સુરેન્દ્રનગરમાં નશીલા ગાંજાની ખેતી કેમ થઈ રહી છે?

ગાંજો ગુજરાત બહારથી ગંજેરીઓ મંગાવી રહ્યા છે, એવી એક માન્યતા હતી. પણ ગુજરાતમાં 2017માં 2300 કિલો ગાંજો પકડાયો હતો, તેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધારે પકડાયો હતો. ગુજરાતમાં પંજાબ કરતા પણ વધારે નશીલા પાંદડા ગાંજાનો વપરાશ વધારે છે. 2017માં ગુજરાતમાં 2300 કિલો ગાંજાની સામે પંજાબમાં 1,711 કિલો ગાંજો ઝડપાયો હતો. તેમાં સુરેન્દ્રનગર એક એવો વિસ્તાર છે કે ત્યાં ગુજરાતનું સૌથી વધુ નશો કરતું ક્ષેત્ર છે. દરબાર દ્વારા કસુંબો લેવાની પ્રથા છે. અહીં અફીણ પીવાના લાયસન્સ પણ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે છે. ઉડતા સુરેન્દ્રનગર તરીકે પણ જાણીતું છે. દેશમાં 12 લાખ ગાંજા-પોશડોડાનો કાયદેસર નશો કરનારા બંધાણીની સામે ગુજરાતમાં 28,000 બંધાણી હતા. હવે તેમાં ઓછા થયા છે. ગુજરાતમાં આ લાયસન્સ ધારકો મુખ્યત્વે સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છે. આજે ઘણાં લોકો પાસે નશો કરવાનો પરવાનો છે.

4 જાન્યુઆરી 2019માં સુરેન્દ્રનગરના કુવાડવા રોડ પરથી

1,000 કિલો લીલા ગાંજાનું ખેતર ચોટીલાના ખેરડી ગામે મળી આવ્યું હતું. વાલજી સાર્દુલ બાવળિયાની વાડીમાં લીલા ગાંજાના વાવેતર કરેલા 201 છોડ વાલજી મૌની બાપુ તરીકે ઓળખાય છે. 2 વીઘા જમીનમાં કપાસ અને તુવેરના પાકના વાવેતર વચ્ચે 23 ચાસમાં ગાંજો વાવ્યો હતો. મૌની બાપુ પાસેથી ચીરોડાનો જીલા ચૌહાણ 1300 ગ્રામ ગાંજો લઈને જતો હતો ત્યારે તેને પકડી લીધા બાદ ખેતર પકડાયું હતું. મૌની બાપુએ ગયા વર્ષે પણ ગાંજાનું થોડું વાવેતર કર્યું હતું. મૌની બાબા પોતે પણ ગાંજાનો બંધાણી છે. તેની વાડીએ આવતા અન્ય લોકોને પણ તે ગાંજો પાતો હતો. દરેકને પ્રસાદીમાં ગાંજો આપતો હતો, તેથી લોકો તેને મળવા વાડીએ આવતા હતા. 2011માં પત્નીએ આત્મહત્યા કરતા તે સીધું બની ગયો અને ખેતરમાં ઝુંપડું બાંધી રહેતો હતો. મૌની બાપુ પોલીસ પાસે પણ મૌન રહ્યા, લખીને જવાબ આપ્યા હતા.

ખેતી થાય છે

એક વ્યક્તિ અફીણ અને ગાંજાની ખેતી કરતો 27 ફેબ્રુઆરી 2018માં ઝડપાયો હતો. આ માણસ દર વર્ષે લાંબો સમયથી અફીણની ખેતી ચાર વિઘાની જમીન પર કરી હતી. કોકો, અફીણ અને ગાંજા (કૈનબિસ) અન્ય લોકપ્રિય કાળા બજારમાં વેચાતા રોકડીયા પાક છે. અમેરિકામાં સૌથી અધિક મૂલ્યવાન રોકડીયો પાક ગાંજાનો પાક ગણાય છે.

ભાજપના નેતાનું ગાંજાનું ખેતર

26 ફેબ્રુઆરી 2018માં સુરેન્દ્રનગરના મૂળી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકેશ ઝેઝરીયાના 40 વર્ષના મોટા ભાઈ ભરત ગોરધન ઝેઝરીયા અફીણની લત લાગી જતા 4-6 વીઘા જમીન ભાડે રાખીને ખેતી શરૂ કરી દીધી હતી. શાકભાજીના વાવેતર સાથે ગાંજો ઉગાડેલો હતો. ભાજપ કુળના આ નેતાએ ખેતરમાં નશીલું અફીણ ઉગાડેલું હોવા અંગે એક વીડિયો ત્રણ મહિનાથી બહાર આવ્યો હોવા છતા મોડાં પગલાં ભરાયા હતા. 2367.5 કિલો અફીણના લીલા છોડ વાઢીને પોલીસે એકઠા કર્યા છે. જેની કિંમત રૂ.2થી 2.30 કરોડ થતી હતી.

2011ના રોજ પણ આવો કિસ્સો આવ્યો હતો સામે

માંજલપુર વિસ્તારના પારસનગરમાં ઘરના વાડામાં ગાંજો પકવડાં પિતા - પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. માંજલપુર વિસ્તારમાં કોતરતલાવડી પાસે આવેલા પારસનગરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતનીરામશંકરગીરી ઉફ મુચ્છડ બલવાનગિરી ગિરી માદકદ્રવ્યનું વેચાણ કરતો 4 ફેબ્રુઆરી 2011માં પકડાયો હતો. જેમાં મકાનમાંથી રૂ. 16,200ની કિંમતનો 2,700 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

47 લાખના ગાંજાનું ખેતર પકડાયું

મહિસાગરના માવાની મુવાડી ગામેથી પોલીસે ગાંજાની ખેતી સહિત રૂ.47,40,000નો માલ જપ્ત કર્યો હતો. રૂપા ધીરા પગી તેમજ ખાતુ માના પગી નામના ઈસમોના ખેતરોમાંથી આ માલ પકડાયો હતો.

