- Business
- ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કેવી રીતે થશે, બિલ થયું પાસ, જાણો તમામ માહિતી
ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કેવી રીતે થશે, બિલ થયું પાસ, જાણો તમામ માહિતી
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, અનઅધિકૃત બાંધકામોમાં રહેતા લોકોની સુખ-સલામતી જળવાઇ રહે તે માટે કટીબદ્વ છે. શહેરોમાં વસતા સામાન્ય માનવીના હિતમાં અનઅધિકૃત બાંઘકામો નિયમિત કરવા જરૂરી અને સમયની માંગ પણ છે. અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાથી મળેલા નાણાનો ઉપયોગ રાજ્યમાં આંતરમાળખાકીય સવલતો વધુ સુદ્દઢ બનાવવા માટે કરાશે તેમ શહેરી વિકાસ વિભાગ પ્રભાગનો હવાલો ધરાવતા મંત્રી ઋષિકેશ પટેલ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલા ‘ગુજરાત અનઅધિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022’ની જોગવાઇઓ અંગે વિગતો આપતાં જણાવ્યુ હતું.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં બાંધકામ પરવાનગી સિવાયના બાંધકામના પ્રકાર અને તેનો વ્યાપ જાણવા કરાયલા સેમ્પલ સર્વેમાં રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, સત્તા મંડળો તેમજ નગરપાલીકા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મકાન - બાંધકામો બી.યુ. પરવાનની વિનાના જણાયા હતા. આથી બાંધકામોની સંખ્યાનો વ્યાપ તથા સેમ્પલ સર્વેની વિગતો ધ્યાને લેતા, બી.યુ. પરવાનગી ન મળેલ હોય તે તમામ બાંધકામોને બી.યુ. પરવાનગી સમકક્ષ માન્યતા મળી રહે તે માટે કોઈ ચોક્કસ પગલાં લેવા/નીતિ ઘડવી આવશ્યક હતી.

તેમણે વિધેયક સંદર્ભે ગૃહમાં કહ્યું હતું કે તમામ પરિસ્થિતિ ધ્યાને લઇ તથા જૂના કાયદાની જોગવાઇઓ, નામ.સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના નિર્દેશો તથા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને લઇ, ‘Gujarat Regularisation of Unauthorised Development Ordinance, 2022’ લાવવાની આવશ્કતા ઉભી થઇ હતી. જે અંગે તત્કાલીન સમયે વિઘાનસભા સત્ર કાર્યરત ન હોઇ તા.16 ઓક્ટોબર 2022ના રોજ રાજ્યપાલની મંજૂરી મેળવી તા.17 ઓક્ટોબર 2022 ના રોજ વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો.
મંત્રી પટેલે તત્કાલીન સમયે વટહુકમ લાવવા માટેના કારણો અને ઉદ્દેશ્યો અંગે ગૃહમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં વર્ષ 2020માં અમદાવાદ અને રાજકોટ ખાતેની ખાનગી હોસ્પીટલમાં થયેલ અગ્નિ હોનારત સંદર્ભે નામ. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલ પી.આઇ.એલ.ના ઓર્ડરથી સી.જી.ડી.સી.આર. મુજબ અગ્નિ સલામતી માટે 5ગલાઓ લેવા, બી.યુ. સિવાયના બિલ્ડીંગનો વ5રાશ ના થાય તેની તકેદારી રાખવા, ફાયર એન.ઓ.સી. સિવાયના મ્યુનિસિ5લ કોર્પોરેશન અને નગરપાલીકા વિસ્તારના બિલ્ડીંગોની માહિતી રજૂ કરવા, બી.યુ. સિવાયના બાંઘકામ માટે લીઘેલ 5ગલાઓ તેમજ હોસ્પીટલના આઇ.સી.યુ.ને લગતી બાબતો માટે દિશા નિર્દેષ આપીને તે મુજબ કાર્યવાહી કરવા નામ. કોર્ટ દ્વારા સંબધિતોને સૂચના આપવામાં આવી હતી, ત્યારબાદ નામ.હાઇકોર્ટ દ્વારા તા.11 જૂન 2021ના ઓર્ડરથી ફાયર એન.ઓ.સી. અને બી.યુ. પરમિશન બાબતે એક્શન ટેકન રીપોર્ટ રજૂ કરવા અને બિલ્ડિંગ યુઝ પરમિશન ન હોય એવા કિસ્સામાં સમયબદ્ધ રીતે શું પગલાં લેવામાં આવશે ? તે બાબતે રાજ્ય સરકારની નીતિ સ્પષ્ટ કરવા નામદાર હાઇકોર્ટ દ્વારા નિર્દેશ કરાયો હતો.

