ભારતમાં મળશે આ 3 સસ્તા વૉટરપ્રૂફ ફોન, 30 મિનિટ પાણીમાં ડૂબે તોય ખરાબ નહીં થાય

આજકાલ આપણી જિંદગીમાં સ્માર્ટફોન ખૂબ જ મહત્ત્વનો હિસ્સો થઈ ગયા છે. તેની જરૂરિયાત કામ કરતી વખત, બહાર ક્યાંક જતી વખત કે માત્ર મનોરંજન માટે પણ પડે છે. એવામાં ફોનને કોઈ પણ જોખમથી બચાવવો જરૂરી હોય છે એટલે આજકાલ મોબાઈલ કંપનીઓ પણ ફોન્સમાં ડસ્ટ અને વોટર રેજીસ્ટેન્સવાળા ફીચર્સ આપે છે, પરંતુ તમને જણાવી દઈએ કે કોઈ આપણ ફોન પૂરી રીતે વોટરપ્રૂફ હોતા હાથી. એ માત્ર કેટલીક હદ સુધી જ પાણીથી બચી શકે છે. હાલમાં અમે અહી ભારતમાં મળતા કેટલાક ફોન્સની જાણકારી આપી રહ્યા છે જે વોટર રેજીસ્ટેન્સ ફીચર સાથે આવે છે.

ઉલ્લેખનીય છે કે IP67 કે IP68 રેટિંગ મળવા પર જ ફોનને વૉટર અને રેજીસ્ટેન્ટ માનવામાં આવે છે. તેમાંથી પણ IP68ને સૌથી બેસ્ટ માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમારો ફોન લેબોરેટરી કન્ડિશનમાં ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ ફોન્સ ઓછામાં ઓછા 1.5 મીટર ફ્રેશ વૉટરમાં 30 મિનિટ સુધી રહી શકે છે. IP68 રેટિંગને સોલ્ટ વોટર માટે પણ સારો નહીં કહી શકાય.

Motorola Edge 40 Neo: મોટોરોલાનો આ મિડ રેન્જ ફોન IP68 રેટિંગ સાથે આવે છે એટલે કે તે 30 મિનિટ સુધી 1.5 મીટર પાણીમાં રહી શકે છે. આ ફોન 20,999 રૂપિયાની શરૂઆતી કિંમત પર આવે છે. જો તમે 20 કે 30 હજારની રેન્જ પર નવો વૉટરપ્રૂફ ફોન ખરીદવા માગતા હોય તો હજુ વધારે ઓપ્શન નજરે પડી રહ્યા છે તો Samsung Galaxy S20 FE 5G, Moto Edge 30 Pro જેવા ઘણા મોડલ્સ તમને બજારમાં મળી જશે.

iPhone: લગભગ iPhone 11 થી જ બધા મેજર iPhone મોડલ્સ IP68 રેટિંગ સાથે આવે છે. તેમાં Samsung Galaxy S23 Ultra, Samsung Galaxy S22 Ultra, Galaxy S23 અને S23+ જેવા મેજર નામ છે.

Xiaomi 13 Pro 5G: શાઓમી તરફથી પણ ભારતમાં ઘણા બધા ફોન્સ IP68 રેટિંગ આપવામાં આવે છે. તેમાંથી Xiaomi 13 Pro 5G એક પ્રીમિયમ ફોન છે જે વોટર અને ડસ્ટ રેજીસ્ટેન્સ છે.

Google Pixel 7, Pixel 7 Pro: ગૂગલ આ પોપ્યુલર ફોન પણ IP68 રેટિંગ સાથે આવે છે. એ પણ 1.5 મીટર પાણીમાં 30 મિનિટ સુધી રહી શકે છે.

એવી જ અન્ય પણ કંપનીઓના ઘણા બધા ફોન્સ ભારતમાં મળે છે, જે IP68 રેટિંગમાં આવે છે. જો તમે વોટર રેજીસ્ટેનસ ફોન ખરીદવા માગો છો તો તે પહેલા સ્પેસિફિકેશનમાં જઈને IP રેટિંગ ચેક કરી શકો છો.

About The Author

Related Posts

Top News

ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું ₹4,08,053 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા માટે...
Gujarat 
ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.