- Tech and Auto
- શું છે મેક્રોહાર્ડ? એલન મસ્કનો નવો પ્રયોગ, સફળ થયો તો મનુષ્યો પર આવી શકે છે મુશ્કેલી
શું છે મેક્રોહાર્ડ? એલન મસ્કનો નવો પ્રયોગ, સફળ થયો તો મનુષ્યો પર આવી શકે છે મુશ્કેલી
જ્યારે પણ એલન મસ્ક કોઈ જાહેરાત કરે છે, તો તેના પર આખી દુનિયા વાત કરે છે. ટેસ્લા, સ્પેસએક્સ, સ્ટારલિંક અને X જેવી કંપનીઓ ચલાવનારા મસ્ક હવે મેક્રોહાર્ડ નામની એક નવી કંપની બનાવવા માગે છે. તેમણે પોતાનો વિચાર દુનિયા સામે રાખ્યો છે. જો મસ્કનો ઈરાદો સફળ થાય છે અથવા તેમનો આ પ્રયોગ સાકાર થાય છે, તો સૌથી મોટો પડકાર સોફ્ટવેર જાયન્ટ માઈક્રોસોફ્ટ સામે આવશે. કારણ કે મસ્કનો નવો પ્રયોગ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં થવા જઇ રહ્યો છે. મસ્કની નવી કંપની માણસોને કામ પરથી હટાવીને મશીનોને લાવવાનો વિચાર રાખે છે.
શું છે મેક્રોહાર્ડ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેક્રોહાર્ડ એક સોફ્ટવેર કંપની હશે, જે પૂરી રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત હશે. કહેવામાં આવે છે કે આ કંપની મસ્કની વર્તમાન કંપની XAI સાથે મળીને કામ કરશે. XAIએ જ Grok AI વિકસાવ્યું છે, જે ChatGPT અને Perplexity જેવું જ AI ચેટબોટ છે. રિપોર્ટ્સ મુજબ, મેક્રોહાર્ડ દ્વારા મસ્કની યોજના સેકડો ખાસ કોડિંગ અને ઇમેજ અને વીડિયો બનાવનાર AI એજન્ટ્સ લોન્ચ કરવાની છે. કહેવામાં આવે છે કે, AI એજન્ટ માણસોની જેમ કામ કરશે. સરળ શબ્દોમાં કહીએ તો મેક્રોહાર્ડ એક એવી ફેક્ટરી હશે જે પૂરી રીતે AIથી ઓપરેટ હશે. તે માણસોની જેમ કામ કરવામાં સક્ષમ હશે.
રિપોર્ટ્સ અનુસાર, મસ્કે પહેલાથી જ પોતાના ઇરાદા વ્યક્ત કરી દીધા હતા. થોડા સમય અગાઉ એલને કહ્યું હતું કે, XAI અને Grokનો ઉપયોગ કરીને એક મલ્ટી-એજન્ટ AI સોફ્ટવેર કંપની બનાવવામાં આવશે. મસ્કે ગયા વર્ષે કહ્યું હતું કે, તેઓ AIથી ચાલનારી વીડિયો ગેમ બનાવશે. એવું લાગે છે કે મસ્ક હવે તેમની યોજનાઓ પર આગળ વધી રહ્યા છે.
જો એલન મસ્ક પોતાના પ્રયોગોમાં સફળ થાય છે, તો માઇક્રોસોફ્ટને મેક્રોહાર્ડ તરફથી સૌથી મોટો પડકારનો સામનો કરવો પડશે. માઇક્રોસોફ્ટ પણ એક સોફ્ટવેર કંપની છે અને તેના CEO સત્ય નડેલાએ ગત દિવસોમાં પોતાના કર્મચારીઓને કહી ચૂક્યા છે કે તેઓ માઇક્રોસોફ્ટને AI કંપની તરીકે આગળ લઈ જવા માગે છે. સ્વાભાવિક છે કે, મસ્કની કંપની દ્વારા માઇક્રોસોફ્ટને પડકાર આપવામાં આવશે. તેનાથી માણસોની જગ્યાએ મશીનોને કામ પર રાખવાનું ચલણ વધશે, જે નોકરીઓ પણ જોખમ ઉત્પન્ન કરી શકે છે.
મેક્રોહાર્ડને xAI દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, મેક્રોહાર્ડ ચલાવવા માટે એજ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવશે, જે xAI યુઝ કરે છે. મસ્ક મેક્રોહાર્ડ દ્વારા xAIને મોટી કંપનીઓ બરાબર લાવવા માગે છે જેમ કે મેટા.

