- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 07-09-2025
વાર- રવિવાર
મેષ - સામાજિક માન પ્રતિષ્ઠામાં ઘટાડો ન થાય સાચવવું, આર્થિક લાભમાં વધારો થશે, આજે ગ્રહણ સમયે ભગવાન કૃષ્ણનું નામ અવશ્ય લેવું.
વૃષભ - આજના દિવસમાં નોકરી ધંધા અંગે ચિંતા રહે, કોઈના ઉપર આંધળો વિશ્વાસ નુકશાન પહોંચાડશે, ગ્રહણ સમયે હનુમાનજીનું સ્મરણ આવશ્ય કરો.
મિથુન - નસીબના ભરોશે ન બેસશો, હરવા ફરવામાં ખાસ સાચવવું, ભગવાન ભૈરવનું સ્મરણ ગ્રહણના સમયે અવશ્ય કરશો.
કર્ક - ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું, આજે તમારી કોઈ વાત કોઈને દુઃખી કરી શકે છે તો સાચવવું, ગ્રહણ સમયે મહામૃત્યુંજયના જાપ અવશ્ય કરો.
સિંહ - આજે તમારા સંબંધો સાચવવા અને માનસિક તણાવોને ઓછો કરવા પ્રયાસ વધારો, આજે ગ્રહણ સમયે ભગવાન વિષ્ણુનું સ્મરણ અવશ્ય કરશો.
કન્યા - કષ્ટ પીડામાં વધારો થઈ શકે છે, તમારી બચત પર ધ્યાન આપવું, આજે ગ્રહણ સમયે ચંદ્રના જાપ અવશ્ય કરશો.
તુલા - આજે સંતાનની બાબતમાં ચિંતા રહેશે, તમારી આવક પણ ઘટી શકે છે.
વૃશ્ચિક - ઘર પરિવાર અંગે ચિંતા રહે, તમારી જીદનું પરિણામ ખરાબ આવી શકે છે, ગ્રહણ સમયે તમારા કુળદેવતાનું સ્મરણ અવશ્ય કરો.
ધન - હરવા ફરવામાં ધ્યાન રાખવું, આડોશ પડોશમાં સંબંધો સુધારીને રાખવા, આજે ગ્રહણ સમયે હનુમાનજીનું ધ્યાન અવશ્ય કરશો.
મકર - આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું, બહારની વસ્તુઓ ખાવાથી આજે બચો, આજના દિવસે ગ્રહણ સમયે રામ ભગવાનનું ધ્યાન કરો.
કુંભ - આજના દિવસમાં માનસિક તણાવમાંથી બહાર નીકળી શકશો, તમારે કોઈ અગત્યનો નિર્ણય ન લેવો, આજે ગ્રહણ સમયે સુંદરકાંડના પાઠ સાંભળો હનુમાન મંત્રના જાપ કરો.
મીન - તમારી આર્થિક બાબતોનું ધ્યાન રાખો, રોગ બીમારીથી સાવધાન રહો, આજે તમે ગ્રહણ સમયે માતાજીની ભક્તિ કરો, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ, +91 93285 92699

