કોમી એકતાનું ઉદાહરણ, 51 મુસ્લિમ દીકરીઓએ 201 હિંદુ છોકરીઓને મહેંદી મુકી

1 જુલાઈ 2023 એટલે કે આવતાકાલ, શનિવાર થી ગૌરીવ્રતની શરૂઆત થશે અને 5 જુલાઈ 2023 બુધવારે પુરૂ થશે. ગૌરીવ્રત મોરકત વ્રતના નામથી પણ ઓળખાય છે. આ વ્રતને અષાઢ મહિનામાં 5 દિવસથી વધુ સમય સુધી ઉજવાય છે. ગૌરી વ્રત શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને પાંચ દિવસ પછી ગુરૂ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે. પતિને પામવાના આ વ્રતની ઉજવણી પહેલા કોમી એકતાનું એક ઉદાહરણ સામે આવ્યું છે.

અત્યારે ચારેકોર, મારો કાપો અને નફરતની વાત ફેલાઇ રહી છે એવા સમયે હિંદુ-મુસ્લિમ એકતાનું મનને ટાઢક આપે તેવું ઉદાહરણ સામે આવ્યું છે. હિંદુઓના તહેવાર ગૌરી વ્રતમાં 51 મુસ્લિમ દીકરીઓએ 210 હિંદુ દીકરીઓને મહેંદી મુકી છે. આ બાળાઓને હિંદુ- મુસ્લિમ નફરત સાથે કોઇ લેવા દેવા નથી.

વડોદરાની સામાજીક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા કમાટીબાગ ખાતે હિન્દુ દીકરીઓને મહેંદી મુકવાનો કાર્યક્રમ રાખવામાંઆવ્યો હતો, જેમાં 51 મુસ્લિમ દીકરીઓ દ્વારા 201 હિન્દુ દીકરીઓને મહેંદી મૂકી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું, સાથે સાથે ગૌરી વ્રત કરનાર દીકરીઓને ડ્રાયફુટની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યુંહતું. નિશિતા રાજપૂત 14 વર્ષથી ગર્લ્સ એજ્યુકેશન સાથેકામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 37 હજાર દીકરીઓને સ્કુલ ફી ભરવામાંમદદ કરી છે.

મહેંદી આર્ટિસ્ટ મેમણ તરન્નુમે કહ્યુ કે, અમે આર એન્ડ કે પંડ્યા સ્કૂલમાંથી આવ્યા છીએ. દર વર્ષે નિશિતા દીદી અમને ગૌરી વ્રતમાં બોલાવે છે અને અમે ખુશી ખુશી હિંદુ છોકરીઓને મહેંદી મુકીએ છીએ. અમારી વચ્ચેકોઈપણ પ્રકારનો ભેદભાવ હોતો નથી. અમેબધા એક બીજાને મિત્ર માનીએ છીએ, અનેમહેંદી લગાવીએ છીએ. અમને પણ ખૂબ મજા  આવે છે, સાથે બેસીને નાસ્તો પણ કરીએ છીએ.

આ માત્ર તરન્નુમનો જ જવાબ નથી, પરંતુ દરેક મુસ્લિમ અને હિંદુ યુવતીઓનો જવાબ છે, જેમને તહેવારોમાં ભેદભાવ કરવાનું ગમતું નથી. આ નિદોર્ષ બાળકો તેમની મોજમાં મજા કરે છે અને તેમને વેરઝેરમાં કોઇ રસ નથી. આવા અનેક દાખલાઓ સામે આવતા રહેવા જોઇએ તો નફરત ફેલાવનારા લોકોના મગજ સુધરે તો આ જિંદગી મસ્ત જીવવા જેવી લાગે.

વડોદરમાં ગૌરી વ્રત કરનારી હિંદુ દીકરી ધ્રુવીએ કહ્યું કે, હું પહેલીવાર અહીં મહેંદી મુકાવવા આવી છુ, પરંતુ  મુસ્લિમ છોકરીઓ એટલી સરસ મહેંદી મુકી છે કે મજા પડી ગઇ.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.