આ 1 રૂપિયાના શેરે બનાવ્યા 52 લાખના માલિક, એક વર્ષમાં આપ્યું 5100% વળતર

Penny Stockમાં રોકાણ કરવું ખૂબ જોખમી છે કારણ કે તેઓ એક જ ટ્રિગર સાથે ખૂબ જ વોલાટાઈલ બની જાય છે. પરંતુ, હાઈ રિસ્ક લેતા રોકાણકારો આ પેની સ્ટોક્સમાં રોકાણ કરે છે અને ટૂંકા ગાળામાં મોટુ રિટર્ન મેળવે છે. દિગ્ગજ રોકાણકાર વારેન બફેટે એકવાર કહ્યું હતું કે 'કિંમત તે છે જે તમે ચૂકવો છો, મૂલ્ય તે છે જે તમે મેળવો છો.' આ વાતને સમજવા માટે ક્વાલિટી પેની સ્ટોકમાં રોકાણ કેવી રીતે નફાકારક બની શકે છે , વ્યક્તિએ કૈસર કોર્પોરેશનના શેરને જોવા અને સમજવાની જરૂર છે.

કૈસર કોર્પોરેશન એ મલ્ટીબેગર શેરોમાંનું એક છે જે ભારતીય શેરબજારે તાજેતરના વર્ષોમાં પ્રોડ્યુસ કર્યું છે. આ સ્ટોક BSE-લિસ્ટેડ સ્મોલ-કેપ સ્ટોક 275 કરોડની માર્કેટ કેપ સાથેનો નવેમ્બર 2021ના અંતે લગભગ એક વર્ષ પહેલાં રૂ. 1 પર ઉપલબ્ધ હતો. જેણે અત્યાર સુધીમાં 5100% રિટર્ન આપ્યું છે. મતલબ કે જેણે એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું તે 52 લાખ રૂપિયા થઈ ગયું છે.

એક વર્ષમાં 1 રૂપિયાથી 52 રૂપિયા સુધી પહોંચ્યો શેર..

છેલ્લા છ મહિનામાં આ મલ્ટીબેગર પેની સ્ટોક સેલ ઝોનમાં રહ્યો છે.

છેલ્લા એક સપ્તાહમાં તેમાં લગભગ 3.50 ટકાનો ઘટાડો થયો છે.

છેલ્લા એક મહિનામાં આ સ્મોલ કેપ સ્ટોકમાં લગભગ 9 ટકાનો ઘટાડો થયો છે.

છેલ્લા છ મહિનામાં, આ મલ્ટિબેગર સ્ટોક લગભગ રૂ. 98 થી ઘટીને રૂ. 52.25 લેવલ પર આવ્યો છે, જે લગભગ 45 ટકાની ખોટમાં છે.

2022 માં, આ પેની સ્ટોક લગભગ રૂ. 3.50 થી વધીને રૂ. 55 ના સ્તર સુધા વધ્યો છે, એટલે કે 2100 ટકાનો વધારો જોવા મળ્યો છે.

પેની સ્ટોક નવેમ્બર 2021ના અંતે લગભગ 1 રૂપિયાની આસપાસ હતો અને 6 જાન્યુઆરી 2023ના રોજ લગભગ 52 રૂપિયા પર આવી ગયો છે.

આનો અર્થ એ છે કે આ શેરમાં નવેમ્બર 2021 થી, 5,100 ટકા વળતર મળ્યું છે.

એક લાખ રૂપિયા 52 લાખ રૂપિયા થઈ ગયા..

જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ સ્મોલ-કેપ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો તેનું મૂલ્ય રૂ. 91,000ની નજીક થઈ ગયુ હોત.

છેલ્લા છ મહિનામાં, રોકાણકારના રૂ. 1 લાખના રોકાણનું મૂલ્ય રૂ. 55,000 થઈ ગયુ હશે.

જો રોકાણકારે 2021ના અંતે 1 લાખનું રોકાણ કર્યું હોત તો તેના 1 લાખ એક વર્ષમાં 22 લાખ રૂપિયા થઈ ગયા હોત.

જો કોઈ રોકાણકારે નવેમ્બર 2021ના અંતે આ મલ્ટિબેગર પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેનું મૂલ્ય વધીને રૂ. 52 લાખ થઈ ગયું હોત.

6 જૂન, 2022ના રોજ કંપનીનું માર્કેટ કેપ રૂ. 275 કરોડની આસપાસ બંધ થયું હતું.

ગયા સપ્તાહે શુક્રવારે કંપનીનું ટ્રેડ વોલ્યુમ 7,406 હતું, જે તેના 20-દિવસના એવરેજ ટ્રેડ વોલ્યુમ 11,055 કરતાં ઓછું છે.

તેનું 52-સપ્તાહનું લોઅર લેવલ રૂ.3.21 છે જ્યારે 52-સપ્તાહનું હાઈ લેવલ રૂ.130.55 છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.