મંત્રી પટેલે કહ્યુ હતું કે મોટા પાયા પર અનઅધિકૃત બાંધકામો અને બી.યુ. પરવાનગી વગર ના બાંધકામોને દુર કરવા, તોડી પાડવા કે ફેરફાર કરવાથી, અસંખ્ય માણસો ઘર વિનાના અને આજીવિકાના સાધન વગરના થવાની સંભાવના હોવાથી તથા કાયદો અને વ્યવસ્થા બગડવાની સંભાવના સાથે સાથે સામાન્ય માણસને મુશ્કેલી પડી શકે તેમ હોઇ, સમાજની આર્થિક અને સામાજિક વ્યવસ્થા પર પણ વિપરિત સ્થિતિ પેદા થવાની સંભાવના હતી, જે ઇચ્છનિય બાબત નથી.
આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું અટકાવવા રાજ્ય સરકાર માટે સમગ્ર રાજ્યના શહેરોમાં આવા અનઅધિકૃત મકાનો અને બાંધકામોને નિયમિત કરવા માટે યોગ્ય કાયદો ઘડી, કમ્પાઉન્ડીંગ ફી વસુલ કરી, આવા બાંધકામોને નિયમિત કરવા અનિવાર્ય બન્યા હતા તેમ તેમણે ઉમેર્યું હતું.
વિઘેયકની મહત્વની જોગવાઇઓ અંગે વિગતો આપતા મંત્રી પટેલે કહ્યું હતું કે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ વિસ્તારમાં તા.01 ઓક્ટોબર 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામો નિયમિત કરી શકાશે. વટહુકમની તારીખ 17 ઓક્ટોબર 2022થી ચાર માસમાં આ બાંધકામો નિયમિત કરવા મકાન માલિક-કબજેદારોએ e-nagar પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત માર્જિન, બીલ્ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિગ (ફકત 50% માટે ફી લઈ), કોમન પ્લોટ (50 % કવરેજની મર્યાદાને આધીન અને માત્ર મળવા પાત્ર ઉપયોગ), સેનિટરી સુવિધા ફી લઈ નિયમબબદ્ધ થઇ શકશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે અરજીની તારીખથી છ માસમાં અનઅધિકૃત બાંધકામ કોઇપણ શરત સાથે કે તે સિવાય નિયમબદ્વ કરવા અંગે હુકમ અથવા નિયમબદ્વ કરવા માટેનો હુકમ કરવાનો રહેશે. જ્યારે ફી ભરવાની સમય મર્યાદા બે માસની રહેશે. સત્તામંડળના નિર્ણયથી નારાજ થયેલ વ્યકિત, આ નિર્ણય મળ્યાના 60 દિવસમાં અપીલ અધિકારી સમક્ષ અપીલ કરી શકશે. અપીલ અધિકારીને જરૂર લાગે તો બીજા 60 દિવસ અપીલ કરવા માટે આપી શકશે.
મંત્રી પટેલે કહ્યું હતું કે તા. 01 ઓક્ટોબર 2022 પહેલાનું બાંધકામના આધાર માટે નિયત તારીખ પહેલાનો મિલકત ભોગવટા અંગે, મકાનવેરાની આકારણી/ઈલેક્ટ્રીસિટી બીલ રજૂ કરવાનુ રહેશે. ખોટી માહિતી રજૂ કરનાર અરજદાર સામે ફોજદારી કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી થઇ શકશે. નવી શ2તની જમીનમાં થયેલ બાંધકામો નિયમિત કરી શકાશે નહીં. અનધિકૃત બાંધકામ નિયમબદ્વ કરવા માટે રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાથી સંબઘિત માલીક કે કબજેદાર, એન્જીનીયર કે આર્કીટેકટ તેમની કોઇપણ જવાબદારીઓમાંથી છટકી શકશે નહીં.
