ગુજરાતમાં ક્રેડીટ સોસાયટીના નામે 600 કરોડનું ફુલેકું ફેરવનાર ઝડપાયો

ગુજરાતમાં ક્રેડીટ સોસાયટીના રૂપિયા ગુમાવનારા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યાછે. પોલીસે ક્રેડીટ સોસાયટી સંભાળનારને પકડી પાડ્યો છે.

ગુજરાતમાં ક્રેડીટ સોસાયટીના નામે હજારો લોકોના રૂપિયા લઇને ફરાર થઇ ગઇ ગયેલો આરોપી CID ક્રાઇમના હાથમાં આવી ગયો છે. આ ભેજાબાજે રાજકોટ સહિત રાજ્યભરમાં 600 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવી દીધું હતું.

ીોરકદૂ

CID ક્રાઇમ બ્રાન્ચે ઘણા સમયથી ભાગતા ફરતા અને લોકોના 600 કરોડ રૂપિયા લઇને ફરાર થઇ ગયેલા અકરમ અંસારીને દબોચી લીધો છે. અકરમ અંસારીએ રોકાણના બદલામાં આકર્ષક વ્યાજ આપવાની લાલચ આપી હતી અને તેમાં રાજ્યના 1500 લોકોએ રૂપિયા રોક્યા હતા. એ પછી અકરમ અંસારી ઓફીસને તાળા મારીને રફુચક્કપ થઇ ગયો હતો.

પોલીસ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ રાજકોટમાં વર્ષ 2018માં વિશ્વામિત્ર ક્રેડીટ સોસાયટી નામથી ઓફીસ શરૂ કરવામાં આવી હતી. રાજકોટ ઉપરાંત, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં પણ વિશ્વામિત્ર ક્રેડીટ સોસાયટીની શાખાઓ ખોલવામાં આવી હતી. ધીમે ધીમે લોકોમાં વિશ્વાસ ઉભો કરી દેતા લગભગ 1500 લોકોએ 600 કરોડ રૂપિયા જેટલી રકમ રોકી હતી. પરંતુ થોડા સમય પછી વિશ્વામિત્ર ક્રેડીટ સોસાયટીને તાળા લાગી ગયા અને લોકોના રૂપિયા ડુબી ગયા હતા.

આ  દરમિયાન રાજકોટમાં રહેતા અકરમ અંસારીનું નામ સામે આવ્યું હતું જે બ્રાન્ચના રિજિયોનલ મેનેજર તરીકે કામ કરતો હતો. અકરમે ધરપકડથી બચવા સુપ્રીમ મ કોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો, પરંતુ જેવો સ્ટે પુરો થયો એટલે CID ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો અને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો.

અત્યારે અકરમ અંસારી રિમાન્ડ પર હોવાથી પોલીસ વધારે ફોડ પાડતી નથી, પરંતુ રિમાન્ડ પુરા થયા પછી મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે. જો કે લોકો માટે મહત્ત્વની વાત એ છે કે તેમની મહેનતની રકમ કોઇક રીતે પાછી આવે.

પોલીસ રિમાન્ડમાં અકરમ અંસારી પાસેથી એ વાત જાણવાની કોશિશ કરશે કે ક્રેડીટ સોસાયટીના નામે ઉઠમણું કરનાર મુખ્ય સુત્રધારો કોણ છે?  કોણ કોણ કૌભાંડમાં સામેલ હતું?

લોકોને મોટી મોટી લાલચ આપીને ફસાવીને રફુચક્કર થઇ જવાનો આ એક કિસ્સો નથી, પરંતુ સેંકડો એવા કિસ્સા છે જેમાં લોકોએ તેમની મહેનતના રૂપિયા ગુમાવવા પડ્યા છે. આમ છતા થોડા લોભ લાલચમાં આવીને લોકો ફસાતા જ જાય છે અને લેભાગૂઓ લાભ લેતા જ રહે છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.