HDFC બેંકમાં તમારું ખાતું છે? તો આ સમાચાર તમારા કામના છે, 1 જુલાઇથી......

HDFC બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારું એકાઉન્ટ આ બેંકમાં છે, તો તમારા માટે આ સમાચાર જાણવા જરૂરી છે.HDFC બેંક અને HDFC લિમિટેડના મર્જરની તારીખ સામે આવી ગઈ છે. તે આવતા મહિને 1 જુલાઈ 2023થી અમલમાં આવશે. HDFC ગ્રુપના ચેરમેન દીપક પારેખે મંગળવારે આ જાહેરાત કરી હતી.

HDFC ગ્રુપના ચેરમેન દીપક પારેખે જણાવ્યું હતું કે મર્જરને મંજૂરી આપવા માટે 30 જૂને બજાર બંધ થયા બાદ HDFC બેન્ક અને HDFCના બોર્ડની બેઠક મળશે. ગ્રુપના વાઇસ-ચેરમેન અને CEO કેકી મિસ્ત્રીએ કહ્યુ હુતું કે,HDFC સ્ટોક ડિલિસ્ટિંગ 13 જુલાઈ, 2023થી લાગુ થશે. આનો અર્થ એ થયો કે 13 જુલાઈના રોજ ગ્રુપનો HDFCનો શેરબજારમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે.સામાન્ય ભાષામાં કહીએ તો 13 જુલાઇથી HDFCના સોદા થશે નહીં.

HDFC બેંક અને HDFC  લિમિટેડના મર્જર પછી HDFC બેંક વિશ્વની 5મી સૌથી મૂલ્યવાન બેંક બનશે. એપ્રિલ 2023 સુધીમાં, HDFC બેંક વિશ્વમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ 11મા નંબરે હતી. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, HDFCના ચેરમેન દીપક પરીખે જણાવ્યું હતું કે બંને કંપનીઓના બોર્ડ મર્જરને અંતિમ રૂપ આપવા માટે 30 જૂનના રોજ  શેરબજાર બંધ થયા પછી બેઠક મળશે.

HDFC બેંકે ગયા વર્ષે 4 એપ્રિલ 2022ના રોજ HDFC લિમિટેડને હસ્તગત કરવા માટે તેની સંમતિ દર્શાવી હતી. આ ડીલ લગભગ 40 અબજ ડોલરની છે. સૂચિત એકમની સંયુક્ત સંપત્તિનો આધાર આશરે રૂ. 18 લાખ કરોડ હશે. આ પછી, HDFC બેન્કમાં 100 ટકા હિસ્સો જાહેર શેરધારકો પાસે રહેશે અને HDFCના વર્તમાન શેરધારકો બેન્કમાં 41 ટકા હિસ્સો ધરાવશે.

HDFC લિમિટેડના દરેક શેરધારકને તેમની પાસેના દરેક 25 શેર માટે HDFC બેંકના 42 શેર મળશે.HDFC બેંક અને HDFCના મર્જરથી બનેલા એકમની બેલેન્સ શીટ પણ મોટી હશે, જેના કારણે માર્કેટમાં તેની હેસિયત અનેક ગણી વધી જશે.આ મર્જર HDFC લિમિટેડ માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેનો બિઝનેસ ઓછો નફાકારક છે.બીજી તરફ HDFC બેંકનો લોન પોર્ટફોલિયો આનાથી મજબૂત થશે.

કર્મચારીઓ પર થનારી અસર અંગે ચેરમેન દીપક પરીખે જણાવ્યું હતું કે 60 વર્ષથી નીચેના દરેક કર્મચારીનો સમાવેશ કરવામાં આવશે અને તેમના પગારમાં બિલકુલ ઘટાડો કરવામાં આવશે નહીં. HDFC બેંકને અમારા લોકોની જરૂર પડશે. મર્જરને લગતી આ જાહેરાત બાદ બંને કંપનીઓના શેરમાં લગભગ 2 ટકાનો ઉછાળો આવ્યો હતો. જો કે, શેરબજારમાં ટ્રેડિંગના અંતે HDFC લિમિટેડનો શેર 1.33 ટકા વધીને રૂ. 2,761.60 પર બંધ થયો, જ્યારે HDFC બેન્ક લિમિટેડનો શેર 1.39 ટકા વધીને રૂ. 1,658.25 પર બંધ રહ્યો હતો.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.