‘આગામી 5 વર્ષમાં AI ઘણી નોકરીઓ ખતમ કરી દેશે’… ગૂગલ ડીપમાઇન્ડના CEOની મોટી આગાહી

શું ભવિષ્યમાં AI (કૃત્રિમ બુદ્ધિ) મોટા પાયે નોકરીઓ છીનવી લેશે? ગૂગલ ડીપમાઇન્ડના CEO ડેમિસ હસાબિસનો જવાબ ખૂબ ચિંતાજનક છે. હસાબિસ આગામી પાંચ વર્ષોમાં નોકરીઓમાં મોટા વિક્ષેપની આગાહી કરે છે અને યુવા પેઢીને સતત બદલાતી દુનિયામાં નેવિગેટ કરવા માટે તૈયાર રહેવા વિનંતી કરે છે.

'હાર્ડ ફોર્ક' પોડકાસ્ટમાં, ગૂગલ ડીપમાઇન્ડના CEOએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વાત કરી, તેને એક અદ્ભુત વસ્તુ ગણાવી અને કહ્યું કે, આવનારી પેઢીઓએ AIને કારણે નોકરીઓમાં આવતા ફેરફારો માટે તૈયાર રહેવું જોઈએ. હસાબિસે પોડકાસ્ટમાં જણાવ્યું કે, 'આગામી 5 થી 10 વર્ષોમાં, મને લાગે છે કે આપણે એક મોટી નવી ટેકનોલોજી પરિવર્તન સાથે સામાન્ય રીતે શું થાય છે તે શોધીશું, જે એ છે કે કેટલીક નોકરીઓ ખોરવાઈ જાય છે. પરંતુ નવી, વધુ મૂલ્યવાન અને સામાન્ય રીતે વધુ રસપ્રદ નોકરીઓ બનાવવામાં આવે છે.'

Google Deepmind CEO
whatsthebigdata.com

હસાબિસે વધુમાં જણાવ્યું હતું કે, યુવા પેઢીને હવે AI સાધનો અને ખ્યાલોથી વધુ પરિચિત થવાની જરૂર છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ આ AI ટૂલ્સ કેવી રીતે કાર્ય કરે છે અને આ ટૂલ્સથી શું કરી શકાય છે તે બધું સમજવાની જરૂર છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે માનસિકતામાં પરિવર્તન જરૂરી છે, અને હસાબિસ સૂચવે છે કે, તેઓએ AI સાથે નિન્જા બનવાની ઇચ્છા રાખવી જોઈએ.

તેમણે વધુમાં ઉમેર્યું, 'જેમ ઇન્ટરનેટે મિલેનિયલ્સને વ્યાખ્યાયિત કર્યા અને સ્માર્ટફોને Gen Zને વ્યાખ્યાયિત કર્યું, તેમ જનરેટિવ AIGen Alphaની ઓળખ છે.' તેમણે જનરલ આલ્ફાને શક્ય તેટલી વહેલી તકે તેને અપનાવવા વિનંતી કરી, જેથી તેઓ આધુનિક વિશ્વમાં આગળ રહી શકે જે કોઈની અપેક્ષા કરતાં વધુ ઝડપથી જનરેટિવ AI અપનાવી રહ્યું છે.

Google Deepmind CEO
mobileworldlive.com

તેમણે મૂળભૂત શિક્ષણમાં, ખાસ કરીને STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) મજબૂત પાયો નાખવાની પણ ભલામણ કરી, વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા, અનુકૂલનક્ષમતા અને સ્થિતિસ્થાપકતા જેવા મેટા કૌશલ્યો પર કામ કરવાની જરૂર છે.

તેમણે વધુમાં કહ્યું કે, 'આ એવી ક્ષમતાઓ છે જે આગામી પેઢીને આગળ વધવામાં મદદ કરશે. STEMના મૂળભૂત બાબતોમાં સારા હોવું હજુ પણ મહત્વપૂર્ણ છે, પરંતુ સતત થઇ રહેલા પરિવર્તનને નેવિગેટ કરવા માટે માનસિકતા વિકસાવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.'

Google Deepmind CEO
bairesdev-com.translate.goog

આ દૃષ્ટિકોણ મહત્વપૂર્ણ છે કારણ કે, ગૂગલે I/O 2025 ઇવેન્ટમાં તેના AI ઉત્પાદનો અને સેવાઓમાં ઘણા મોટા અપગ્રેડ્સનું અનાવરણ કર્યું હતું, જેનું મુખ્ય આકર્ષણ ગૂગલ ફ્લો સંચાલિત Veo 3 AI વિડિઓ જનરેટર હતું. ફિલ્મ નિર્માણમાં AI ટૂલ્સનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો હોવાથી, હસાબીસ દ્વારા શેર કરાયેલા આ AI સંબંધિત મુખ્ય મુદ્દાઓ પહેલા કરતાં વધુ સુસંગત બન્યા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.