- Business
- 'શું તમારે લેન્સકાર્ટના IPOમાં રોકાણ કરવું જોઈએ?'
'શું તમારે લેન્સકાર્ટના IPOમાં રોકાણ કરવું જોઈએ?'
લેન્સકાર્ટ સોલ્યુશન્સ હવે નવું નામ નથી રહ્યું, મોટાભાગના લોકો આ કંપનીથી પરિચિત થઇ ગયા છે. તે ભારતમાં એક પ્રખ્યાત ચશ્મા ઉત્પાદક કંપની છે. તમને દરેક મોટા શહેરમાં લેન્સકાર્ટના આઉટલેટ્સ જોવા મળશે. હાલમાં, કંપની તેના IPO માટે સમાચારમાં રહેલી છે.
લેન્સકાર્ટનો IPO કદમાં મોટો છે. તે 31 ઓક્ટોબરે ખુલ્યો અને 4 નવેમ્બરે બંધ થઇ જશે. ઘણા રોકાણકારો આ IPO વિશે મૂંઝવણમાં છે, અને આપણી આજુબાજુમાં પણ ઘણા એવા લોકો હશે જે વિચારી રહ્યા છે કે તેમાં રોકાણ કરવું કે તેને અવગણીને જતું કરવું.

હકીકતમાં, લોકો IPOને અવગણી શકતા નથી, કારણ કે તેની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ રહી છે. નિષ્ણાતો બે કેમ્પમાં વહેંચાઈ ગયા હોય તેવું લાગે છે. પહેલો કેમ્પ લેન્સકાર્ટ સોલ્યુશન્સના ગુણોની પ્રશંસા કરી રહ્યો છે, કહે છે કે તે ભારતમાં એક પ્રખ્યાત ઓપ્ટિકલ બ્રાન્ડ છે અને કંપની તેના પોતાના ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરે છે.
કંપની કહે છે કે તે 'AI, ટેકનોલોજી-સંચાલિત' બનવા તરફ આગળ વધી રહી છે. જ્યારે એન્કર રોકાણકારોમાં અગ્રણી રોકાણકારોનો સમાવેશ થાય છે. વ્યવસાય પણ સારો ચાલી રહ્યો છે, અને સસ્તાથી લઈને ઉચ્ચ કક્ષા સુધીના ચશ્મા મળી જાય છે, અને તેના ઉત્પાદનો યુવાનોમાં ખુબ લોકપ્રિય છે અને તે પ્રથમ પસંદગી પામે છે.
બીજું જે જૂથ છે તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે, અને તેણે વાંચીને રોકાણકારો મૂંઝવણમાં મુકાયા છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે, કંપનીએ મોંઘા મૂલ્યાંકન પર તેનો IPO લોન્ચ કર્યો છે. સોશિયલ પોસ્ટ્સ જણાવે છે કે, કંપનીનો P/E ગુણોત્તર (230x), જે ખૂબ જ ઊંચો છે, તેને જોખમ તરીકે જોવો જોઈએ.

આ સાથે જ, આ વ્યવસાય કંઈ સારો નથી. હાલ પૂરતી જે કંપની અત્યારે નફો બતાવી રહી છે, તે એક વખતની આવકને કારણે દેખાઈ રહી છે, જે સ્થાઈ નફાકારકતા અંગે પ્રશ્નો ઉભા કરે છે. જો કે, કંપની ભવિષ્યમાં સારું પ્રદર્શન કરી શકે છે. જેના કારણે, રોકાણકારો કંઈક અંશે ચિંતિત થયા છે. કેટલાક તેની તુલના પાછલા વર્ષોમાં આવેલા ઉચ્ચ-મૂલ્યાંકન IPO સાથે પણ કરી રહ્યા છે, જેણે રોકાણકારોને ગંભીર રીતે છેતર્યા છે.
આ દરમિયાન, લેન્સકાર્ટ સોલ્યુશન્સ IPO સબ્સ્ક્રિપ્શનના બીજા દિવસે બપોરે 1:45 વાગ્યા સુધીમાં લગભગ 1.50 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરી લગભગ 3 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જ્યારે QIB અને NII કેટેગરી 1.5 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. આનો અર્થ એ થયો કે રોકાણકારો રોકાણ કરી રહ્યા છે, અને IPOની પ્રાઇસ બેન્ડ કિંમત પ્રતિ શેર રૂ. 402 છે, અને છૂટક રોકાણકારે એક લોટ માટે રૂ. 14,874 ચૂકવવા પડશે.

લેન્સકાર્ટ સોલ્યુશન્સના IPO માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) રૂ. 60 છે. તે મુજબ, છૂટક રોકાણકાર લગભગ 15 ટકા અથવા રૂ. 2,200 પ્રતિ લોટ નફો કમાઈ શકે છે. જો કે, રોકાણકારોએ GMPને જોઈને IPO માટે અરજી ન કરવી જોઈએ, તેમણે કંપનીના વ્યવસાયિક પ્રદર્શનના આધારે પોતાનો નિર્ણય લેવો જોઈએ.
નોંધ: IPO અથવા શેરબજારમાં કોઈપણ પ્રકારનું નાણાકીય રોકાણ કરતા પહેલા, તમારે તમારા બજાર નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ.

