આત્મસંયમની કેળવણીનો મહિનો એટલે રમજાન, એતેકાફનું અકલ્પનીય મહત્ત્વ

હિંદ સહિત સમગ્ર ભારતીય ઉપખંડથી સહિત વિશ્વના જુદા જુદા ભાગોમાં વસ્તા બે અબજથી વધારે મુસ્લિમો રમજાન માસમાં રોઝા રાખે છે..રમજાનમાં ફકત ખાવા-પીવાની બાબતનો ત્યાગ કરવો એટલે રોઝા રાખવો નહી પરંતુ ભૂખ-તરસની સાથે સાથે પોતાની તમામ નકારાત્મક અને અલ્લાહ દ્વારા સામાન્ય દિવસોમાં જે બાબતોને વૈધ(Permisable) કરવામાં આવી છે તેનાથી પણ અળગા રહેવાનું નામ રોજો છે. ફકત આધ્યાત્મિક ઉન્નતીનો રાહ જ નહી પણ ગરીબો,મોહતાજો અને જરૂરતમંદોનો સામુહિક દ્ષ્ટિકોણથી વિચાર કરી તેમના પ્રત્યે વ્યકિતગત અને સામુહિક જવાબદારી નકકી કરવાનું નામ પણ રોઝો છે.

વિશ્વમાં પ્રવર્તમાન દરેક ધર્મમાં આત્મસંયમને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એમ જોવા જઇએ તો આત્મસંયમ એક વ્યકિતગત બાબત છે છતાંયે ઇસ્લામે આત્મસંયમને વ્યકિતની સાથે સાથે સમુહ સાથે પણ કનેકટ કરી દીધું. રમજાનમાં ફકત ખાવા-પીવાની બાબતનો ત્યાગ કરવો એટલે રોઝા રાખવો નહી પરંતુ ભૂખ-તરસની સાથે સાથે પોતાની તમામ નકારાત્મક અને અલ્લાહ દ્વારા સામાન્ય દિવસોમાં જે બાબતોને વૈધ(Permisable) કરવામાં આવી છે તેનાથી પણ અળગા રહેવાનું નામ રોજો છે. ફકત આધ્યાત્મિક ઉન્નતીનો રાહ જ નહી પણ ગરીબો,મોહતાજો અને જરૂરતમંદોનો સામુહિક દ્ષ્ટિકોણથી વિચાર કરી તેમના પ્રત્યે વ્યકિતગત અને સામુહિક જવાબદારી નકકી કરવાનું નામ પણ રોજો છે.

રમજાન અરબી શબ્દ રમ્ઝ પરથી બન્યો છે

રમજાન અરબી શબ્દ રમ્ઝ પરથી બન્યો છે. જેનો અર્થ થાય છે બુરાઇને બાળવી અર્થાત વ્યકિત પોતાનામાં રહેલી તમામ બુરાઇઓ પર આ મહિનામાં નિયંત્રણ મેળવીને જીવનભર તેના પર અમલ કરવાનો પ્રયત્ન કરે.

રમજાનમાં રોજાનું મહત્વ

ઇસ્લામી કેલેન્ડરના 9માં મહિનો એટલે રમજાન, રમજાનમાં રોઝા ફરજીયાત કરવા પાછળનું કારણ આત્મસંયમ, ઇશપરાયણતા, તમામ પ્રકારની બુરાઇઓથી પોતાને અને સમાજને બચાવવું, ગરીબો પ્રત્યે હમદર્દી પેદા કરવી છે. એટલે જ કુર્આન કહે છેકે,‘ એ લોકો જેઓ ઇમાન(આસ્થાવાન લોકો) તમારા માટે રોઝા એના માટે ફરજીયાત કરવામાં આવ્યા કે તમારાથી પૂર્વે પર ઇશદૂતો(નબીયો)ના અનુયાયીઓ માટે પણ ફરજીયાત કરવામાં આવ્યા હતા. જેથી આશા છેકે, તમે સંયમી બનો’ ( સુરઃ બકરહ, આયત નંબર 183)

