ગુજરાતમાં અનેક જગ્યાએ જૈન સમાજની વિશાળ રેલી, હજારો લોકો જોડાયા, આ છે માગણી

ભાવનગ૨ નજીક જૈનોનાં આસ્થાનું કેન્દ્ર એવા શ્રી શત્રુંજય મહાતિર્થમાં કેટલાંક અસમાજીક તત્વો દ્વારા કરવામાં આવેલી કનડગત અને તોડફોડની ઘટનાથી જૈન સમાજ ક્રોધિત થયો છે.શત્રુંજય મહાતીર્થને બચાવવા ભારે વિરોધનો વંટોળ ઉભો થયો છે. 1લી જાન્યુઆરી નવા વર્ષના દિવસે જ જૈન સમાજે  અમદાવાદ, મુંબઇ, સુરત, દિલ્હી સહિત દેશભરમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈન સમાજના હજારો લોકો જોડાયા હતા. રેલીમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં પાલિતાણાનાં શત્રુંજય પર્વત ઉપ૨ મૂક્વામાં આવેલા CCTV કેમેરામાં દેખાયુ હતું કે કેટલાકં અસમાજિક તત્વો તિર્થનું સંચાલન સંભાળી ૨હેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીનું બોર્ડ તોડી રહ્યા છે. આ ઘટનાથી જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે અને આ ઘટના સામે ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો છે.

શત્રુંજય મહાતીર્થ બચાવવા અને દબાણ દુર કરવા માટે અમદાવાદમાં પાલડીથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના હજારો લોકો રેલીમાં બેનરો સાથે જોડાયા હતા.જૈન સમાજના સંતો પણ રેલીમાં સહભાગી બન્યા હતા. એક અંદાજ મુજબ 3.કિ,મી કરતા વધારે લાંબી રેલીમાં 15,000થી વધારે લોકો રેલીમાં સામેલ હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હતી. અમદાવાદમાં કલેકટર ઓફિસ પાસે બનાવેલા સ્ટેજ પર જૈન મૂનિઓ બિરાજમાન છે અને હજારોની ભીડ રસ્તા પર સુત્રોચ્ચાર કરી રહી છે. વિરોધનો અવાજ વધારે બુલંદ થતો દેખાઇ રહ્યો છે.

જૈન સમાજના એક અગ્રણીએ કહ્યુ હતું કે, શત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન અમદાવાદ, સુરત, મુંબઇ, દિલ્હી સહિત દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે. પર્વત પર ગેરકાયદે દબાણો અટકાવવાની જૈન સમાજની માંગ છે.

જૈન સમાજે જે માગણીઓ કરી છે તેમાં રોહિશાળામાં પ્રભુની ચરણ પાદુકાની તોડફોડની તપાસ કરવામાં આવે, ગેરકાયદે માઇનીંગ બંધ કરવામાં આવે, માથા ભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આને, ગિરિરાજ પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણો દુર કરવામાં આવે.

પાલિતાણાએ જૈનોનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે અને દર વર્ષે બે વખત દેશ- વિદેશથી મોટા ગ્રુપમાં તીર્થયાર્ત્રીએ આવે છે. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ શત્રુંજય પર્વત પર બિરાજમાન જૈન મંદિરના દર્શન માટે આવે છે. શત્રુંજય ગિરિરાજ પર કુલ 11,094 પ્રભુની પ્રતિમા બિરાજમાન છે.1900 ફુટની ઉંચાઇ ધરાવતા આ પર્વત પર 3745 પગથિયા ચઢવા પડે છે.

About The Author

Related Posts

Top News

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.