- Central Gujarat
- ગુજરાતની જેલમાં બેઠા બેઠા લોરેન્સ બિશ્નોઇ 2 કરોડની ખંડણી માંગતો ઓડિયો વાયરલ
ગુજરાતની જેલમાં બેઠા બેઠા લોરેન્સ બિશ્નોઇ 2 કરોડની ખંડણી માંગતો ઓડિયો વાયરલ

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગુજરાતની સાબરમતી જેલમાંથી 2-2 કરોડ રૂપિયાની ખંડણી માંગતો ઓડિયો વાયરલ થવાને કારણે સનસનાટી મચી ગઇ છે. જો કે આ ઓડિયો બાબતે હજુ સુધી કોઇ સત્તાવાર પૃષ્ટિ થઇ નથી. પરંતુ આ ઓડિયો 22મેના દિવસનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લોરેન્સે સાબરમતી જેલમાં બેઠા બેઠા એક બે નહી, પરંતુ 30 ધમકીભર્યા મેસેજ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતના અમદાવાદમાં આવેલી સાબરમતી જેલમાં થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના ખૂંખાર અતિક અહેમદને રાખવામાં આવ્યા હતો અને તે વખતે આખા ગુજરાતની જેલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કેદીઓ પાસેથી મોબાઇલ પકડાયા હતા. હવે અમદાવાદની જેલમાં સજા કાપી રહેલા ખુંખાર ગેંગસ્ટર કે જેણે સલમાન ખાનને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેવા લોરેન્સના એક ઓડિયોએ હડકંપ મચાવેલો છે. અત્યારે પોલીસ લોરેન્સને લઇને દિલ્હી ગઇ છે. આ ઓડિયો 22મીના દિવસનો હતો જ્યારે લોરેન્સ સાબરમતીમાં હતો.
જાણવા મળેલી વિગત મુજબ લોરેન્સ બિશ્નોઇએ સાબરમતી જેલમાં બેઠા બેઠાં બુકીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી 2-2 કરોડની ખંડણી માંગી હતી અને સાથે જો પૈસા આપવામાં નહીં આવશે તો કચ્ચા ચબા દેંગે એવી ધમકીઓ આપવામાં આવી હતી.લોરેન્સે જેલમાં બેઠા બેઠા 30 જેટલા મેસેજ કર્યા હતા. આ દરમિયાન તેણે દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના બુકીઓ પાસે 2-2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જેમણે ફોન રિસીવ નહોતો કર્યા એમને લોરેન્સે મેસજ કરીને ધમકી આપી હતી.લોરેન્સ સનલાઇટ કોલોનીમાં ખંડણી અને ફાયરીંગ કેસમાં ક્રાઇમ બ્રાન્ચના રિમાન્ડ પર છે.
સૂત્રોએ જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈ સાત દિવસ માટે ગુજરાત પોલીસની કસ્ટડીમાં ગયો હતો, જ્યાં તેને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. સરહદ પારથી ડ્રગ્સની દાણચોરીના કેસમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ તેને સાત દિવસના રિમાન્ડ પર લીધો હતો. દિલ્હી પોલીસ તેને 24 મેના રોજ ત્યાંથી દિલ્હી લાવી હતી.
દિલ્હી આવતા પહેલા ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ગુજરાતની સાબરમતી જેલમાંથી ઉત્તર ભારતના સટ્ટા સંચાલકો અને વેપારીઓને ફોન કરીને બે-બે કરોડ રૂપિયાની માંગણી કરી હતી. રેકોર્ડિંગમાં, લોરેન્સ ધમકી આપી રહ્યો છે કે, 'જે દિવસે હું પકડાઈશ તે દિવસે હું તમારા પરિવારને અથવા તમારી આસપાસના લોકોને કાચા ચાવી નાખીશ. મારા અવાજનું રેકોર્ડિંગ કરો, જેનાથી તમારા માટે પછીથી કેસ દાખલ કરવામાં સરળતા રહેશે. આવી ધમકીઓ મળવાથી સટ્ટાબાજીના સંચાલકો અને ઉદ્યોગપતિઓમાં ગભરાટ ફેલાયો છે.
Related Posts
Top News
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો
અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી
Opinion
