા અને ત્રીજા ચરણના પ્રતિબંધો લગાવવાનો વિચાર ચાલી રહ્યો છે. આ નિવેદન દ્વારા ટ્રમ્પે ન માત્ર રશિયા વિરુદ્ધ પોતાના કડક વલણનો પુનરોચ્ચાર કર્યો, પરંતુ રશિયાના સાથીઓ, ખાસ કરીને ભારતને સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ પણ કર્યો.

Trump
aljazeera.com

ઓવલ ઓફિસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોલેન્ડના રાષ્ટ્રપતિ કરોલ નવરોકી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી રહ્યા હતા. ત્યારબાદ, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે એક પોલેન્ડના પત્રકારે ટ્રમ્પને પુતિન-ભારતને લઈને સવાલ પૂછી લીધો, ત્યારે તેઓ નારાજ થઈ ગયા. ટ્રમ્પે પત્રકાર પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘તમને કેવી રીતે ખબર પડી કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? શું તમે કહો છો કે ચીનની બહાર સૌથી મોટા ખરીદદાર ભારત પર ગૌણ પ્રતિબંધો લગાવવા લગભગ સમાન છે? શું તમે કહો છો કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? તમારે કોઈ બીજું કામ શોધી લેવું જોઈએ.

 

જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીનની રાજધાની બીજિંગમાં આયોજિત એક હાઇ-પ્રોફાઇલ લશ્કરી પરેડમાં સ્ટેજ પર એકસાથે દેખાયા, ત્યારે તેને વૈશ્વિક કૂટનીતિ માટે સ્પષ્ટ સંદેશ માનવામાં આવ્યો. આ સંદર્ભમાં જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોસ્કો પર લગાવવામાં આવેલા ગૌણ પ્રતિબંધો બાબતે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે ભારત પર લાગવાવમાં લેવામાં પ્રતિબંધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘મારી સરકારે ભારત પર પ્રતિબંધો લગાવીને મોસ્કો વિરુદ્ધ કાર્યવાહી કરી ચૂકી છે. મેં ભારતના સંબંધમાં આમ પહેલાથી જ કરી દીધું છે, અને અમે અન્ય બાબતોમાં પણ આમ કરી રહ્યા છીએ.

Trump
indiatoday.in

ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું ચાલુ રાખવા બદલ અમેરિકાએ ભારત પર 25% રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો છે. આ સાથે રશિયા પાસેથી ભારત દ્વારા કરવામાં આવી રહેલા તેલ આયાત પર સીધો 25% વધારાનો ટેરિફ પણ લાગૂ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય 27 ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે. આ પગલાંની ચોખ્ખી અસર એ છે કે કેટલાક ભારતીય સામાન પર પ્રભાવી ટેરિફ દર 50% સુધી પહોંચી ગયો છે, જેના કારણે ભારત માટે અમેરિકન બજારમાં સ્પર્ધા કરવાનું વધુ મુશ્કેલ બની ગયું છે. ટ્રમ્પના મતે આ પ્રતિબંધો અને ટેરિફ રશિયાની અર્થવ્યવસ્થા પર દબાણ વધારવા માટેના રણનીતિક પગલું છે અને તે અમેરિકાની આ નીતિનો ભાગ છે જેના હેઠળ તે રશિયાના આંતરરાષ્ટ્રીય સાથીઓ પર આર્થિક દબાણ બનાવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

'ફક્ત ફોટા પડાવવા નહીં, હકીકતમાં કામ કરો'; જ્યારે બાંદા સૌથી ગરમ સ્થળ બન્યું ત્યારે IPS અધિકારીએ CM પાસે આ માંગ કરી

'જો આપણે આજે નહીં જાગીએ, તો આવનારી પેઢીઓ આપણને ક્યારેય માફ નહીં કરે...' આ શબ્દો કોઈ સામાન્ય...
National 
'ફક્ત ફોટા પડાવવા નહીં, હકીકતમાં કામ કરો'; જ્યારે બાંદા સૌથી ગરમ સ્થળ બન્યું ત્યારે IPS અધિકારીએ CM પાસે આ માંગ કરી

રણવીર સિંહ સામે ફરહાન અખ્તર લડી લેવાના મૂડમાં 'ડોન 3' નો વિવાદ FWICE પહોંચાડ્યો

બોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક ફરહાન અખ્તરે રણવીર સિંહ સાથેના 'ડોન 3'  ફિલ્મના વિવાદને હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ...
Entertainment 
રણવીર સિંહ સામે ફરહાન અખ્તર લડી લેવાના મૂડમાં 'ડોન 3' નો વિવાદ FWICE પહોંચાડ્યો

ભાજપના નીતિન નવીનની ખાલી થયેલી વિધાનસભા બેઠક પર હવે પ્રશાંત કિશોરની નજર

ગયા વર્ષે યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી (JSP) બેઠકોની દૃષ્ટિએ ખાતું પણ ખોલાવી શકી નહોતી...
Politics 
ભાજપના નીતિન નવીનની ખાલી થયેલી વિધાનસભા બેઠક પર હવે પ્રશાંત કિશોરની નજર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-05-2026 વાર - સોમવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.