અનઅધિકૃત બાંધકામ નિયમબદ્વ કરતાં એકત્ર થતી વસુલાતની રકમ આંતરમાળખાકીય વિકાસ ભંડોળ (Infrastructure Development Fund) તરીકે આંતરમાળખાકીય સવલતો વધુ સુસજજ કરવા, ફાયર સેફટી સવલતો ઉભી કરવા, પાર્કીગની જોગવાઇ કરવા તેમજ 5ર્યાવરણ સુઘારણા માટે કરાશે.
તેમણે વિધેયકની જોગવાઇઓ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે જે કિસ્સામાં મળવાપાત્ર એફ.એસ.આઇ. 1.0 થી ઓછી હોય તેમાં, રહેણાંક ઉ5યોગ સિવાયના (દા.ત. વાણિજય, શૈક્ષણિક, આરોગ્ય, ઔઘોગિક વિગેરે) બાંઘકામોમાં સીજીડીસીઆર મુજબ મહત્તમ મળવાપાત્ર FSI કરતા 50 % વઘારે FSI થતી હોય તેવા બાંઘકામો નિયમબદ્ધ થઇ શકશે નહી. વઘુમાં પ્લોટની હદથી બહાર નિકળતા પ્રોજેકશનવાળા, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ, ઇલેકટ્રીક લાઇન, ગેસ લાઇન અને જાહેર ઉપયોગી સેવાઓ ઉપર કરેલ બાંધકામ આ અઘિનિયમ હેઠળ નિયમબદ્ધ થઇ શકશે નહી.
આ સિવાય સરકારી, સ્થાનિક સત્તામંડળોની જમીનો 5રના બાંઘકામ, ચોકકસ હેતુ માટે સંપાદન/ ફાળવણી કરાયેલ જમીનો, જાહેર રસ્તામાં આવતી જમીનો, જળ પ્રવાહ અને જળસ્ત્રોત જેવા કે તળાવ, નદી, કુદરતી જળપ્રવાહ વિગેરે, ઓબ્નોક્ષિયસ અને હેઝાર્ઙસ ઔધોગિક વિકાસના હેતુ માટે નિયત કરાયેલ વિસ્તારવાળા બાંઘકામો નિયમબદ્ધ થઇ શકશે નહી. જ્યારે શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ રમત-ગમતના મેદાનમાં થયેલ અનઅધિકૃત બાંઘકામ નિયમબદ્ધ થઇ શકશે નહી. ફાયર સેફટીના કાયદા મુજબ સુસંગત ન હોય, સ્ટ્રકચરલ સ્ટેબિલિટિની જરૂરીયાત જળવાતી ન હોય, રેરા કાયદા હેઠળ ઠરાવેલ અનઅધિકૃત બાંઘકામ, ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ કાયદા, 2021 સાથે સુસંગત ન હોય તેવા બાંઘકામો નિયમબદ્ધ થઇ શકશે નહી તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે નિયત પાર્કીગની જોગવાઇ પૈકી 50 % પાર્કીગ માલીક / કબ્જેદારે જે તે સ્થળે પુરી પાડવાની રહેશે. જે કિસ્સામાં 50 % પાર્કીગની જરૂરીયાત જે તે સ્થળે પુરી પાડી શકાય તેમ ન હોઇ ત્યારે નિર્દિષ્ટ સત્તામંડળ આવી સુવિધા 500મી.ની ત્રિજયામાં ત્રણ માસમાં પૂરી પાડવા જણાવશે. બાકીના 50 % પાર્કીગ માટે ફી લઈ બાંઘકામો નિયમબદ્ધ થઇ શકશે. આ અઘિનિયમની જોગવાઇથી અનધિકૃત વિકાસ અથવા તેના ભાગના નિયમિતકરણથી તે મકાન/ બિલ્ડીંગ માટે સી.જી.ડી.સી.આર. કે અન્ય સંબઘિત કાયદા હેઠળ આ5વામાં આવતી વ5રાશની પરવાનગી (બી.યુ.પી.) માનવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્ધારા ફીનું ઘોરણ ખુબ જ વાજબી રખાયું છે જેથી મોટી સંખ્યામાં નાગરિકો આ અઘિનિયમની જોગવાઇઓનો લાભ લઇ શકે અને પોતાના મકાનો કે વ્યવસાયના એકમોને નિયમબદ્ધ કરાવી પોતાના જીવનમાં ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર કરી શકે તેવો અભિગમ છે. 5રંતુ સરકાર આ સાથે ખાસ કરી હેતુફેર એટલે કે રહેણાંકના નકશા મંજૂર કરાવી સ્થળ 5ર વાણિજય કે હોસ્પિટલ પ્રકારના બાંઘકામ કર્યા હોય તે માટે નિયત કર્યા મુજબ બમણી ફી ચુકવવાની રહેશે.

