- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ 19-09-2025
વાર - શુક્રવાર
મેષ- વિદ્યા અભ્યાસની બાબતોમાં સમજદારીથી કામ લેવું, તમારા કોઈ લાભો અટકે નહી ધ્યાન રાખવું, આજે સૂર્ય નારાયણનું ધ્યાન અવશ્ય કરવું.
વૃષભ - ઘર પરિવારની બાબતોમાં વધારે ધ્યાન આપવું, ધંધામાં અજાણ્યા માણસથી સાવધાન રહેવું, ઘરે થોડો વધારે સમય ફાળવવો.
મિથુન - કોઈપણ સાહસ કરતા પહેલા વિચારજો, ઘરમાં નવી વસ્તુ ખરીદીના પ્રસંગ બને, આજે ભાઈ બહેનની સલાહથી કામ કરવું.
કર્ક - આજના દિવસમાં ધનની સ્થિતિ બગડી શકે છે, તમારી ધાર્મિકતામાં વધારો થાય, આજે માતાજીનું ધ્યાન કરો.
સિંહ - આજે તણાવ ભર્યો દિવસ રહેશે, વાણી પર સંયમ રાખવો જરૂરી, માં સરસ્વતીનું ધ્યાન કરો.
કન્યા - આજે ખોટા ખર્ચાથી બચો, તમારી તબિયતની વધારે કાળજી લો, આજે હનુમાનજીનું ધ્યાન અવશ્ય કરો.
તુલા - સંતાનો પ્રત્યેની ચિંતા રહે, તમારી ઉઘરાણી પર વધારે ધ્યાન આપો, માં લક્ષ્મીનું ધ્યાન અવશ્ય કરો.
વૃશ્ચિક - તમારું ધ્યાન ધંધામાં કેન્દ્રિત કરો, સમાજમાં તમારી નામનામાં વધારો થાય, આજે વડીલોના આશીર્વાદ અવશ્ય લો.
ધન - આજે તમારા કામમાં અરુચિ ન આવવા દેતા, અકારણ ના વિવાદોથી દૂર રહો, આજે ભગવાન કૃષ્ણનું ધ્યાન કરો.
મકર - આજે બહારનું ખાવા પીવાનો પ્રોગ્રામ બનાવી શકાય, તમારા ધનની સ્થિતિ સાચવવા મહેનત કરો, આજે સુગંધિત પદાર્થનો ઉપયોગ કરવો.
કુંભ - તમારી તબિયત પર ધ્યાન આપવું, તમારા સંબંધો વધારે મજબૂત બનશે, આજે દેવસ્થાનની મુલાકાત લો.
મીન - આજે તમારી તબિયત સાચવવી, તમારી બચત ઓછી ન થાય ધ્યાન આપવું, ઉત્તર દિશા તરફ મુખ રાખી કુબેરજીનું ધ્યાન કરો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

