ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં ભારત સૌથી આગળ, ઉપયોગમાં 118%નો વધારો

વિશ્વના વિકસિત દેશનો લોકોની જેમ, હવે ભારતીયો પણ ઉધાર લઇને પૈસા ખર્ચ કરવાના મુદ્દે આગળ વધી રહ્યા છે. આ વાતનો પુરાવો દેશમાં ક્રેડિટ કાર્ડથી થનારા ખર્ચના વધતા આંકડા બતાવે છે. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, માર્ચ 2022થી લઇને જુલાઇ 2022 સુધી સતત 5 મહિનામાં ભારતીયોએ દર મહિને 1 લાખ રૂપિયાથી વધારે ઉધારના પૈસા ખર્ચ કર્યા છે.

બેન્કના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. તેમાં ક્રેડિટ કાર્ડથી થયેલી શોપિંગના આંકડા સામે રાખવામાં આવ્યા છે. સાથે જ તેને જોઇને અંદાજો લગાવી શકાય છે કે, ભારતીયો આ મુદ્દામાં અન્ય દેશને પણ પાછળ છોડતી નજરે પડી રહ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, જુલાઇ, 2022માં લોકોએ ક્રેડિટ કાર્ડથી 1.17 લાખ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. આ અત્યાર સુધી કોઇ 1 મહિનામાં ક્રેડિટ કાર્ડથી થયેલી સૌથી મોટી ખરીદી છે.

આ પહેલા ક્રેડિટ કાર્ડ દ્વારા જૂન, 2022માં 1.09 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી. રિઝર્વ બેન્કના આંકડા પર નજર નાખીએ તો ક્રેડિટ કાર્ડ શોપિંગના દરમાં 118 ટકાનો વધારો થયો છે. બેન્કના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે મે, 2021માં લગભગ 52 હજાર 200 કરોડ રૂપિયાની ખરીદી ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવી છે.

કોરોના મહામારીનો પ્રકોપ ઘટ્યા બાદ ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતો ખર્ચ જે સેગમેન્ટમાં સૌથી વધારે વધ્યો છે, તેમાં સૌથી ઉપર પર્યટન છે. રિપોર્ટ અનુસાર, લોકોએ કોરોના બાદ યાત્રાઓ પર સૌથી વધુ પૈસા ખર્ચ કર્યા છે. કોરોના દરમિયાન લોકો ઘરોમાં કૈદ થઇ ગયા હતા, પણ માહામારીની અસર ઓછી થતાં જ બજારોમાં અવરજવર વધી ગઇ. તેની સાથે જ મોટી સંખ્યામાં લોકો ફરવા નીકળી રહ્યા છે. આ બધા ખર્ચા માટે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. હવે લગ્ન અને ફેસ્ટિવ સીઝનમાં આ આંકડા વધવાની સંભાવના છે.

દેશમાં ક્રેડિટ કાર્ડથી ખર્ચનો આંકડો જે ઝડપથી વધી રહ્યો છે. એ જ રફ્તારથી ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સની સંખ્યામાં પણ વધારો થયો છે. વર્ષ 2021ની આખર સુધીમાં દેશમાં ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સની સખ્યાનો જે આંકડો ઉપલબ્ધ છે તે અનુસાર, કુલ 6 કરોડ 20 લાખ લોકોની પાસે ક્રેડિટ કાર્ડ છે. જોકે, તેમાંથી લગભગ 22 ટકા જ નિયમિત રીતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ભારતીયો પાસે સૌથી વધારે ક્રેડિટ કાર્ડ HDFC બેન્કના છે. મોઘી ખરીદીમાં ઉપયોગ થનારા ક્રેડિટ કાર્ડના મુદ્દામાં ઇન્ડસિન્ડ બેન્કને પાછળ છોડીને બેન્ક ઓફ બરોડા હવે પહાલા નંબર પર આવી ગયું છે.

ક્રેડિટ કાર્ડનો આધાર લઇને કરાતા ખર્ચમાં મોટો વધારો થયો છે, તો બીજી બાજુ તેનું ઉધાર ચુકવવાના મુદ્દે કાર્ડ હોલ્ડર્સ પછડાતા જાય છે. બેન્ક અનુસાર, ડિસેમ્બર, 2021માં જ્યાં, પ્રતિ ક્રેડિટ કાર્ડની એવરેજ બાકી ચૂકવણી 18 હજાર રૂપિયા હતી, તે 22મી જૂન, 2022ના રોજ વધીને 19 હજાર 400 રપિયા થઇ ગઇ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, મે, 2022 સુધી કુલ ક્રેડિટ કાર્ડ્સમાંથી 23.2 ટકા લોકોના પૈસા હજુ ચૂકવવાના બાકી છે. તે સિવાય ક્રેડિટ કાર્ડથી ખર્ચ થઇ રહેલી રકમ, ડેબિટ કાર્ડથી થયેલી ખરીદીની સરખામણીમાં 1.8 ટકા વધારે છે.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.