અમદાવાદ સુધી ગાંજો પહોંચે છે

16 ઓગસ્ટ 2018માં ગોતામાં બોલબાલા હનુમાન મંદિરના આશ્રમમાં રૂ.13,468નો 1.914 કિલો ગાંજો પકડાયો હતો. આશ્રમમાં રહેતા પુજારી મહેન્દ્ર નરસિંહ સાધુ અને તેમનો 21 વર્ષનો પુત્ર દશરથ સાધુ સહિત ત્રણની ધરપકડ કરી હતી. પુજારી મહેન્દ્ર મુળ સુરેન્દ્રનગરના ધારીયાળા ગામનો હતો. ગંજો સુરેન્દ્રનગરથી આવતો હતો.

ખેતી કાયદેસર કરો

વૈચારિક ક્રાંતિ માટે જાણીતા શશી થરૂરે માંગણી કરી છે કે ગાંજાની ખેતીને કાયદેસર કરો. તેનો ઉપયોગ પણ માન્ય કરો. તેથી તેની નુકસાની ઓછી થશે, લાસસંયની ફીથી સરકાર અને ખેડૂતની આવક વધશે, ભ્રષ્ટાચાર નહીં રહે, ગુના ઘટશે. વૈશ્વિક સ્તરે કરવામાં આવેલા સંશોધનમાં જણાયું કે ગાંજો અને ભાંગને કાયદાકીય માન્યતા આપવાથી દેશને અને તમામને લાભ થશે. ગાંજાના ફળ(પોશ ડોડવા)માંથી બનતો પવાડર નશાકારક છે જો આ ઉત્પાદનોને લેબોરેટરી ટેસ્ટિંગ કરીને નક્કી કરેલી માત્રામાં જ લોકો સમક્ષ મૂકાય તો તે અન્ય નશાકારક વસ્તુઓની સરખામણીમાં ઓછી નુકસાન કારક છે. જ્યારે ગાંજાના પાનમાંથી બનતું પીણું અનેક પ્રકારના સંક્રમણ રોગ સામે રક્ષણ આપે છે. ભારતીય કાયદામાં 1985માં પહેલી વાર ભાંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. 1961માં ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તર પર નાર્કોટિક્સ ડ્રગ સંઘિ પર હસ્તાક્ષર કર્યા હતા. ગાંજો અને ભાંગ કરતા ગંભીર વસ્તુ ડ્રગ્સ, તમાકુ, દારૂ છે. તેની સરખામણીમાં ગાંજો અને ભાંગ સ્વાસ્થ્યને ઓછું નુકસાન કરે છે. ખેતી અને વેપાર પરના પ્રતિબંધથી ભારત નુકસાન વેંઠી રહ્યા છીએ. જવાબદાર ખેડૂતો દ્વારા ખેતી કરાવવી જોઈએ. પાકનું લેબોરેટરી ચકાસણી કરી નક્કી કરેલાં કેન્દ્રો પરથી વેચાણ થવું જોઈએ. હાલમાં આ ઉત્પાદનો મળે તો છે પણ તેની ગુણવત્તાની કોઈ ગેરન્ટી હોતી નથી. આમ થતા કેટલી માત્રામાં લેવું એ જોખમકારક નથી તે નક્કી થઈ શકશે. ભાંગ અને ગાંજા થકી એક નવા ઉદ્યોગને ઉભો કરી શકાશે. અમેરિકાના કોલોરાડો રાજ્યમાં વર્ષ 2017માં 1.5 બિલિયન ડોલર ખેતપેદાશોનું ઉત્પાદન અને વેચાણ થયું હતું. અમેરિકા અને કેનેડા પણ આ ખેત પેદાશોના ઉત્પાદન અને વેચાણને કાનૂની માન્યતા આપવા કવાયત હાથ ધરી છે. ત્યારે વિશ્વભરમાં આ છોડ સૌથી પહેલા ભારતીય ઉપ મહાદ્વિપમાંથી મળી આવ્યા. તે પછી તેને દુનિયાભરમાં ઉગાડવામાં આવ્યા. તો ભારત આ ક્ષેત્રમાં અગ્રેસર રહેવાની મસમોટી તક ગુમાવી રહ્યું છે.

અન્ય રાજ્યોમાં ખેતી ગુજરાતમાં કેમ નહીં

ભારતમાં તેમ છતા અનેક રાજ્યોમાં ભાંગ ઉગાડાય છે. જે દવા બનાવવા માટે વપરાય છે. ગુજરાતમાં ખેડૂતોને ઉગાડવાની છુટ નથી તે છૂટ આપવી જોઈએ એવું ગુજરાતના ખેડૂતો કહી રહ્યા છે.

ગાંજા (કેનાબિસ)ના છોડમાંથી ભાંગ અને ચરસ બને છે.

વૈજ્ઞાનિક નામ

ગાંજાના છોડનું વૈજ્ઞાનિક નામ કેનાબિસ સટાઇવા છે. છોડમાંના સક્રિય રાસાયણિક ઘટકોને કેનાબિનોઇસ કહે છે. કેનાબિસ (ગાંજા)માં 3 મહત્ત્વના કેનાબિનોઇડસ હોય છે, જેમાં ટેટ્રા હાઇડ્રોકેનાબિનોલ, કેનાબિડીઓલ અને કેનાબિનોનો સમાવેશ થાય છે. ગાંજાના છોડામાંથી ભાંગ અને ચરસ પણ મળે છે.

(દિલીપ પટેલ)

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.