10-20% સુધી બરાબર... US ટેરિફને લઈને પૂર્વ RBI ગવર્નરની સલાહ, બોલ્યા- ‘આવી ભૂલ ન કરતા’

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલા 50% ટેરિફ અને ભારત-અમેરિકા વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટોને લઈને રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 10-20% વચ્ચેનો ટેરિફ ભારત માટે યોગ્ય રહેશે અને વેપાર પર વાતચીત દરમિયાન લક્ષ્ય હોવો જોઈએ. જાપાન અને યુરોપ જેવા દેશોનું ઉદાહરણ આપતા સૂચન કર્યું આપ્યું કે, એવું વચન ન આપો, જેને પૂરા કરવા મુશ્કેલ હોય.

ડીકોડરને આપેલા ઈન્ટરવ્યૂમાં રઘુરામ રાજનને પૂછવામાં આવ્યું કે અમેરિકા સાથે વેપાર વાટાઘાટો દરમિયાન ભારત માટે સ્વીકાર્ય ટેરિફ લિમિટ શું હશે? રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નરે જવાબ આપ્યો કે શૂન્ય હોય તો ખૂબ સારું રહેશે. જોકે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે વિકસિત અર્થવ્યવસ્થાઓએ નીચા ટેરિફ સ્તર હાંસલ કરી લીધા છે, ત્યારે ભારતની પ્રાથમિકતા પૂર્વ અને દક્ષિણ એશિયામાં પોતાના સમકક્ષોની તુલનામાં સ્પર્ધાત્મક બન્યા રહેવાની હોવી જોઈએ. ભારતે અમેરિકા સાથેની પોતાની વેપાર વાટાઘાટોમાં 10-20% ટેરિફનું લક્ષ્ય રાખવું જોઈએ.

Raghuram-Rajan

રઘુરામ રાજને કહ્યું કે, જો તમે પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયાના મોટાભાગના ભાગો પર નજર નાખો તો અમેરિકા સાથે જે સમજૂતી  સામે આવી રહી છે, તે 19%ની છે અને ઘણા દેશો તેને પહેલાથી જ સ્વીકારી ચૂક્યા છે. અન્ય વિકસિત દેશોની વાત કરીએ તો, યુરોપ અને જાપાન 15% માટે સહમત થયા છે, જ્યારે સિંગાપોર 10% પર સહમત છે. ભારતે પણ આ મર્યાદામાં રહેવાનું લક્ષ્ય રાખવું જોઈએ, પરંતુ એવા વચનો આપવાનું ટાળવું જોઈએ જેનાથી અર્થતંત્ર પર બોજ વધી શકે.

તેમણે એ વાતને લઈને વોર્નિંગ પણ આપી હતી કે, ભારતે સપ્લાઈ ચેઇનમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ઝડપી પગલાં લેવા જોઈએ. ભારત માટે એ ખૂબ જરૂરી છે કે આપણાં ટેરિફ ઝડપથી ઘટાડવામાં આવે, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં આપણી પાસે કાપડ જેવા શ્રમ-પ્રધાન ઉદ્યોગો છે.

RBIના પૂર્વ ગવર્નરે જાપાન અને યુરો ક્ષેત્રનું ઉદાહરણ આપતા મહત્ત્વપૂર્ણ સલાહ આપી. તેમણે કહ્યું કે, વેપાર કરારની વાટાઘાટો દરમિયાન એ મહત્ત્વપૂર્ણ છે કે, એવા કોઈ વચનો ન આઆપો, જેને પૂરા કરવા આપણાં માટે મુશ્કેલ હોય. રાજનના મતેજાપાન અને યુરોપ તરફથી એટલા મોટા વચનો આપ્યા છે કે અમેરિકાને રોકાણમાંથી મોટાભાગના લાભ મળશે, પરંતુ મને નથી લાગતું કે આ તેમના અર્થતંત્રોને નુકસાન પહોંચાડ્યા વિના પૂરા થઈ શકે છે.

Raghuram-Rajan-3

પૂર્વ RBI ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક દેશો હવે સહમત થયા બાદ અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો કરવાની આશા રાખી રહ્યા હશે, પરંતુ આવી ટૂંકા ગાળાની યુક્તિઓ જોખમી સાબિત થઈ શકે છે. એવું બની શકે કે આ માત્ર વાટાઘાટો છે, અથવા તેઓ વર્તમાન વહીવટ સાથે તેને ચાલુ રાખી શકે છે અને પછીથી ફરીથી વાટાઘાટો કરી શકે છે, પરંતુ મને નથી લાગતું કે વધુ સારા કરાર મેળવવા માટે આવા વચનો આપવા તે સમજદારીભર્યું છે.

About The Author

Related Posts

Top News

માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

ચીની વૈજ્ઞાનિકો દ્રાક્ષના બીજમાંથી મેળવેલી PCC1 નામની દવા પર કામ કરી રહ્યા છે, જે ઉંદરોના આયુષ્યને 150 વર્ષ સુધી...
Science 
માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન...
Gujarat 
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ...
National 
ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વધુ એક પરીક્ષા સંબંધિત વિવાદના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. ગુરુવારે લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ...
Education 
GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.