- World
- મોદીને અમેરિકા કેમ બોલાવી રહ્યા હતા ટ્રમ્પ? અમેરિકાની ‘નોબેલ’વાળી ચાલનો ખુલાસો
મોદીને અમેરિકા કેમ બોલાવી રહ્યા હતા ટ્રમ્પ? અમેરિકાની ‘નોબેલ’વાળી ચાલનો ખુલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 સમિટ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે, G7 શિખર સંમેલન માટે કેનેડાના કનેનિસ્કિસની પોતાની યાત્રા વચ્ચે જ છોડીને મંગળવારે અમેરિકા જતા રહ્યા હતા. આ દરમિયાન, તેમણે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને પૂછ્યું કે શું તેઓ કેનેડાથી પરત ફરતી વખતે અમેરિકામાં રોકાઈ શકે છે? પરંતુ વડાપ્રધાને પૂર્વનિર્ધારિત વ્યસ્તતાઓને કારણે એમ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ કહ્યું કે ટ્રમ્પ મુનીરની મેજબાની કરશે, કારણ કે તેમણે (મુનીરે) ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ રોકવા માટે રાષ્ટ્રપતિને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવાનું આહ્વાન કર્યું છે. ટ્રમ્પે વડાપ્રધાન મોદીને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ ત્યારે આપ્યું, જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકામાં જ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અસીમ મુનીર સાથે લંચ પણ કરશે. મુનીરને આપેલા આ આમંત્રણને વોશિંગ્ટન દ્વારા કોઈ સેવારત પાકિસ્તાની સેનાના પ્રમુખને આપવામાં આવેલા એક દુર્લભ સંકેત માનવમાં આવી રહ્યા છે. અયુબ ખાન, ઝિયા ઉલ-હક અને પરવેઝ મુશર્રફ જેવા પાકિસ્તાની સેનાના પ્રમુખોને આવા નિમંત્રણ મળ્યાના ઘણા ઉદાહરણ છે, પરંતુ તેઓ રાષ્ટ્રપતિ પદ પર પણ હતા. પાકિસ્તાન જનરલ મુનીરને વ્હાઇટ હાઉસનું આમંત્રણ આપવાને એક મોટી કૂટનીતિક જીત તરીકે રજૂ કરી રહ્યું છે.
https://twitter.com/DerekJGrossman/status/1935342955935760838
ઇન્ડો પેસિફિક એનાલિસ્ટ ડેરેક જે. ગ્રોસમેને ટ્રમ્પના આ આમંત્રણને અમેરિકા દ્વારા કરવામાં આવેલી ચાલ ગણાવી છે. તેમણે X પર લખ્યું છે કે, ‘આ ખૂબ જ અજીબ છે કે ટ્રમ્પે આજે મોદીને ગુપ્ત રીતે વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કરવાનો પ્રયાસ કર્યો કે, સંભવતઃ એવા સમયે જ્યારે અસીમ મુનીર પણ લંચ માટે ઉપસ્થિત હશે. તેઓ ભારત-પાકિસ્તાન તણાવના સંદર્ભ અને ઇતિહાસને બિલકુલ સમજતા નથી, અને બાદમાં નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માટે બસ ફોટો ખેચાવવા માગે છે.’
Trump, the pyromaniac posing as a peacemaker, hasn’t abandoned his self-appointed role as mediator in the Indian subcontinent. Without apparently disclosing his planned luncheon with Pakistan’s army chief, he quietly invited Modi to the White House. The back-to-back meetings…
— Brahma Chellaney (@Chellaney) June 18, 2025
">
Trump, the pyromaniac posing as a peacemaker, hasn’t abandoned his self-appointed role as mediator in the Indian subcontinent. Without apparently disclosing his planned luncheon with Pakistan’s army chief, he quietly invited Modi to the White House. The back-to-back meetings…
— Brahma Chellaney (@Chellaney) June 18, 2025
જાણીતા કૂટનીતિ વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીએ કહ્યું કે, ‘શાંતિદૂતના રૂપમાં રજૂ થનારા આગ લગાવવાના શોખીન ટ્રમ્પે ભારતીય ઉપમહાદ્વીપમાં મધ્યસ્થના રૂપમાં પોતાની સ્વ-નિયુક્ત ભૂમિકા છોડી નથી. પાકિસ્તાનના સેના પ્રમુખ સાથે પોતાના નિયોજીત લંચનો ખુલાસો કર્યા વિના, તેમણે ચૂપચાપ મોદીને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું. સતત થનારી બેઠકોએ કૂટનીતિક જાળ બિછાવી દીધી હશે- જેને મોદીએ કેનેડાના આલ્બર્ટામાં G7 શિખર સંમેલાથી ક્રોએશિયાની રાજકીય યાત્રા સુધીની યાત્રાની પૂર્વ પ્રતિબદ્ધતાઓનો સંદર્ભ આપીને ટાળી દીધી.’
Related Posts
Top News
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ
Opinion
