MBA લલિત અને CA પત્ની, કરી રહ્યા છે રણમાં ખેતી, ગુજરાતથી મળી પ્રેરણા

વ્યવસાય સંચાલન અને આર્થિક નીતિના અભ્યાસ માટે ઉચ્ચ પદવી MBA અને CA છે. MBA જેવી ડિગ્રી પછી મલ્ટીનેશનલ કંપનીઓમાં જવા માગે છે, પરંતુ 33 વર્ષના લલિત દેવરા MBA કર્યા પછી 2012થી ખેતી કરી રહ્યાં છે. જેમને ગુજરાતથી પ્રેરણા મળી હતા. ગુજરાતના 58 લાખ ખેડૂતોને હવે તેઓ પ્રેરણા આપે એવી કરોડોના નફા સાથે ખેતી કરી રહ્યાં છે. તે પણ રણ વિસ્તારમાં.

પત્નીની જવાબદારી

લલિતના લગ્ન પાલી શહેરની ખુશ્બુ દેવરા સાથે થયા હતા. પત્ની CA છે.  તેઓ પણ ખેતી કરી રહ્યા છે. લગ્ન પછી પત્ની પણ ખેતી કરે છે. નર્સરીનું રિટેલિંગ, ફાર્મ હાઉસ અને નર્સરીથી લઈને અન્ય ખાતાઓમાં, છૂટક વેપારીના કામ તે સંભાળે છે. તમામ હિસાબો તે રાખે છે. ઘરની સાથે બેવડી જવાબદારીઓ. મહિલાઓ આરામથી નિભાવી શકે છે.

ખેતી ધંધો

ફાર્મ હાઉસ, હાઇટેક નર્સરી, પોલીહાઉસ, કૃષિ પ્રવાસન , ટપક સિંચાઈ સિસ્ટમ , અળસિયાનું યુનિટ, સુગંધ છૂટક વેપાર કરે છે. પ્રતિકૂળ સ્થિતિમાં  ઓછા પાણીવાળા રણ વિસ્તારમાં ક્યારેય કલ્પના પણ ન કરી શકાય એવા શાકભાજી અને બીજા પાક ઉગાડ્યા છે.

રાજસ્થાનના જોધપુરથી લગભગ 12 કિલોમીટર દૂર સુરપુરા ડેમ પાસે રહે છે.  મહારાષ્ટ્રમાંથી MBAમાં ટોચના 10 નંબર પર હતા.તેને ખેતી સાથે કોઈ લેવાદેવા નહોતી.

ખેતીનો ખ શિખ્યા

ઇન્ટર્નશિપ માટે વાઘોલી નગરમાં જતાં ત્યારે રસ્તામાં મોટા ગ્રીન હાઉસ અને પોલીહાઉસ આવતાં હતા. જેને તેઓ ટેન્ટ સમજતાં હતા. પછી ખેડૂતોએ કહ્યું કે આ ગ્રીન હાઉસ છે. ત્યારથી તેને તેમાં રસ પડવા લાગ્યો હતો.

નોકરી નહીં

બે કંપનીઓ સહિત આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી રિલેશનશિપ મેનેજર તરીકે 8 લાખના પગારના ઓફરની નોકરી ઠુકરાવીને ખેતી શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

ગુજરાતથી પ્રેરણા

જોધપુરમાં ખેતી શરૂ કરે તે પહેલાં લલિત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તે કહે છે કે, “મેં ગુજરાતમાં જઈને જોયું કે મેટ્રો અમદાવાદમાં સિટીમાં શાકભાજીના ઉત્પાદનમાંથી મોટી કંપનીઓ લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. તેમની પાસે બહુ જમીન પણ નથી. એકથી બે વીઘા જમીનમાં આધુનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવી રહી છે. બાગાયતી પાકો અને સંરક્ષિત ખેતી કંપનીઓ કરી રહી હતી. અહીંથી જ મેં ખેતી કરવાનું નક્કી કર્યું."

400 મીટર જમીન

2013માં માર્કેટિંગ અને ફાયનાન્સમાં MBA કર્યા બાદ લલિતે ખેતી કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પરિવારને આઘાત લાગ્યો હતો. લલિતના પૈતૃક ખેતરમાં પરંપરાગત પાક ઉગાડવામાં આવતો હતો, પરંતુ પાણી ન હતું. પિતા બ્રહ્મ સિંહ પાસેથી પરિવારની 12 વીઘામાંથી માત્ર 400 ચોરસ મીટર જમીન માંગી હતી.

નિષ્ફળતા

ગ્રીન હાઉસથી 2008માં જોધપુરમાં ખેતી શરૂઆત કરી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં હતા. આબોહવા અનુકૂળ ન હોવાને કારણે નિષ્ફળતા મળી હતી. બાગાયત વિભાગના અધિકારીઓને મળીને તાલિમ લીધી હતી. એક મહિના સુધી સંશોધન કેન્દ્રમાં ખેતી અને બાગાયતની બારીકાઈઓ શીખી. ઘણા પ્રોફેસરોને તેઓ મળ્યા.

ખેતીનું જ્ઞાન લીધું

છોડ કેવી રીતે ઉગે છે, કયા રોગો થાય છે, તેમને રોગોથી કેવી રીતે બચાવવા તે શિખ્યા.  છોડનું આખું વિજ્ઞાન ત્યાં સમજાયું. તેઓ સમજી ગયા કે ન બોલતા હોવા છતાં છોડની માંગ માણસોની જેટલી જ છે.

