અમેરિકામાં હજારો ભારતીયો બેરોજગાર થયા, વર્ક વીઝાવાળા ફસાયા

અમેરિકામાં ગૂગલ, માઇક્રોસાફ્ટ અને ઍમેઝાન જેવી કંપનીઓ દ્વારા નોકરી પરથી કાઢી મૂકવામાં આવતાં હજારો ભારતીયો બેરોજગાર થયા છે. અમેરિકામાં રહેવા માટે હવે તેઓ ચોક્કસ સમયગાળામાં નોકરી શોધવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે વર્ક વિઝાની શરત મુજબ નોકરીમાંથી છૂટા થયા બાદ તેમણે નવી નોકરી શોધવી ફરજિયાત છે.

વાશિંગ્ટન પોસ્ટના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે નવેમ્બર મહિનાથી ગૂગલ, માઇક્રોસાફ્ટ, ફેસબુક અને ઍમેઝાન જેવી કંપનીઓએ બે લાખ આઇટી પ્રોફેશનલ્સને નોકરીમાંથી છૂટા કર્યા છે, જેમાં 30થી 40 ટકા ભારતીય છે. એમાંના મોટા ભાગના લોકો પાસે એચ-1બી અને એલ-1 વિઝા છે. એચ-1બી વિઝામાં અમેરિકાની કંપનીઓ ટેક્નિકલ કુશળતા ધરાવનારા વિદેશ નિષ્ણાતોને નોકરી પર રાખી શકે છે. ટેક્નોલાજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીનમાંથી હજારો કર્મચારીઓને એના આધારે નોકરી પર રાખે છે.

નોકરી છૂટી જતાં આ તમામ કર્મચારીઓ અમેરિકામાં રહેવાના વિકલ્પો શોધી રહ્યા છે. ઍમેઝાનમાં કામ કરતી ગીતા (નામ બદલ્યું છે) ત્રણ મહિના પહેલાં જ અમેરિકા આવી હતી. આ સપ્તાહે જ તેને કહેવામાં આવ્યું કે 20 માર્ચ નોકરીમાં તેનો છેલ્લો દિવસ છે. હવે 60 દિવસમાં તેણે નવી નોકરી શોધવાની છે, અન્યથા ભારત પાછા ફરવા સિવાય તેની પાસે બીજા કોઈ વિકલ્પ નથી. હાલ દરેક આઇટી કંપની કર્મચારીઓને છૂટા કરી રહી છે એવા સંજાગમાં નજીકના ભવિષ્યમાં નવી નોકરી મેળવવી મુશ્કેલ છે.

અન્ય એક આઇટી પ્રોફેશનલ સીતાને (નામ બદલ્યું છે) 18મી જાન્યુઆરીના રોજ માઇક્રોસાફ્ટમાંથી છૂટી કરવામાં આવી હતી. તે એક સિંગલ મધર છે. તેનો પુત્ર હાઈ સ્કૂલના જુનિયર યરમાં છે, પરિણામે તેની હાલત મુશકેલ છે. આવી પરિસ્થતિમાં મુકાયેલા લોકો માટે તેમની મિલકતોનું વેચાણ કરવું પડી રહ્યું છે અને બાળકોના શિક્ષણ પર એની વિપરીત અસર પડી છે. ભારતીયોએ આઇટી પ્રોફેશનલને મદદ કરવા માટે સામૂહિક પ્રયાસો પણ શરૂ કર્યા છે. આ પરિસ્થિતિમાંથી માર્ગ શોધવા માટે તેમણે અલગ-અલગ વોટ્‌સઍપ ગ્રુપ પણ બનાવ્યાં છે.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.