- Business
- દેશની ટોપ 100 વુમન લીડર્સમાં વાપીની 2 મહિલાઓ પણ મેદાન મારી ગઇ છે
દેશની ટોપ 100 વુમન લીડર્સમાં વાપીની 2 મહિલાઓ પણ મેદાન મારી ગઇ છે
હુરુન ઇન્ડિયા વુમન લીડર્સ 2025નો રિપોર્ટ તાજેતરમાં જાહેર થયો જેમાં ભારતની 100 ટોપ વુમન લીડર્સમાથી 9 ગુજરાતી મહિલા છે અને તેમાંથી 2 વાપીની મહિલાઓ પણ છે. આણંદના માધવી પારેખ 83 વર્ષના છે અને તેમને પેઇન્ટિંગસ આર્ટિસ્ટની કેટેગરીમાં સ્થાન મળ્યું છે. અમદાવાદની શ્રૃવી શ્રીવાસ્તવને ઇન્વેસ્ટમેન્ટ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. ઇશા અંબાણી રિલાયન્સ રિટેલમાં છે. ફાલ્ગુની નાયર જે નાયકાના ફાઉન્ડર છે અને મુળ ગુજરાતી પરિવારમાં જન્મેલા છે. પરિતા પારેખ અમદવાદના છે અને તેમની એજ્યુકેશન કંપની છે. અદ્વેતા નાયર ફાલ્ગુની નાયરના દીકરી છે. સ્વાતિ દલાલને તાજેતરમા જ ઝાયડસ હેલ્થકેરમાં એમ.ડીનું પદ મળ્યું છે.
વાપીની 35 વર્ષની સલોની આનંદ જે હેર કેર માટેની ટ્રેયા બ્રાન્ડના કો- ફાઉન્ડર છે અને વાપીના મૃણાલ પંચાલ જે બ્યુટી કન્ટેન્ટ ક્રીએટર છે અને સોશિયલ મીડિયા પર 55 લાખ ફોલોઅર્સ છે.

