સુરતના ઇતિહાસમાં પહેલીવાર સમાધાન થયા પછી પણ કે પી સંઘવીએ વેપારીઓ સામે કેસ કર્યા

સુરતની જાણીતી ડાયમંડ કંપની કે. પી, સંઘવીએ કેટલાંક વેપારીઓ સાથે સમાધાન કરી લીધા પછી પણ તેમની સામે કેસ કર્યા હતા અને વેપારીઓએ જેલમાં જવાનો વારો આવ્યો હતો. આ વેપારીઓના પરિવારજનોએ સુરત ડાયમંડ એસોસિયેશનને રજૂઆત કરી હતી અને ધરણા પર બેસવાની ચીમકી આપી હતી.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ જગદીશ ખૂંટે કહ્યું કે, થોડા વર્ષો પહેલા 27 જેટલા વેપારીઓએ  કે.પી સંઘવી પાસેથી રફ ડાયમંડની ખરીદી કરી હતી અને ટોટલ 8 કરોડનું પેમેન્ટ આપવાનું હતું. પરંતુ આ વેપારીઓ રૂપિયા આપી શક્યા નહોતા. એ બાબતે 10 મહિના પહેલા સુરત ડાયમંડ એસોસિયેશનની ઓફિસમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગોવિંદ ધોળકીયાની હાજરીમાં સમાધાન થઇ ગયું હતું. કે. પી, સંઘવીએ પણ સમાધાન માની લીધેલું. પરંતુ પાછળથી આ વેપારીઓ સામે કેસ કર્યા. ખૂટેં કહ્યું કે, સુરતના હીરાઉદ્યોગમાં પહેલીવાર એવું બન્યું છે કે, સમાધાન થઇ ગયા પછી પણ રૂપિયાની માંગણી કરવામાં આવી હોય.

About The Author

Related Posts

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.