રોજાનો સમયગાળો અને રાખવાની તકેદારી

મળસ્કે પૂર્વે સહરી કરવામાં આવે છે, એટલે કે માણસ આખો દિવસ ભૂખ્યો રહેશે, દિવસ દરમિયાન જરૂરત જેટલી કેલેરી મળી રહે તેટલું ભોજન કરવું. સૂર્યોદયથી(સહેરી) લઇને મગરીબ( સૂર્યાસ્ત) સુધી કોઇપણ પ્રકારનું અન્ન-જળ ગ્રહણ ન કરવું, પોતાની પત્ની જોડે સંભોગ નહી કરવો, જુઠ ન બોલવુ, કોઇની લગીરેય નિંદા ન કરવી, કોઇના પર ખોટા આરોપ-તોહમત ન લગાવવું, ઝઘડો નહી કરવો જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.

કુર્આનનું થયું હતું અવતરણ

રમજાન ઇસ્લામી કેલેન્ડરનો 9મો મહિનો છે. આ જ મહિનામાં અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ(સલ) પર સર્જનહાર દ્વારા કુર્આનનું અવતરણ કરવામાં આવ્યું હતું. તેના માટે કહેવામાં આવ્યું કે,‘ રમજાન તે મહિનો છે જેમાં કુર્આનનું અવતરણ કરવામાં આવ્યું જેમાં મનુષ્યજાતિ માટે સ્પષ્ટ માર્ગદર્શન છે અને તેના સ્પષ્ટ શિક્ષણ પર આધારિત છે જે સીધું માર્ગદર્શન કરનારી તેમજ સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરનારું, હવે જે વ્યકિતને આ મહિનો મળે તેના માટે જરૂરી છેકે તે આ મહિનાના પુરા રોઝા રાખે ’ (સુરઃ બકરહ,185)

તરાવીહની નમાઝ

આમતો સામાન્ય દિવસો પણ પુખ્તવયના સ્ત્રી-પુરુષો માટે નમાઝ છે જે પરંતુ રમજાનની અંદર આ પાંચ સમયની નમાઝની સાથે સાથે રાતે તરાવીહની નમાઝ કે દરેક મસ્જિદની અંદર સામુહિક રીતે પઢવામાં આવતી હોય છે. જેમાં કુર્આનને સાંભળવાથી ખુબજ પુણ્ય મળે છે.

રમજાનમાં ઝકાત(દાન)નું મહત્વ

દરેક એ મુસ્લિમ સંપત્તિવાન સ્ત્રી અને પુરુષને પોતાની સંપત્તિમાંથી 2.5 ટકા જેટલી ઝકાત(દાન) આપવું ફરજીયાત છે. ઇસ્લામના પાયાના પાંચ સ્તંભોમાંથી એક સ્તંભ ઝકાત પણ છે. જે સમાજના ગરીબ અને જરૂરતમંદોને આપવામાં આવે છે. રમજાનમાં ઝકાત આપવાથી તેનું પુણ્ય વધુ મળે છે.

રમજાનના અંતિમ દસ દિવસોમાં એતેકાફ

રમજાનના અંતિમ દસ દિવસોમાં મસ્જિદની અંદર એતેકાફ કરવામાં આવે છે. એતેકાફ એટલે મસ્જિદના પ્રાર્થનાખંડ(જમાતખાના)માં એક બાજુ સતત ઇબાદતમાં રહેવાનું તેમજ નકકી કરેલા વિસ્તારથી બહાર નહી નિકળવું. કેવળ પોતાની જરૂરીયાતની પૂર્ણતા માટે જ એ જગ્યાએથી હટી શકાય. જેનો ઉદે્શ્ય લોકોથી અળગા થઇને પોતાના એકમાત્ર સર્જનહારની ઇબાદત(ઉપાસના)માં લીન થવાનો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.