ટેરિફ મુદ્દે ટ્રમ્પનો દાંવ અમેરિકા પર ભારે પડ્યો... US કંપનીઓ નાદારી નોંધાવી રહી છે, તૂટી ગયો 15 વર્ષનો રેકોર્ડ

ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ટેરિફને સાચું ઠેરવવા માટે તમામ દાવાઓ કરી રહ્યા હશે, અને તેઓ દાવો કરી રહ્યા છે કે તેનાથી USની આવકમાં વધારો થશે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ નજર આવી રહી છે. અહેવાલો સૂચવે છે કે, 2025માં USમાં કોર્પોરેટ નાદારી 15 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. કંપનીઓ આ માટે ટ્રમ્પ ટેરિફને મુખ્ય કારણ ગણાવી રહી છે. આ ઉપરાંત, મોંઘવારીએ પરિસ્થિતિને વધુ બગાડવાનું કામ કર્યું છે.

દેશના એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, 2025માં US કોર્પોરેટ નાદારીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે મહામંદી પછી તરત જ જોવા મળેલા સ્તરો જેટલો જ છે. S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના ડેટાના આધારે, જાન્યુઆરી અને નવેમ્બર વચ્ચે 717 કંપનીઓએ પ્રકરણ 7 અથવા પ્રકરણ 11 નાદારી માટે અરજી કરી હતી. આ 2024ના 11 મહિના કરતા આશરે 14 ટકા વધારે છે અને 2010 પછીનો સૌથી વધુ આંકડો છે.

અહીં તમને એ જણાવી દઈએ કે, પ્રકરણ 11, જેને પુનર્ગઠન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કંપનીને તેના દેવાનું પુનર્ગઠન કરવાની અને કોર્ટ-વ્યવસ્થાપિત પ્રક્રિયા દ્વારા કામગીરી ચાલુ રાખવાની મંજૂરી આપે છે. બીજી બાજુ, પ્રકરણ 7માં કંપનીના બંધ થવા અને તેની સંપત્તિ વેચવાનો સમાવેશ થાય છે.

02

રિપોર્ટ અનુસાર, આયાત પર સીધા નિર્ભર રહેલા US વ્યવસાયોએ દાયકાઓમાં સૌથી વધુ ટેરિફનો સામનો કરવો પડ્યો. નાદારી ફાઇલિંગમાં સૌથી મોટો વધારો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોવા મળ્યો હતો, જેમાં બાંધકામ, ઉત્પાદન અને પરિવહન કંપનીઓનો સમાવેશ થાય છે. અર્થશાસ્ત્રીઓ US અર્થતંત્રમાં વિરોધાભાસ જુએ છે, અને કહે છે કે, ઘણા વ્યવસાયો ટેરિફ અને અન્ય ખર્ચના દબાણ હેઠળ સંઘર્ષ કરવા માટે મજબુર છે.

નાદારી માટે ફાઇલ કરતી મોટાભાગની કંપનીઓએ ફુગાવા અને નીતિ દરોને તેમના નાણાકીય પડકારો માટે જવાબદાર પરિબળો તરીકે ઉલ્લેખ કર્યો હતો. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની વેપાર નીતિઓને પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પાડતી અને ખર્ચમાં વધારો કરતી ગણાવીને પણ ટીકા કરી હતી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સતત બદલાતી ટેરિફ નીતિઓએ આ ક્ષેત્રોને ખુબ ગંભીર અસર કરી છે. જ્યારે બીજી બાજુ, ટ્રમ્પ લાંબા સમયથી એવો દાવો કરી રહ્યા છે કે, આ નીતિઓ અમેરિકન ઉત્પાદન ક્ષેત્રને પુનર્જીવિત કરવામાં મદદ કરી રહી છે. ફેડરલ ડેટા દર્શાવે છે કે, નવેમ્બરમાં પૂરા થયેલા એક વર્ષના સમયગાળામાં 70,000થી વધુ ઉત્પાદન ક્ષેત્રમાં નોકરીઓ ગુમાવી દેવામાં આવી હતી. આ સંદર્ભમાં, ટ્રમ્પના દાવાઓ પોકળ લાગવા લાગ્યા છે.

045

2025ના પ્રથમ છ મહિનામાં કુલ નાદારી ફાઇલિંગમાં ખુબ વધારે વધારો થયેલો જોવા મળ્યો હતો, જેમાં 1 બિલિયન ડૉલર (રૂ. 8,980 કરોડથી વધુ)ની સંપત્તિ ધરાવતી કંપનીઓનો સમાવેશ થાય છે. આર્થિક સલાહકાર પેઢી કોર્નરસ્ટોન રિસર્ચ અનુસાર, જાન્યુઆરીથી જૂન સુધીમાં આવા 17 નાદારી ફાઇલિંગ થયા હતા, જે 2020માં કોવિડ-19 ફાટી નીકળ્યા પછીના કોઈપણ અર્ધવાર્ષિક ગાળામાં સૌથી વધુ સંખ્યા છે. ઘણી નાદારી ફાઇલિંગ ગ્રાહક-આધારિત વ્યવસાય ક્ષેત્રમાંથી આવી હતી, જેમાં એટ હોમ અને ફોરએવર 21 જેવા રિટેલર્સનો સમાવેશ થાય છે.

કોર્નરસ્ટોનના વડા મેટ ઓસ્બોર્ને તેમના અહેવાલમાં લખ્યું છે કે, આ મોટી કંપનીઓએ ફુગાવા અને વ્યાજ દરોને ગ્રાહક માંગને અસર કરતા પરિબળો તરીકે ઉલ્લેખ કર્યો હતો અને મૂડી એકત્ર કરવાનું મુશ્કેલ બનાવ્યું હતું.

અર્થશાસ્ત્રીઓ અને વ્યવસાય નિષ્ણાતો કહે છે કે, વેપાર યુદ્ધો (Trade War)એ આયાત-આધારિત વ્યવસાયો પર દબાણ લાવ્યું છે, જે ગ્રાહકો નારાજ થશે અને તેમનાથી દૂર થઇ જશે તેવા ડરથી ભાવમાં વધુ પડતો વધારો કરવામાં અચકાઈ રહ્યા હતા.

યેલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર જેફરી સોનનફેલ્ડ કહે છે કે, નાદારી નોંધાવતી આ અમેરિકન કંપનીઓ સામાન્ય અમેરિકનોની સામે આવી રહેલા ફુગાવાના સંકટથી સારી રીતે વાકેફ છે. તેઓ ટેરિફ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમની પણ એક મર્યાદા છે. કિંમતોને નિયંત્રિત કરતી કંપનીઓ આખરે ગ્રાહકો પર ખર્ચ નાખશે, જેનાથી અન્ય કંપનીઓ બંધ થઇ જશે. જો કે, વ્હાઇટ હાઉસે ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો.

About The Author

Related Posts

Top News

અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

અમેરિકાએ ગુરુવારે તેના નાગરિકો માટે એક સત્તાવાર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકન નાગરિકોને આ 21 દેશોની મુસાફરી...
World 
અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

વિજય હજારે ટ્રોફી 2025-26માં રમાતી દરેક મેચ ભારે ઉત્તેજના અનુભવી રહી છે. 8 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેની મેચ...
Sports 
છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ભાજપ શાસિત રાજ્યોની 'ડબલ એન્જિન' સરકારો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ...
Politics 
રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના

થોડા સમય અગાઉ ગુજરાતમાં 30 વર્ષ બાદ વાઘ દેખાયો હતો ત્યારે હવે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર...
Gujarat 
રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના
Copyright (c) Khabarchhe All Rights Reserved.