તેલે બગાડ્યો ખેલ... શેરબજાર ધડામ; હોર્મુઝ યુદ્વની મોટી સાઇડ ઇફેક્ટ

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે, અને ગલ્ફ રાષ્ટ્રો પણ મધ્ય-પૂર્વના યુદ્વથી સળગી રહ્યા છે. વૈશ્વિક તેલની માંગને પહોંચી વળવા માટે મહત્ત્વપૂર્ણ જળમાર્ગ હોર્મુઝની સામુદ્રધુની યુદ્ધનું મેદાન બની ગયો છે, અને ભારત સહિત વિશ્વભરના બજારોમાં તેના પરિણામો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. બીજી તરફ, તેલના ભાવે શેરબજારનો ખેલ બગાડી દીધો છે.

stock-market2
livemint.com

મંગળવારે ટ્રેડિંગ શરૂ થતા જ સેન્સેક્સ અને નિફ્ટી ફરી એકવાર ધડામ થઇ ગયા. BSEનો 30 શેરનો સેન્સેક્સ ખુલતા જ 500 પોઈન્ટથી વધુ ઘટ્યો, જ્યારે NSEનો નિફ્ટી પણ 150થી વધુ પોઈન્ટથી વધુ ઘટ્યો. મંગળવારે ટ્રેડિંગ શરૂ થતા જ સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો 'રેડ ઝોન'માં ખુલ્યા. BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 77616 થી નીચે આવીને 77,272 પર ખુલ્યો અને તેમાં ઘટાડાનો વેગ વધુ તીવ્ર બન્યો, જેના કારણે ઇન્ડેક્સ 77,063ના સ્તરની આસપાસ ટ્રેડ કરવા લાગ્યો. NSE નિફ્ટી-50 પણ સેન્સેક્સની જેમ પ્રદર્શન કરતો જોવા મળ્યો. તે સોમવારના બંધ 24,211 થી નીચે ખુલ્યા ત્યારબાદ, તે 24050ના સ્તર પર સરકી ગયો.

વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત ધીમી રહી. શરૂઆતના કારોબારમાં લગભગ 908 કંપનીઓના શેરોમાં વધારો જોવા મળ્યો, જ્યારે 1363 કંપનીઓ લાલ નિશાનમાં ખુલી, જે તેમના અગાઉના બંધની તુલનામાં ઘટાડાને લઇને લાલ નિશાન પર ખુલ્યા. આ ઉપરાંત, 165 શેરોમાં કોઇ બદલાવ ન જોવા મળ્યો.

stock-market1
economictimes.indiatimes.com

સૌથી વધુ આ શેરોમાં ઘટાડો જોવા મળ્યો

સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે બજારમાં થયેલા ઘટાડા વચ્ચે BSE લાર્જ-કેપ કેટેગરીમાં સામેલ ઇન્ડિગો (2.60%), બજાજ ફાઇનાન્સ (2.30%), HCL ટેક (2.15%) અને M&M (2%) કડાકા સાથે કારોબાક કરી રહ્યા હતા. મિડ-કેપ સેગમેન્ટમાં સામેલ અશોક લેયલેન્ડ (3%), TI ઇન્ડિયા (2.40%), મુથૂટ ફાઇનાન્સ (2.30%) અને HP (2%)નો કડાકો જોવા મળ્યો, જ્યારે સ્મોલ-કેપ કેટેગરીમાં PNB હાઉસિંગ (3.50%) અને એપોલો ટાયર્સ (2.80%) પણ કડાકો જોવા મળ્યો હતો.

About The Author

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.