તારા બોય ફ્રેન્ડ સાથેનો ન્યૂડ વીડિયો વાયરલ થયો છે, કહીને પતિએ પત્નીને ઘા માર્યા

રાજકોટમાં એક પતિએ મધરાતે જ્યારે પત્ની અને દીકરી સુતા હતા ત્યારે પત્ની પર હથિયારના ઘા ઝીંકી દીધા હતી અને જ્યારે દીકરી માતાને બચાવવા પડી તો તેની પર પણ હુમલો કરીને ફરાર થઇ ગયો હતો. પતિએ પત્નીને હથિયારના ઘા મારવાની સાથે એવું કહ્યુ હતું કે તારા બોય ફ્રેન્ડ સાથેનો ન્યૂડ વીડિયો વાયરલ થયો છે. પત્નીની ફરિયાદને આધારે પોલીસે પતિની ધરપકડ કરી છે. અગાઉ પણ પતિ-પત્ની ઝગડા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, પરંતુ પોલીસે સમાધાન કરાવી દીધું હતું.

જાણવા મળેલી વિગત મુજબ રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા હરેશ ભૂપતકર 45 વર્ષની વયની છે અને તેમને સંતાનોમાં એક પુત્ર અને પુત્રી છે. પુત્રી 23 વર્ષની છે અને પુત્ર હજુ અભ્યાસ કરે છે. હરેશ ભૂપતકર નોકરી કરે છે. હરેશને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી.

પતિ હરેશે મધરાતે પત્ની પર હુમલો કરી દીધો હતો અને જ્યારે દીકરી માતાના બચાવવા વચ્ચે આવી તો તેની પર પણ હુમલો કરી દીધો હતો. બંને મા-દીકરીને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પુત્રની પરીક્ષા પુરી થઇ હોવાથી તે મિત્રો સાથે બહાર હતો, માતાએ હુમલા અંગે પુત્રને જાણ કરતા તે દોડી આવ્યો હતો અને માતા અને બહેનને હોસ્પિટલ લઇ ગયો હતો. પતિ પત્ની અને દીકરી પર હુમલો કરીને ભાગી છુટ્યો હતો.

હોસ્પિટલમાં દાખલ મહિલાએ કહ્યું હતું કે, મારા પતિએ ગઇ કાલે મોડી રાત્રે મારી સાથે ઝગડો કરીને કહ્યુ હતું કે તારો અને તારા બોય ફ્રેન્ડ સાથેનો ન્યૂડ વીડિયો વાયરલ થયો છે એમ કહીને હથિયારથી હુમલો કરી દીધો હતો. દીકરી મને બચાવવા આવી તો તેની પર પણ હુમલો કરી દીધો હતો. પતિ એવું બોલતો હતો કે આ વખતે સાતમ-આઠમ પર તું તારા બનેવી સાથે ફરવા જશે ને. આવી શંકા તે કરતો રહેતો હતો.

મહિલાએ કહ્યું કે, આ પહેલાં પણ 2 વખત પતિ વિરુદ્ધ ત્રાસ અને મારપીટ કરવા બદલ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે બંને વખત સમાધાન કરાવી દીધું હતું. મહિલાએ કહ્યુ કે હજુ તો આઠ દિવસ પહેલાં જ પતિએ મને મોબાઇલ અપાવ્યો હતો. રાજકોટની યુનિવર્સિટી રોડ પોલીસે પતિ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.