શેડનેટથી શરૂ

લલિત દેવરાએ સૌથી પહેલા પોતાના ખેતરમાં શેડનેટ હાઉસ લગાવીને શાકભાજી ઉગાડવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે પોલીહાઉસ બનાવ્યા. બાગાયત વિભાગની ગ્રાન્ટ લઈને કાકડીનું ઉત્પાદન શરૂ કર્યું. કૃષિ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેતાં હતા.

કાકડીની કમાણી 13 લાખ

પશ્ચિમ રાજસ્થાનનું વાતાવરણ નર્સરી અને ખેતી માટે યોગ્ય ન હતું, પરંતુ લલિતે અડધા એકરમાં 28 ટન કાકડીની ખેતી કરીને રેકોર્ડ બનાવ્યો છે. કાકડીઓ માટે ટર્કીમાંથી બીજ મેળવ્યા હતા.  વર્ષ 2015-16માં  કુલ 28 ટન કાકડીનું ઉત્પાદન થયું હતું. ચાર લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો. પહેલી ખેતીમાં જ 13 લાખનો નફો થયો હતો.

શાકભાજી

કૃષિમાં શાકભાજીને તેમણે મહત્વ આપ્યું હતું. ખેતરમાં ગ્રીનહાઉસમાં કાકડી, લાલ, પીળા અને લીલા કેપ્સીકમ, ટામેટા વગેરે ઉગાડવા લાગ્યા. દિવસે ને દિવસે ખેતી ક્ષેત્રે નફો વધતો ગયો હતો. હવે પપૈયા, દાડમ અને સ્ટ્રોબેરીની પણ ખેતી કરે છે.

કૃષિ શાળા

કૃષિ ઇજનેરી માટેના એકમો પણ છે, જ્યાં નાના-મોટા સાધનો પણ બનાવવામાં આવે છે. રસાયણોનો ઉપયોગ ઘટાડવા માટે સજીવ ખેતી વધારી રહ્યાં છે.

1 કરોડ વકરો

2018માં નર્સરી શરૂ કરી વિવિધ પ્રજાતિના 500 છોડ તેની પાસે છે.  પશ્ચિમ રાજસ્થાનની અત્યાધુનિક નર્સરીઓમાંની એક છે. નર્સરીમાં શરૂઆતમાં 23 થી 30 લાખ રૂપિયાનું ટર્નઓવર હતું. પછી 60 થી 80 લાખ થયું અને હવે ગયા વર્ષે એક કરોડનું ટર્નઓવર થયું હતું. ગ્રાહકને છોડ આપે છે ત્યારે તે છોડના ખોરા, પાણી, સુર્ય પ્રકાશ અને દવા અંગે સમજાવે છે.15 થી 20 લોકો કામ કરે છે.

સંશોધન

લલિતે સંશોધનો કરીને ડ્રોપ-ડ્રોપ ઈરીગેશન પદ્ધતિથી છોડ અને ઘાસ વિકસાવ્યા. તેનાથી ટેક્નોલોજી અને મહેનતને કારણે આખો વિસ્તાર હરિયાળીથી ભરાઈ ગયો.લગભગ એક કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો. તેમની પહેલાં ત્રણ-ચાર કંપનીઓને સફળતા ન મળી.

ટામેટા

ટામેટાંમાં ત્રણ લાખ રૂપિયા ખર્ચાયા નફો 50 ટકા થયો. આઠથી નવ લાખ રૂપિયા મળ્યા.

નફો

વર્ષ 2018-19માં ટર્નઓવર 35 લાખ સુધી પહોંચ્યું, જેમાં 40 ટકાનો નફો થયો. 60 થી 65 લાખના ટર્નઓવર પર નફો 25 ટકા થયો હતો.

પ્રોજેક્ટ મળ્યા

અનેક સરકારી પ્રોજેક્ટ મળી રહ્યા છે. જોધપુરના કરવડ સ્થિત IIT કેમ્પસમાં બાગાયતનું કામ ટાટા કંપનીના એક પ્રોજેક્ટ દ્વારા મળ્યું હતું. વર્ષ 2020 માં, જોધપુર IIT કેમ્પસને ગ્રીન બનાવવાનું કામ મળ્યું, જે લગભગ 83 લાખ રૂપિયા હતું. દેશના બીજા ઘણા વિસ્તારોમાંથી નર્સરીના છોડ અહીંથી લઈ જાય છે.

રણમાં ફુલોની ખેતી

મેરીગોલ્ડ ફ્લાવરના બીજ કોલકાતાથી મંગાવીને અહીં રોપવામાં આવ્યા હતા, તેને ખુલ્લામાં રોપવામાં આવ્યા હતા, જેના પર 50 હજાર રૂપિયાનો નફો થયો હતો.

અળસિયાનું ખાતર

ખેતરમાં વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે, તેઓ લગભગ એક લાખ રૂપિયાનું ખાતર વેચે છે. તેઓ ઓર્ગેનિક ખાતર પણ જાતે તૈયાર કરે છે. અનેક એવોર્ડ તેને બે મુખ્ય પ્રધાનોએ અને સંસ્તાઓએ આપ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.