ઈરાન અને અમેરિકાના ત્રણ મોટા નિર્ણયો, ટ્રમ્પની બે શરતો માની, બદલામાં તેલ વેચાણ પ્રતિબંધો હટાવાયા

સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો સફળ થઇ રહી છે. ઈરાની પ્રતિનિધિમંડળે અમેરિકાની બે શરતો સ્વીકારી છે, જ્યારે અમેરિકન પ્રતિનિધિમંડળે ઈરાનને બે મોટી રાહત આપી છે. અમેરિકાએ ઈરાની તેલ નિકાસ પરના પ્રતિબંધો 60 દિવસ માટે હળવા કર્યા છે અને કતારમાં રાખવામાં આવેલા 6 બિલિયન ડોલરના ફ્રીઝ ભંડોળને મુક્ત કરવા સંમતિ આપી છે. તો, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને જહાજોના ટ્રાફિક માટે ખોલવા અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ને તેના પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપવા સંમત થયું છે.એવામાં, સંયુક્ત રાષ્ટ્ર (UN) પરમાણુ નિરીક્ષકો હવે ઈરાનમાં તૈનાત કરવામાં આવશે.

અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી દ્વારા ઈરાનને 60 દિવસનું લાઇસન્સ આપવામાં આવ્યું છે, જે 21 ઓગસ્ટ, 2026 સુધી માન્ય છે. આ લાઇસન્સ હેઠળ ઈરાન તેનું ક્રૂડ ઓઇલ વેચી શકશે, જેનાથી ભારત સહિત દેશો ઈરાની ક્રૂડ ઓઇલ ખરીદવાનું ફરી શરૂ કરી શકશે. ઈરાનને પેટ્રોકેમિકલ ઉત્પાદનો અને પેટ્રોલિયમ ડેરિવેટિવ્ઝની ડિલિવરી અને વેચાણ માટે પણ પરવાનગી મળી છે. જોકે, આ લાઇસન્સ ઉત્તર કોરિયા અથવા ક્યૂબા સાથે સંકળાયેલા વ્યવહારો પર લાગૂ પડતું નથી, કારણ કે બંને દેશો સામે અમેરિકાના પ્રતિબંધો અમલમાં છે.

US-Iran-Peace-Talks
nbcnews.com

તો અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા દરિયાઈ જહાજોની અવરોધ વિનાની અવરજવર સુનિશ્ચિત કરવા માટે અમેરિકાની શરત સ્વીકારી છે. ઈરાન પણ UN ન્યૂક્લિયર એજન્સી (IAEA) નિરીક્ષકોને દેશમાં પુનઃસ્થાપિત અને સંચાલન કરવાની મંજૂરી આપવા સંમત થયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે જે MoU પર હસ્તાક્ષર થયા છે, તેમાંલા 14 મુદ્દાઓ આવરી લે છે. જેના પર સંમતિ બનાવવા માટે સ્વિટ્ઝર્લૅન્ડમાં વાટાઘાટો થઇ. ઇરાની તેલ પર પ્રતિબંધોમાં છૂટઅને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોની બેરોકટોક અવરજવર બે મુખ્ય શરતો હતી જેના પર બંને રાષ્ટ્રો કરાર પર પહોંચ્યા.

ઈરાની સરકારી મીડિયાને આપેલા ઇન્ટર્વ્યૂમાં સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે જણાવ્યું હતું કે ઈરાનના ફ્રીઝ ભંડોળને જાહેર થવું મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. MoUની કલમ-11માં બે તબક્કામાં ઈરાનને $6-6 બિલિયનનું આપવાની જોગવાઈ છે, જે હવે મંજૂર થઈ ગઈ છે. આ બાબતે પ્રારંભિક કરાર કતારની મુલાકાત દરમિયાન થયો હતો, જ્યારે અંતિમ મંજૂરી સ્વિટ્ઝર્લૅન્ડમાં આપવામાં આવી હતી. કલમ 10 હેઠળ, અંતિમ કરાર થાય ત્યાં સુધી ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલ ઉત્પાદનો, બેંકિંગ, વીમા અને પરિવહન સંબંધિત પ્રતિબંધોમાંથી રાહત સુરક્ષિત કરવામાં આવી છે. ઈરાન આ સફળતાને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે થયેલા કરારમાં મળેલી પ્રારંભિક જીત તરીકે જુએ છે.

US-Iran-Peace-Talks2
clarionindia.net

સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા સાથેની વાટાઘાટો પછી, ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ઓમાન જવા રવાના થયા છે. બંને નેતાઓ ઓમાની સરકાર સાથે હોર્મુઝ સ્ટ્રેટના મેનેજમેન્ટ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે, જેનો ઉદ્દેશ્ય સ્ટ્રેટના મેનેજમેન્ટ અંગે ઈરાનની તૈયારીને મજબૂત બનાવવા અને દ્વિપક્ષીય સહયોગ વધારવાનો છે.

About The Author

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.