છોકરો કાર સાથે અથડાયો અને માથું ધડથી અલગ, ડોક્ટરોએ ચમત્કાર કરી જોડી દીધું

ઇઝરાયેલના ડોક્ટરોએ કંઇક એવું કરી બતાવ્યું કે, જેને આખી દુનિયા ચમત્કાર કહી રહી છે. ડોક્ટરોએ એક 12 વર્ષમા છોકરાની એક અત્યંત અસામાન્ય અને જટિલ સર્જરી કરી છે કે, જેનું માથું એક દુર્ઘટનામાં ધડથી અલગ થઇ ગયું હતું. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલના એક રિપોર્ટ અનુસાર સાઇકલ ચલાવતી વખતે કાર સાથે અથડાયા બાદ ધડથી અલગ થઇ ગયેલા માથાને ડોક્ટરોએ ફરીથી જોડી દીધું છે. રિપોર્ટ અનુસાર, સુલેમાન હસ નામના એક 12 વર્ષના છોકરાની ખોપડી એક કાર દુર્ઘટનાના કારણે તેની કરોડરજ્જૂના મહત્વના ભાગથી અલગ થઇ ગઇ હતી.

આ સ્થિતિમાં વૈજ્ઞાનિક ભાષામાં બાયલેટરલ એટલાન્ટો ઓસીપીટલ જોઇન્ટ ડિસલોકેશન કહેવાય છે. એક્સિડન્ટ બાદ છોકરાને હવાઇ માર્ગે હાદાસાહ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવ્યો હતો, ત્યાં તેને ઇમરજન્સી સર્જરી માટે મોકલી દેવામાં આવ્યો હતો. ડોક્ટરો અનુસાર, તેનું માથું ગળાના બેસના ભાગથી લગભગ સંપૂર્ણ રીતે અલગ થઇ ગયું હતું. બાળકની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. જેમાં તે ડોક્ટરોની સાથે ઉભો છે.

આખા ઇલાજની દેખરેખ કરનારા ઓર્થોપીડિક સર્જન ડો. ઓહદ ઇનાવે મીડિયાને કહ્યું કે, આ સર્જરીમાં કેટલાક કલાક લાગ્યા અને ક્ષતિગ્રસ્ત હિસ્સામાં નવી પ્લેટો અને ફિક્સેશન લગાવવા પડે છે. તેમણે કહ્યું કે, અમે પોતાની જાણકારી અને ઓપરેટિંગ રૂમમાં હાજર આધુનિક ટેકનીકના કારણે બાળકોને બચાવી શક્યા. તેમણે કહ્યું કે, ટીમે છોકરાનું જીવન બચાવવા માટે ખૂબ સંઘર્ષ કર્યો. સર્જનોનું પણ કહેવું છે કે, બાળકનું બચવું એ કો ચમત્કારથી ઓછું ન હતું, કારણ કે, તેના બચવાની સંભાવના ફક્ત 50 ટકા જ હતી.

આ સર્જરી ગયા મહિને થઇ હતી. પણ ડોક્ટરોએ જુલાઇ મહિના સુધી તેના પરિણામો સાર્વજનિક નહોતા કર્યાં. હસનને હાલમાં જ સર્વાઇવલ સ્પ્લિન્ટના કારણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલે કહ્યું કે, તેની રિકવરી પર નજર રાખવામાં આવશે. ડો. ઇનાવે અખબારને કહ્યું કે, છોકરામાં કોઇ ન્યુરોલોજિકલ ખામી કે પછી મોટર ડિસફંકશન નથી અને તે સામાન્ય રૂપે વર્તન કરી રહ્યો છે. આટલી લાંબી પ્રક્રિયા બાદ વગર કોઇ મદદે ચાલી રહ્યો છે અને આ ખૂબ જ મોટી વાત છે.

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.