મંત્રી પટેલે જણાવ્યું હતું કે અન્ય રીતે બાંઘકામ મંજૂર નકશા પ્રમાણે કે સી.જી.ડી.સી.આર. પ્રમાણે જણાતું હોય 5રંતુ પાર્કીગ નિયમ મુજબ રાખવામાં આવેલ ન હોવાથી વિકાસ નિયમિત થઇ શકતો ન હતો. આથી સરકાર દ્ધારા નિયમ મુજબના પાર્કીગના ક્ષેત્રફળ પૈકી 50% નું પાર્કીગ જે તે જગ્યાએ કે 500મી. ના અંતર સુઘીમાં પાર્કીગ આપી શકે તો બાકીના પાર્કીગ માટે ઉ5ર મુજબ ફી લઇ નિયમબદ્ધ થઇ શકે. એટલે કે 300ચો.મી.ના બાંઘકામમાં સી.જી.ડી.સી.આર. પ્રમાણે 30% લેખે 90 ચો.મી.નું પાર્કીંગ રાખવાનું થતુ હોય તો 90 ચો.મી.ના 50% એટલે કે 45 ચો.મી.નુ પાર્કીંગ જે તે જગ્યાએ અથવા 500 મી.ના અંતરમાં આ5વાનું રહેશે. તેમજ બાકીના 45 ચો.મી.ના સુચવેલ જંત્રી દર મુજબ રકમ વસુલીને આ અનઅધિકૃત બાંઘકામને નિયમિત કરવામાં આવશે.
આ ઉપરાંત સામાન્ય રીતે એક થી વઘુ મકાનો કે દુકાનોના કિસ્સામાં કબ્જેદાર/ માલીકની સંખ્યા એકથી વઘુ હોય, અનઅધિકૃત વિકાસ નિયમિત કરવા માટેની અરજી બાબતે એકસુત્રતા થઇ શકતી નથી. તમામ કબ્જેદાર/ માલીક સાથે મળીને અરજી કરવા તૈયાર ન થાય તેવા કિસ્સામાં વિકાસ નિયમિત કરવો મુશ્કેલ બને છે. રાજ્ય સરકાર દ્ધારા આ બાબતે ખાસ ઘ્યાન રાખીને કોઇ એક કબ્જેદાર/માલીક કે એક દુકાન કે મકાન માટે વિકાસ નિયમિત કરવા અરજી કરે તો ઘ્યાને લેવા માટે 5ણ જોગવાઇ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે જેમાં એક કરતા વઘુ માલીકો અથવા કબ્જો ઘરાવનારા અનઅધિકૃત વિકાસની આંશીક અથવા સમગ્રત: સુવિઘા મેળવતા હોય તેવા કિસ્સામાં, આવા તમામ માલીકો અથવા કબ્જો ઘરાવનારાએ, મુકરર સત્તાઘિકારીને સંયુકત રીતે અરજી કરવાની રહેશે. સત્તાઘિકારીને યોગ્ય લાગે તેવી તે પ્રકારની તપાસ કર્યા 5છી ખાતરી થાય તો તેઓ ઓછી સંખ્યામાં માલીકો અથવા કબ્જો ઘરાવનારાને અરજી કરવાની 5રવાનગી આપી શકશે.
ગુજરાતમાં વસતા નાગરીકોને ગેરકાયદેસરતાના અભિશાપમાંથી મુક્તિ અપાવવાનું આ શ્રેષ્ઠ પગલું વર્તમાન સરકાર દ્વારા ભરવામાં આવ્યું છે જે ગુજરાતીઓને સ્વાભિમાન બક્ષવાનો એક સરાહનીય પ્રયાસ છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં જણાવ્યું હતું.
વિધાનસભા ગૃહમાં આજે ‘ગુજરાત અનઅધિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022’ વિના વિરોધે પસાર કરાયું હતું.

