Vivo Y300c સ્માર્ટફોન રજૂ કરાયો, 6500mAh મોટી બેટરી, 50MP ડ્યુઅલ રીઅર કેમેરા, જાણો શું છે તેની કિંમત

Vivoએ ચીનમાં તેની Y-Seriesનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Vivo Y300C કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેમાં MediaTek Dimensity 6300 ચિપસેટ, 12GB RAM અને 6500mAh મોટી બેટરી જેવા ફીચર્સ છે. Vivo Y300cમાં 50MP પ્રાઇમરી ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ, 512GB સુધી સ્ટોરેજ વિકલ્પો છે. આવો તમને જણાવી દઈએ Vivoના આ લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે...

Vivo Y300C
innogyan.in

Vivo Y300C સ્માર્ટફોનના 12 GB RAM અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,399 યુઆન (લગભગ રૂ. 16,000)છે. જ્યારે, 12 GB RAM અને 512 GB સ્ટોરેજ વેરિઅન્ટ 1,599 યુઆન (લગભગ રૂ. 19,000)માં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ડિવાઇસ ગ્રીન પાઈન, સ્નો વ્હાઇટ અને સ્ટાર ડાયમંડ બ્લેક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ફોન ચીનમાં Vivoની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.

Vivo Y300C
innogyan.in

Vivo Y300Cની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા તેની 6500mAh મોટી બેટરી છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનમાં F/1.8 અપર્ચર સાથે 50-મેગાપિક્સલનો પ્રાથમિક અને F/2.4 અપર્ચર સાથે 2-મેગાપિક્સલનો મેક્રો સેન્સર મળે છે. ફોનમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મુકવામાં આવ્યો છે.

Vivo Y300C
innogyan.in

Vivo સ્માર્ટફોન Android 15 આધારિત OriginOS 5 સાથે આવે છે. ડિવાઇસમાં 6.77 ઇંચ FullHD+ (1,080×2,392 પિક્સેલ્સ) OLED ડિસ્પ્લે છે. સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 94.21 ટકા છે અને પિક્સેલ ડેન્સિટી 387ppi છે. ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 800 nits પીક બ્રાઇટનેસ આપવામાં આવ્યું છે. ડિસ્પ્લે 130Hz સુધીનો ટચ સેમ્પલિંગ રેટ આપે છે.

Vivo Y300C
innogyan.in

Vivo Y300cમાં MediaTek Dimensity 6300 પ્રોસેસર, 12GB સુધીની RAM અને 512GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. ડિવાઇસના પરિમાણો 163.57×76.18×7.79mm છે અને તેનું વજન 199.9 ગ્રામ છે.

Vivo Y300C
yugatech.com

કનેક્ટિવિટી માટે, Vivo Y300Cમાં બ્લૂટૂથ 5.4, GPS, Wi-Fi અને USB ટાઇપ-C પોર્ટ જેવા ફીચર્સ છે. સ્માર્ટફોનમાં E-કંપાસ, ગાયરોસ્કોપ, ગ્રેવિટી સેન્સર, લાઇટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક સપોર્ટ પણ છે.

About The Author

Related Posts

Top News

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.