નવસારી યુનિ.ની મોટી સિદ્ધિ, દેશભરમાં સૌથી વધુ પેદાશ આપતી જુવારની જાત વિકસાવી

 

(દિલીપ પટેલ). દાણા જુવારની જાત જી. જે. 44 - મધુ સમગ્ર દેશમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે વિકસાવી છે. હેક્ટરે 2762 કિલો અનાજ દાણાનું ઉત્પાદન આપે છે. ગયા વર્ષે હેક્ટરે 1358 કિલો પાકી હતી. જેની સામે બે ગણું ઉત્પાદન આપતી જાત છે. જે સમગ્ર ભારતમાં સૌથી વધારે ઉત્પાદકતા ધરાવે છે.

જુવારને સુપર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે.22 ટકા સુધી વધારે ઉત્પાદન આપતી આ જાત છે. સુકા ઘાસચારાનું હેક્ટરે 11836 કિલો ઉત્પાદન આપે છે. ગાભમારાની ઈયળનો ઉપદ્રવ ઓછો થાય છે. ફુગ, ગુંદરીયો, કાલવ્રણ, પાનના સુકારા જેવો રોગો સામે આંશિક પ્રતિકાર ધરાવે છે.

દાણા જુવારની જાત જી જે 44 મધુને ચોમાસું ઋતુમાં સમગ્ર ગુજરાતમાં ઉગાડવા માટે ભલામણ કરવામાં આવી છે. તેમ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર દ્વારા જણાવાયું છે.

ગુજરાતમાં - 2021-22માં 37 હજાર હેક્ટરમાં 51 હજાર ટન જુવાર પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.ગુજરાતમાં 2020-21માં 41 હજાર હેક્ટરમાં 57.42 હજાર ટન મકાઈ થઈ હતી. જુવાર 6.50 હજાર ટન ઓછી પાકશે.

ઉત્પાદન

ગુજરાતમાં જુવારનું ખરીફમાં 31670 હેક્ટર અને રવીમાં 25320 હેક્ટર મળીને કુલ 56980 હેક્ટરમાં સરેરાશ વાવેતર થાય છે. 77430 ટન જુનાર 2019-20માં પેદા થઈ હતી. હાલ ઉત્પાદકતા 1358  કિલો છે તેમાં સારો એવો વધારો નવી જાતથી થઈ શકે તેમ છે. પશુચારામાં પણ સારો એવો વધારો આ નવી વેરાયટીથી થઈ શકે છે.

જુવારનુ વાવેતર 16 લાખ હેક્ટરથી ઘટીને 38 હજાર હેક્ટર થઈ ગઈ છે.

અગાઉ જુવારના બેવડો ઉપયોગ થઈ શકે એવી એક મોતીવાળા સફેદ દાણાવાળા ધરાવતી સુપર જુવારની નવી જાત શોધવામાં આવી છે. જે અનાજ તરીકે અને પશુ ચારા તરીકે વાપરી શકાય છે. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ સુધારેલ ડ્યુઅલ હેતુ જુવારની વિવિધતા ડીએસ -127 (જીજે 43) ક્રોસ (એકેઆર 354 એક્સ એસપીવી 1616) માંથી વિકસિત કરવામાં આવી હતી.

સોરગમ રિસર્ચ સ્ટેશનમાં 2009-10 થી 2013-14 દરમિયાન કૃષિ યુનિવર્સિટી ડીસા ખાતે પ્રયોગો કરાયા હતા. 2014માં પ્રાથમિક ટ્રાયલ બાદ તેને 2015થી 2017 સુધીમાં અલગ અલગ સ્થળોએ ટ્રાયલમાં પરીક્ષણ કરાયું હતું.

જુવાર ડીએસ -127 (જીજે 43) બીજી જાત જીજે 39 કરતાં 46.85 ટકા વધું ઉત્પાદન આપે છે. અને સીએસવી 20 કરતાં 22.66 ટકા વધું ઉત્પાદન આપે છે. આમ અનાજનું ઉત્તમ ઉત્પાદન આપતી નવી સુપર જાત ખેડૂતોને ઉગાડવા માટે હવે ભલામણ કરી દેવામાં આવી છે.

ઘાસચારા માટે તે બીજી જાતો કરતાં વધું સારી છે. તેના લાંબા-પહોળા પાંદડા પશુચારા માટે ઉત્તમ છે. છોડની ઊંચાઈ સારી છે. લીલી અને સુકી એમ બન્ને રીતે પશુના ખોરાક માટે સારી છે.

ગુજરાતમાં દુધાળા પ્રાણીઓના ચારા અને ઘાસચારાની સુરક્ષા માટે એક નવી જુવારની જાતિ “ગુજરાત જુવાર 43 (જીજે 43)” શોધી છે જે પશુચારાનો પ્રશ્ન ઉકેલી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ વેરાયટી એસ.કે.જૈન અને અને પી.આર.પટેલે ડીસાના  જુવાર સંશોધન કેન્દ્રમાં શોધી છે.

10 વર્ષથી દક્ષિણ ગુજરાતમાં પિયતની સગવડ વધવા સાથે મુખ્ય પાક ગણાતા જુવારના વાવેતર ઉપર માઠી અસર પડી છે. કરાડી-મટવાડ જેવાં વિસ્તારમાં બી.પી. ૫૩ નામની જુની જાતનું વાવેતર થતાં ઉત્પાદન ઓછું આવે છે, જે હવે વધી સકશે.વધારવા માટે ટ્રસ્ટ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.

આવતા દિવસોમાં ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના ફેરફાર સાથે જુવાર પર વિપરીત અસરો થઈ રહી છે. ગામડાઓમાં સાંજના ભોજનમાંથી જુવારના રોટલા ઓછા થઈ રહ્યાં છે. વીઘે 40 મણ ઉત્પાદકતા ધરાવતી કૃષિ યુનિવર્સિટીની જી.જે. 38 જાત હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.