અંબાલાલ પટેલની આગાહી, ઓગસ્ટ મહિનામાં ગુજરાત પર મોટું સંકટ આવી શકે

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતના લોકો મોટા ચિંતા ઉભી કરે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે ઓગસ્ટ મહિનામાં રાજ્ય પર મોટું સંકટ આવી શકે છે. તેમનું કહેવું છે કે બંગાળના ઉપસાગરમાં એક નહીં પણ બબ્બે સિસ્ટમ સક્રીય બની છે, જેને લીધે ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે, જુલાઇ મહિનામાં મોટાભાગનો વરસાદ ગુજરાતમાં પડી ચૂક્યો છે. હવે ઓગસ્ટ મહિનો પણ ચોમાસા માટે મહત્ત્વનો સાબિત થશે. ઓગસ્ટ મહિનામાં બંગાળના ઉપ સાગરમાં બે સિસ્ટમ સક્રીય થઇ છે, જે રાજ્યમાં ભારે વરસાદ વાલી શકે છે. તેમનું કહેવું છે કે, ઓગસ્ટ મહિનાની 3 અને 4 તારીખે ભારે પવન ફુંકાશે અને 8મી ઓગસ્ટથી વરસાદનું જોર વધશે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યુ કે, 8 ઓગસ્ટ પછી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં દેમાર વરસાદ પડી શકે છે. મૂશળધાર વરસાદ પડવાને કારણે સાબરમતી, નર્મદા, તાપી સહિતની નદીઓમાં પાણીનો મોટા પાયે વધારો થશે.

પટેલે કહ્યું કે 12 અને 13 ઓગસ્ટ અને એ પછી 16 અને 17 ઓગસ્ટ આ દિવસોમાં પણ મેઘરાજાની ઝંઝાવાતી બેટીંગ જોવા મળી શકે છે. 17 ઓગસ્ટ પછી મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો તે પાક માટે સારો માનવામાં આવે છે.

જ્યોતિષીઓના જણાવ્યા મુજબ સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં પ્રવેશ તારીખ ૧૭ ઓગસ્ટ 2023 થી થશે અને 30 ઓગસ્ટ 2023 સુધી રહેશે. આ નક્ષત્રનું વાહન ઘોડાનું રહેશે.. સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ ગુરૂવારને બપોરે ૦૧ વાગીને ૩૩ મિનિટે થશે. પરંપરા મુજબ મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે “મઘા કે બરસે, માતુ કે પરસે” એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે, ઓગસ્ટ મહિનાની 8 તારીખ ભારે માનવામાં આવે છે.8 ઓગસ્ટે ગુજરાતમાં અનેક વિસ્તારો જળબંબાકાર થઇ શકે છે. અનેક નદીઓમાં પૂરની સ્થિતિ ઉદભવી શકે છે. ટુંકમાં મેઘરાજા ગુજરાતને ઘમરોળી નાંખશે. જો કે, બીજી તરફ સારી વાત છે કે ખેડુતો માટે વરસાદ આર્શીવાદ રૂપ બની શકે છે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતના લોકોએ ઓગસ્ટ મહિનામાં ખાસ સાવચેતી રાખવી.

About The Author

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.