રાજકોટમાં ST બસે ચાર વાહનોને અડફેટે લીધા, 2 લોકો ઈજાગ્રસ્ત, ડ્રાઈવરની અટકાયત

રાજકોટમાં STના અક્સ્માતની ઘટના સામે આવી છે. ST બસની બ્રેક ફેઈલ થતા બસે ચાર વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકોને ટોળા રસ્તા પર એકઠા થયા હતા. લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળની તપાસ કરીને અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડીને ડ્રાઈવર સામે ગુનો દાખલ કરી તેની અટકાત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સદનશીબે બસ અકસ્માતની ઘટનામાં મોટી જાનહાની થવા પામી નથી.

રિપોટ અનુસાર રાજકોટમાં આવેલી ભૂતખાના ચોકડી પર રસ્તા પર જતી ST બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. આ ઘટનામાં બસે 1 કાર, 1 રીક્ષા અને બે એકટીવાને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જાયો તે સમયે બસની સ્પીડ વધારે ન હોવાના કારણે ઘટનામાં મોટી જાનહાની થવા પામી નથી. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળા ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા. અકસ્માતના કારણે રસ્તા પર થોડીવાર માટે ટ્રાફિક જામના પણ દૃશ્યો સર્જાયા હતા. લોકોએ તત્કાલીક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બસ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોને ઈજા થવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર આવી પ્રાથમિક તપાસ કરીને સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને STના ડ્રાઈવરની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, જે ST બસે અકસ્માત સર્જ્યો છે તે ધોરાજી-જામકંડોરણા-રાજકોટ રૂટની બસ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ST બસોનો અકસ્માત થયો હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે અને કેટલીક ST બસોનું આયુષ્ય પૂર્ણ થયું હોવા છતાં પણ બસો રસ્તા પર દોડી રહી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.  

તો બીજી તરફ મોરબી-રાજકોટ હાઈ-વે પર આવેલા છતરગામાં નજીકથી વહેલી સવારે બાઈક પર રાજકોટથી મોરબી તરફ બે લોકની બાઈક આગળ જતા ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી.  આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને બે લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

About The Author

Top News

દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે

(ઉત્કર્ષ પટેલ) દીકરી એટલે પિતાના જીવની ધબકાર. જ્યારે ઘરમાં નાનકડી દીકરીનો જન્મ થાય છે ત્યારે પિતાના હૃદયમાં એક નવો જ...
Lifestyle 
દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે

પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાંધીએ IPL 2026ની હરાજી દરમિયાન પૃથ્વી શૉને ફરી એક વખત ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવાના નિર્ણય...
Sports 
પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

ભારતે આ દેશમાં પોતાનું વીઝા સેન્ટર જ બંધ કરી દીધું

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC)એ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને જોતા બુધવારે તેની ઓફિસ બંધ કરી દીધી...
World 
ભારતે આ દેશમાં પોતાનું વીઝા સેન્ટર જ બંધ કરી દીધું

ભારતમાં કરોડોનું કરીને ભાગી ગયેલા બે ભાગેડું લંડનમાં મજા કરી રહ્યા છે, બર્થ-ડે પાર્ટી ઉજવી

ભારતમાં આર્થિક ગુનાઓના આરોપમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલો ઉદ્યોગપતિ વિજય માલ્યા ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. તેનું કારણ...
Business 
ભારતમાં કરોડોનું કરીને ભાગી ગયેલા બે ભાગેડું લંડનમાં મજા કરી રહ્યા છે, બર્થ-ડે પાર્ટી ઉજવી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.