વર્ષ 2022માં IPO માર્કેટની ચમક ઘટી, 55 ટકા ઓછું મળ્યું ફંડ

તમને યાદ હશે કે કોરોના મહામારીની શરૂઆત થઇ હતી ત્યારે દુનિયાભરના ઉદ્યોગ ધંધા ઠપ્પ થઇ ગયા હતા, પરંતુ IPOનું માર્કેટ રોકેટગતિએ ઉછળી ગયું હતું. એ સમય હતો વર્ષ 2020-21નો. જે કંપનીઓ IPO લઇને આવી હતી તેમાં નવા રોકાણકારો પણ ધૂમ કમાયા હતા. પણ એ પછી PAYTM, ZOMATO જેવી કંપનીના IPOએ એવો ધબળકો વાળી દીધો કે રોકાણકારો કંગાળ થઇ ગયા. બીજી તરફ વૈશ્વિક આર્થિંક મંદીને કારણે શેરબજારમાં પણ ભારે ચઢાવ ઉતાર જોવા મળ્યા. આ બધા કારણોને લીધે 2022માં વર્ષ IPO માર્કેટ માટે નિરાશાજનક રહ્યું.

IPO માર્કેટ માટે છેલ્લું વર્ષ એટલે કે 2022 સારું રહ્યું નથી. વૈશ્વિક ઘટના ક્રમને કારણે શેરબજારમાં ભારે વેચવાલી નિકળતા 2021 ની સરખામણીમાં 2022 માં IPO દ્વારા લગભગ 55 ટકા ઓછી રકમ મેળવી શકી. ભારતીય કંપનીઓએ કેલેન્ડર વર્ષ 2022 જાન્યુઆરીથી ડિસેમ્બરમાં 40 IPO દ્વારા રૂ. 59,412 કરોડ એકત્ર કર્યા હતા, જે 2021માં 63 IPO દ્વારા ઊભા કરાયેલા રૂ. 1,18,723 કરોડ ઓલ ટાઈમ હાઈનો અડધો ભાગ છે, પ્રાઇમડેટાબેઝ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર. જો તમે ટકાવારીમાં જુઓ તો તે 55 ટકા ઓછું છે.

ગયા વર્ષે સૌથી મોટો IPO લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નો હતો. તે પછી દિલ્હીવેરી (રૂ. 5,235 કરોડ) અને અદાણી વિલ્મર (રૂ. 3,600 કરોડ) હતા. સરેરાશ સોદાની સાઇઝ રૂ. 1,485 કરોડ હતી. PRIME ડેટાબેઝ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયાના જણાવ્યા અનુસાર, LICના IPOએ રૂ. 20,557 કરોડ ભેગાં કર્યા હતા જે તમામ IPOના 35 ટકા રકમ હતી.

40માંથી 17 IPO અથવા લગભગ અડધા, એકલા વર્ષના છેલ્લા 2 મહિનામાં આવ્યા હતા IPOનું પ્રદર્શન પણ નબળું રહ્યું હતું. 2021માં 32.19 ટકા અને 2020માં 43.82 ટકાની સરખામણીએ સરેરાશ લિસ્ટિંગ નફો 10 ટકા સુધી ઘટ્યો.

ગયા વર્ષે માત્ર 1 ટેક્નોલોજી કંપનીનો IPO આવ્યો હતો. આ સેક્ટરમાંથી IPOમાં મંદીનો નિર્દેશ કરે છે. પ્રાઇમડેટાબેઝ મુજબ, 38 આઇપીઓમાંથી, 12 IPOને 10 ગણાથી વધુની બિડ મળી હતી, જેમાંથી 2 IPO 50 કરતા વધુ વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયા હતા, જ્યારે 7 આઈપીઓ 3 કરતા વધુ વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયા હતા. બાકીના 19 IPO 1 થી 3 વખતની વચ્ચે ઓવરસબ્સ્ક્રાઇબ થયા હતા. 2022 ની સરખામણીમાં છૂટક રોકાણકારોનો પ્રતિસાદ પણ નરમ જોવા મળ્યો હતો. 2021માં 14.25 લાખ અને 2020માં 12.77 લાખની સરખામણીએ રિટેલ સેક્ટરમાંથી અરજીઓની સરેરાશ સંખ્યા ઘટીને માત્ર 5.92 લાખ થઈ ગઈ છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.