કંપનીએ જણાવ્યું વાઘ બકરી ચાના પરાગ દેસાઈ સાથે શું થયેલું

વાઘ બકરી ચાના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર પરાગ દેસાઈના નિધન બાબતે કંપની દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કંપનીના સિનિયર VP માર્કેટિંગ યોગેશ શિંદે દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 15 ઓક્ટોબરના રોજ સાંજે 5.30 કલાકે પરાગ દેસાઈ ઈવનિંગ વોક માટે તેમના બંગ્લા નજીક સોસાયટીમાં નિકળ્યા હતા. આ દરમિયાન રખડતા કૂતરાઓ તેમની તરફ આગળ વધ્યા હતા, જેના કારણે પરાગ દેસાઈ તેમના ઘરના કમાઉન્ડ તરફ ભાગ્યા હતા અને ત્યાં તેમણે પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું, જેને કારણે તેમને નીચે પડતા બ્રેઇન હેમરેજ થયું હતું. તેમને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમના પરિવાર દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને ઈલાજ શરૂ કરવામાં આવ્યો હતો. તેમનો જીવ બચાવવા માટે ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ 22 તારીખના રોજ ડૉક્ટરોની અથાગ કોશિશ છતા તેમનો જીવ બચાવી શકાયો નહોતો અને તેમનું નિધન થયું હતું.

https://khabarchhe.com/uploads/mc_path/169804511409.jpg

તેમના પરિવારમાં પત્ની વિદિશા અને દીકરી પરીશા છે. પરાગ દેસાઈ વાઘ બકરી ગ્રુપના MD રસેશ દેસાઈના દીકરા હતા. તેમને 30 વર્ષથી વધુનો બિઝનેસનો અનુભવ હતો. તેમણે કંપનીની સેલ, માર્કેટિંગ અને એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટની જવાબદારી પોતાના પર લીધી હતી અને તેને સારી રીતે નિભાવી હતી. તેમની કંપનીનું ટર્નઓવર 1500 કરોડ રૂપિયાથી વધુ છે. વાઘ બકરી ચાની વેબસાઇટ પર જણાવ્યા મુજબ પરાગ દેસાઈ ચા ટેસ્ટિંગમાં એક્સપર્ટ અને સારી સમજ રાખતા હતા. તેમણે લોન્ગ આઇલેન્ડ યુનિવર્સિટીથી MBA કર્યું હતું.

https://khabarchhe.com/uploads/mc_path/169804511410.jpg

તેમના નિધન પર કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે સંવેદના વ્યક્ત કરતા ટ્વીટર પર લખ્યું હતું કે, ખૂબ જ દુખદ ખબર મળી. વાઘ બકરી ચાના ડિરેક્ટર અને માલિક પરાગ દેસાઈનું નિધન થઈ ગયું. પડ્યા પછી તેમને બ્રેન હેમરેજ થયું. પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે. મારી સંવેદના સમગ્ર ભારતમાં ફેલાયેલા વાઘ બકરી પરિવારની સાથે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.