ગૂગલ મેપે મિસગાઇડ કરતા નદીને રસ્તા તરીકે દેખાડી, 2 ડૉક્ટરોના મોત

ટેક્નોલોજી પર આંખ બંધ રાખી વિશ્વાસ કરવો તમારા માટે જીવલેણ બની શકે છે. આવું જ કંઇક કેરળમાં પણ થયું છે. જ્યાં ગૂગલ મેપ દ્વારા મિસગાઇડ થયા પછી બે લોકોના મોત થયા છે. કેરળના કોચીની પાસે ગોથુરૂથમાં પેરિયાર નદીમાં કાર પડવાને લીધે બે ડૉક્ટરોના મોત થયા છે. મોતનું કારણ ગૂગલ મેપ બન્યું. કારમાં મોજૂદ યુવક ગૂગલ મેપની મદદથી આગળ વધી રહ્યા હતા. જ્યાં મિસગાઇડ થયા પછી તેમની કાર ખીણમાં પડી ગઇ અને બંને યુવકોના મોત થયા.

મામલો શું છે

પોલીસે જણાવ્યું કે, કેરળમાં કોચીની પાસે પેરિયાર નદીમાં એક કાર પડી ગયા પછી શનિવારે મોડી રાતે કાર સવાર બે ડૉક્ટર્સના મોત થયા છે. ડૉક્ટર્સની ઓળખ અદ્વૈત(29) અને અજમલ(29)ના રૂપમાં થઇ છે. જેઓ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરી રહ્યા હતા. શનિવારે મોડી રાતે 12.30 વાગ્યે દુર્ઘટનામાં તેમનાં મોત થયા છે.

પોલીસે આગળ જણાવ્યું કે, ડૉક્ટર્સની સાથે મુસાફરી કરી રહેલા 3 અન્ય લોકો પણ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર પાસેની હોસ્પિટલમાં કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે કાર ચાલક ગૂગલ મેપના દિશાનિર્દેશોનું પાલન કરતા તે નદી સુધી પહોંચી ગયા, જ્યારે તેમણે રસ્તા પર જવાનું હતું.

પોલીસે આગળ કહ્યું કે, ભારે વરસાદને કારણે તે સમયે વિઝ્યુઅલ ઓછું હતું અને તેઓ ગૂગલ મેપ દ્વારા બતાવેલા રસ્તા પર જઇ રહ્યા હતા. પણ લાગે છે કે મેપ દ્વારા દેખાડેલા ડાબી બાજુ જવાના સ્થાને તેઓ ભૂલથી આગળ વધી ગયા અને નદીમાં પડી ગયા. સ્થાનીક લોકો તેમને બચાવવા માટે પહોંચ્યા અને તેમણે રેસ્ક્યૂ ટીમ અને પોલીસને આ ઘટના વિશે જાણકારી આપી. રેસ્ક્યૂ ટીમે ડૉક્ટરોના શવોને કાઢવાનું કામ આપવામાં આવ્યું. ઈજાગ્રસ્ત થયેલા અન્ય લોકોની સ્થિતિ સ્થીર છે.

શનિવારે ડૉ. અદ્વૈતનો જન્મ દિવસ હતો. કારમાં અદ્વૈતની સાથે અન્ય ચાર લોકો મોજૂદ હતા. પાંચેય કોચીથી કોડુંગલ્લૂર પરત ફરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ લોકો અદ્વૈતના જન્મદિવસને લઇ શોપિંગ કરવા ગયા હતા.

આ ઘટનામાં બચી ગયેલા ડૉ. ગાઝિક થાબસીરે જણાવ્યું કે, અમે લોકો GPSની મદદથી આગળ વધી રહ્યા હતા. અકસ્માત ગૂગલ મેપ દ્વારા દેખાડવામાં આવેલી ખોટી ડિરેક્શનને કારણે થઇ કે ગાડીનું નિયંત્રણ ગુમાવી દેવાને લીધે થઇ તે વિશે હું કોઇ પ્રતિક્રિયા આપી શકું એમ નથી. પોલીસે જણાવ્યું કે, બંને ડૉક્ટરોના શવોને કબ્જામાં લઇ લેવામાં આવ્યા છે. શવોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

Related Posts

Top News

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રવિવારે રોમાન્ચક મેચ જોવા મળી હતી. પંજાબે મેચ 10 રનથી...
Sports 
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર થઇ ગયું છે. તેમનું આ કેન્સર હાડકાં સુધી ફેલાઇ ચૂક્યું છે. તેનો અર્થ...
Politics  Health 
જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ
Copyright (c) Khabarchhe All Rights Reserved.