- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 23-12-2025
વાર- મંગળવાર
મેષ - સામાજિક દૃષ્ટિએ આજે પ્રગતિનો દિવસ, તમારા જિદ્દી સ્વભાવથી નુકસાન ન થાય સાચવવું, આજે શિવજીની ઉપાસના ફળદાયક રહેશે.
વૃષભ - ઘર પરિવારમાં આજે સાચવવું, નોકરી ધંધામાં બીજાના કામને લઈ ભાર વધશે, પીપળે આજે દૂધ પાણી ચઢાવવા.
મિથુન - ભાઈ બહેનમાં કે આડોશ પડોશમાં વિવાદ ટાળવો, હરવા ફરવામાં સાચવવું, આજે ક્ષેત્રપાળનું સ્મરણ કરી ઘરેથી બહાર નીકળો.
કર્ક - તમારા ધનમાં આજે વૃદ્ધિ થાય, બોલવામાં આજે ખાસ સાચવવું, સૂર્યનારાયણના દર્શન કરી બહાર નીકળો.
સિંહ - પતિ પત્નીના સંબંધ મજબૂત બનાવો, અકારણનો ગુસ્સો ટાળવો, ચંદનનું તિલક કરી ઘરેથી નીકળો.
કન્યા - ખર્ચ પર કાબુ રાખવો, તમારા શત્રુઓ પર આજે વિજય મેળવી શકશો, ઘરેથી તુલસીનું પાન મો માં મૂકી નીકળો.
તુલા - સંતાન પ્રત્યે ચિંતા રહેશે, સામાજિક કાર્યમાં ભાગ લઈ શકશો, કોઈ પણ મીઠી વસ્તુ ખાઇ ઘરેથી બહાર નીકળો.
વૃશ્ચિક - કામ ધંધા માટે સારો દિવસ, પરિવાર અંગે ચિંતા રહે, આજે હનુમાન મંદિરની મુલાકાત અવશ્ય લેવી.
ધન - બહાર હરવા ફરવામાં ધ્યાન રાખવું, અકારણના વિવાદોથી દૂર રહો, પિતૃઓનું સ્મરણ કરી ઘરેથી નીકળો.
મકર - ખાવા પીવામાં ધ્યાન રાખવું, તમારી ધનની સ્થિતિને મજબૂત બનાવવા પ્રયાસ વધારો, આજના દિવસમાં મહામૃત્યુંજય મંત્ર સાંભળો અથવા જાપ કરો.
કુંભ - પતિ પત્નીના સંબધો વધુ મજબૂત બનાવો, આજે માનસિક તણાવ વધે, ધ્યાન કે પ્રાણાયામનો સહારો આજે ખાસ લેવો.
મીન - રોગ પીડા આજે હેરાન કરી શકે છે, કારણ વગર ખર્ચ પણ વધી શકે છે, શિવજીનું સ્મરણ કરી ઘરેથી નીકળવું, આપનો દિવસ શુભ રહે.

