- Business
- શેરબજારમાં રોકાણકારોના 81.82 લાખ કરોડનું ધોવાણ, હવે શું કરવું?
શેરબજારમાં રોકાણકારોના 81.82 લાખ કરોડનું ધોવાણ, હવે શું કરવું?

મહાશિવરાત્રીના તહેવારને કારણે બુધવારે શેરબજાર બંધ રહ્યું હતું. પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી શેરબજારમાં રમખાણ મચેલું છે અને બજાર સતત નીચે આવી રહ્યું છે તેને કારણે રોકાણકારો ચિંતામાં મુકાઇ ગયા છે. 27 સપ્ટેમ્બર 2024ના દિવસે શેરબજર ઓલ ટાઇમ હાઇ 85878ની સપાટીએ પહોંચ્યું હતું ત્યાથી અત્યાર સુધીમાં 11376 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે અને રોકાણકારોના 81.82 લાખ કરોડ રૂપિયા ધોવાઇ ગયા છે.
જાણકારોનું કહેવું છે કે, બજાર તુટવાનું મુખ્ય કારણ ડોનાલ્ડ ટ્રમ્પ છે. ટ્ર્મ્પના ટેરીફના નિવેદનને કારણે આખી દુનિયાની અર્થવ્યનસ્થા ટેન્શનમાં આવી ગઇ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારમામાં માલ વેચીને ચીનના શેરબજારમાં ઠાલવી રહ્યા છે.
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે હજુ 3થી 4 મહિના બજાર કરેકશન ટુ કોન્સોડીશેન ફેસમાં રહેશે, મતલબ કે એક ધારું ઘટશે નહીં એક ધારુ વધશે નહીં. વધઘટ ચાલ્યા કરશે.