18 દિવસ પછી શનિની વક્રી ચાલ,આ રાશિઓ પર છપ્પરફાડ ધનવર્ષા થશે

ન્યાયના દેવતા ગણાતા શનિ 18 દિવસ પછી એટલે કે 17 જૂનથી ઉલ્ટી ચાલ ચાલશે. પોતાની જ રાશિ કુંભમાં રહીને શનિની વક્રી ચાલ બધી રાશિઓ પર નાની મોટી અસર કરશે, પરંતુ 3 રાશિઓ એવી છે જેમની પર છપ્પરફાડ ધનવર્ષા થશે એવું જ્યોતિષના જાણકારોનું કહેવું છે. શનિદેવ માટે એવું કહેવાય છે કે જો તે નારાજ હોય તો પીડા આપે છે, પરંતુ જો કૃપા વરસે તો રાજાની જેમ જિંદગીમાં સુવિધા આપે છે.

શનિને જ્યોતિષની દ્રષ્ટિએ મહત્ત્વનો ગ્રહ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિ મહારાજ કર્મો પ્રમાણે ફળ આપે છે અને તેમની ચાલ ધીમી હોય છે. અઢી વર્ષમાં શનિ રાશિ બદલી નાંખે છે. એટલે શનિની સ્થિતિના પરિવર્તનની અસર લોકોના જીવન પર લાંબા સમય સુધી રહેતી જોવા મળે છે.શનિની નારાજગી હોય તો પીડા આપે છે, પરંતુ જો કૃપા હોય તો લખલૂંટ વૈભવ મળે છે.

જ્યોતિષીઓના કહેવા મુજબ શનિ અત્યારે કુંભ રાશિમાં છે અને સીધા આગળ વધી રહ્યા છે. પરંતુ 17 જૂનથી શનિની ચાલ વક્રી થઇ જશે અને 4 નવેમ્બર સુધીમાં બધી રાશિઓ પર તમને નાની મોટી અસર જોવા મળશે. શનિની વક્રી ચાલની જે 3 રાશિઓ પર સૌથી સારી અસર પડવાની છે તે રાશિ વિશે જોઇ લઇએ.

મિથુન, તુલા અને ધન રાશિવાળાઓને બખ્ખા થઇ જવાના છે.

મિથુન:  આ રાશિવાળાને શનિની વક્રી ચાલ દરેક કામમાં સફળતા અપાવશે. મિથુન રાશિવાળાના પહેલા નામ ક, છ અને ઘથી શરૂ થાય છે. આ રાશિવાળા લોકોના જે કામો અટકી ગયેલા હતા તે હવે ફટાફટ પુરા થવા માંડશે. નવું કામ કરવા માટેનો પણ ઘણો સારો સમય છે.શનિની કૃપા રહેવાને કારણે જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે. પ્રતિષ્ઠા પણ વધશે અને ધન લાભ થશે. આર્થિક સ્થિતિ મજબુત થશે. તો ક છ નામ ધરાવતા લોકો માટે સારા દિવસો આવી રહ્યા છે.

તુલા: આ રાશિમાં ર અને ત નામ આવે છે. શનિની વક્રી ચાલ તુલા રાશિવાળા લોકોને લાભ આપશે અને પ્રગતિ જોવા મળશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમને નોકરી મેળવવામાં સફળતા મળશે. નોકરી ચાલું હોય તો પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળશે. તુલા રાશિવાળાઓ લવ પાર્ટનર સાથે ભરપુર સમય વિતાવી શકશે.

ધન રાશિ:  ધન રાશિમાં ભ,ધ,ફ,ઢ નામ આવે છે. શનિ ચાલ બદલશે એટલે ધન રાશિના લોકોને શુભ ફળ આપશે. કારકિર્દીમાં પ્રગતિ થશે. નોકરી કરવાવાળા લોકોને તેમની ઇચ્છા મુજબનું પદ મળી શકે છે. વેપારમાં તેજી જોવા મળશે અને આવક વધશે. વિદેશ જવા માંગતા હશો તો શનિદેવ તમારી આ ઇચ્છા પુરી કરી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે અને બધા કામ સરળતાથી પુરા થશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.