- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
પોષ વદ નોમ
શનિવાર
6 ફેબ્રુઆરી 2021
પારસી રોજ 25
મુસ્લિમ રોજ 23
નક્ષત્ર: અનુરાધા
યોગ: ધ્રુવ
કરણ: વણીજ
આજરોજ જન્મેલા બાળકનું નામ વૃશ્વિક રાશિ અને અક્ષર (ન, ય) પરથી પાડવાનું રહેશે.
રાહુકાળ 10:05થી 11:28
આજે પંચક નથી
આજે દશમની ક્ષય તિથિ છે
મેષ: આજનો દિવસ આપના માટે સામાન્ય બને છે, જેમાં ખર્ચનું પ્રમાણ વધુ બની રહે, અકસ્માત માટે ખાસ સાચવવાની જરૂરત છે.
વૃષભ: આજનો દિવસ આપના માટે દામ્પત્ય જીવન સંબંધી તેમજ ભાગીદારીના સંબંધોમાં મિશ્ર પ્રતિભાવ વાળો બને છે, વાદ-વિવાદથી દૂર રહેવાની જરુરત છે.
મિથુન: આજનો દિવસ આપના માટે કાંઈ પણ લાલચ કરવા જેવો નથી, જેથી જે વસ્તુ સામે દેખાય છે તેની જ વિચારણા કરવી.
કર્ક: આજનો દિવસ આપના માટે જાત મહેનતનો છે, સામેવાળી વ્યક્તિ પર જરા પણ આશા રાખવાની કોઈ જરૂરત નથી.
સિંહ: આજનો દિવસ આપના માટે સાથે કાર્યકર્તાઓને સાચવવાનો છે, હાથ નીચે કામ કરતા વ્યક્તિઓની કાળજી રાખવી, ખર્ચ પર કાબુ રાખવો.
કન્યા: આજનો દિવસ આપના માટે કોઈપણ આડકતરા નિર્ણયો લેવાનો નથી, ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકાય.
તુલા: આજનો દિવસ આપના માટે આર્થિક દ્રષ્ટિએ નબળો બને છે, સાથે સાથે શારીરિક કક્ષાથી પણ ખુબ જ સાચવવાની જરૂર છે.
વૃશ્વિક: આજના દિવસમાં માનસિક તાણ સિવાય દિવસ પૂરો કરવો યથાયોગ્ય બની રહે, વધુ પડતો વિચાર નુકસાન આપી જાય.
ધન: આજના દિવસમાં વિરોધીઓ આપને હંફાવવાના પ્રયત્ન કરે, ખુબ સાચવીને સમય પસાર કરવો.
મકર: આજનો સમય આપના માટે સામાન્ય છે, દામ્પત્ય જીવનમાં સાચવવું, અગત્યના નિર્ણયો આજરોજ ટાળવા, કોઈના પર વિશ્વાસ રાખવો નહીં.
કુંભ: આજના દિવસમાં આપને કામકાજમા ખુબ સાચવવાની જરૂર છે, હાથ નીચેના કામ કરતા વ્યક્તિઓ આપને નુકસાનીમાં ન ઉતારી દે તેની કાળજી રાખવી.
મીન: આજનો દિવસ આપના માટે નિર્ણય લેવાનો નથી, ભાઈ-બહેન સાથે વાદ-વિવાદ કરવા નહીં, માનસિક ચિંતાને વધુ વેગ આપવો નહીં.
શાસ્ત્રી ડૉ.કર્દમ દવે
9825631777

