માતાને શંકા હતી દીકરી સાથે તેના પતિના જ સંબંધ છે, બાપે બંનેની હત્યા કરી દીધેલી

અમદાવાદ જિલ્લાની રૂરલ કોર્ટની એક કોર્ટે પત્ની અને દીકરીની નિર્દયી હત્યા કરનારા પિતાને આજીવન કેદની સજા સંભળાવી છે. વર્ષ 2016માં બાવળાની શાંતિનાગર સોસાયટીમાં ભાડા પર રહેતા દેવારામ મેઘવાલે પોતાની પત્ની અને દીકરીની છરા વડે હુમલો કરીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેણે પુરાવા મટાડવા માટે પહેરેલા કપડાને પણ સળગાવી દીધા હતા. અમદાવાદ જિલ્લાની ગ્રામીણ કોર્ટની એક કોર્ટે ડબલ મર્ડર અને પુરાવા મટાડવા માટે આજીવન કેદની સજા સંભળાવી છે.

કોર્ટે આરોપીને આજીવન કેદની સજા સંભળાવતા કહ્યું કે, આરોપી વિરુદ્ધ પોતાની પત્ની અને દીકરીની હત્યાનો ગંભીર ગુનો સાબિત થયો છે. એવામાં આ જઘન્ય ગુના માટે માફી આપી શકાય નહીં. ત્યારબાદ કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી. અમદાવાદ રૂરલની જિલ્લા કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાગર પ્રેમ શંકરે પોતાના નિર્ણયમાં કહ્યું કે એટલા ગંભીર અને અસામાજિક ગુના માટે કોઈ દયા નહીં કરી શકાય. મૂળ રૂપે રાજસ્થાનના પાલી જિલ્લાનો રહેવાસી દેવારામ મેઘવાલ પત્ની લીલાબેન અને દીકરી કોમળ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો.

પત્ની લીલાબેનને દીકરી સાથે સંબંધ હોવાની આશંકા હતી. એક દિવસે પત્નીએ જ્યારે દેવારામને સવાલ કર્યો તો બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. દેવારામે દીકરો રાજસ્થાન ગયો હોવાના કારણે રાત્રે પહેલા પત્ની લીલાબેનની સૂતી વખતે છરાથી ગળું કાપીને હત્યા કરી નાખી. ચીસ સાંભળીને જાગેલી દીકરીને પણ દેવારામે મોતને ઘાટ ઉતારી દીધી. રાત્રે બંનેની હત્યાને અંજામ આપ્યા બાદ દેવારામે પુરાવા મટાડવાનો પ્રયાસ કર્યો અને લોહીથી ખરડાયેલા કપડાં સળગાવી દીધા. પત્ની અને દીકરીની હત્યા બાદ દેવારામે ગ્રામ રક્ષક દળના કોન્સ્ટેબલ રમેશ નાયક પાસે રાત્રે 1:00 વાગ્યા પાસે પહોંચીને સરેન્ડર કરી દીધું.

ગ્રામ રક્ષક દળના કોન્સ્ટેબલે ઘટનસ્થળ પર જઈને જોયું તો ઘરમાં 35 વર્ષીય લીલાબેન અને 15 વર્ષીય દીકરીના શબ પડ્યા હતા. રમેશ નાયકે પોલીસને જાણકારી આપી. ત્યારબાદ ઘટનાસ્થળ પર પહોંચેલી બાવળા પોલીસે દેવારામની ધરપકડ કર્યા બાદ કાયદાકીય કાર્યવાહી કરી. ગ્રામ રક્ષક દળના કોન્સ્ટેબલે બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેમાં દેવારામ મેઘવાલ વિરુદ્ધ IPCની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો.

પોલીસે તમામ પુરાવા એકત્ર કરીને 13 જાન્યુઆરી 2017ના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. કોર્ટે લાંબી ટ્રાયલ બાદ ગયા વર્ષે આ કેસમાં 18 એપ્રિલ 2022ના રોજ સુનાવણી પૂરી કરતા નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. અમદાવાદની ગ્રામીણ કોર્ટે 10 મે 2023ના રોજ નિર્ણય સંભળાવ્યો તેમાં આરોપીને આજીવન કેદની સજા સંભળાવી. આરોપી દેવારામનો એક દીકરો અને 3 દીકરીઓ હતી. 2 દીકરીઓ મામાના ઘરે રહીને અભ્યાસ કરી રહી હતી, તો દીકરો રાજસ્થાન ગયો હતો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.