- World
- કોણ છે ટોક્યો ચાયવાળી? ત્રીજી વખત PM નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત
કોણ છે ટોક્યો ચાયવાળી? ત્રીજી વખત PM નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા દરમિયાન, એક ભારતીય મહિલા ખૂબ જ ખુશ છે. તેને ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો અવસર મળી રહ્યો છે. આ કોઈ સામાન્ય મહિલા નથી, તે ટોક્યોની ચાવાળી છે. આ અવસર પર ચાલો તેજાણીએ તેનું ભારત સાથે શું છે કનેક્શન.
ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં મહિલાએ પોતાનું નામ બેલા ચંદાની બતાવ્યુ હતું. તેણે કહ્યું કે, ‘હું ટોક્યોમાં ચા વેચું છું. હું ભારતથી વર્ષ 1977માં જાપાન આવી હતી.’ મહિલાની કહાની વધુ રસપ્રદ છે. તેણે જણાવ્યું કે એક સમયે તેણે ભારતીય દૂતાવાસમાં નોકરી કરી હતી, પરંતુ પછી તેણે પોતાનાની પેશન ફોલો કરવાનો નિર્ણય લીધો અને ચા વેંચવાનો વ્યવસાય શરૂ કરી દીધો. આજે તે ટોક્યોમાં એક જાણીતું નામ છે, જ્યાં તેની ચાની દુકાન સ્થાનિક અને ભારતીય બંને સમુદાયમાં લોકપ્રિય છે.
https://twitter.com/ANI/status/1961223572523028725
બેલાએ જણાવ્યું કે તેને જાપાનમાં રહેતા 47 વર્ષ થઇ ગયા છે. તે 42 વર્ષથી ટોક્યોમાં ચા વેચી રહી છે. તેણે વધુમાં કહ્યું કે હું ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીશ. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ખૂબ ખુશ છું. અમે ઇચ્છીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર જાપાન આવે. કેમ કે ભારતમાં તેમને મળવું મુશ્કેલ છે. જાપાનમાં વડાપ્રધાન મોદીને મળવું સરળ છે. જીવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો અર્થ જીવન ધન્ય થઇ જવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેવા ટોક્યો પહોંચ્યા છે.

